________________
પર
લલિતવિસ્તરા ભાગ-૨ ક્ષયોપશમની વૃદ્ધિ થાય તેવી અભય આદિમાં યોગ્યતા છે, લોકોત્તર ભાવ અમૃતના આસ્વાદરૂપ છેઃ સેવાયેલા ઔદાર્ય દાક્ષિણ્ય આદિ જે લોકોત્તર ભાવો છે તે જ અમૃત અથત સુધા તેના આસ્વાદનરૂપ છે, આથી જ=લોકોત્તર ભાવરૂપ અમૃતનું આસ્વાદન છે આથી જ, વિષયરૂપી વિષના અભિલાષના વિષના સ્વરૂપવાળા જે વિષયો તેની ઈચ્છારૂપ અભિલાષના, વૈમુખ્ય કરનારી છે=અભયાદિમાં વર્તતી ચક્ષુ આદિની યોગ્યતા વિમુખતાનો હેતુ છે, તેથી શું અભય આદિમાં યોગ્યતા તથાલયોપશમની વૃદ્ધિ આદિ રૂપ છે તેથી શું પ્રાપ્ત થાય ? એને કહે છે – આaઉક્તરૂપવાળી ક્ષયોપશમની વૃદ્ધિ અપુતબંધક વગર=પાપ તીવ્રભાવથી કરે નહિ ઈત્યાદિ લક્ષણવાળા અ૫નબંધક વગર, નથી જ, કેમ કે અન્યનું અપુનબંધક દશા પામ્યા નથી તેવા જીવોનું, ભવબહુમાનીપણું છે=ભવમાં વર્તતા અનુકૂળ સંયોગ માત્રમાં સારી બુદ્ધિપણું છે, તેનાથી શું?=અપુતબંધક વગર ઉક્તરૂપવાળી ક્ષયોપશમની વૃદ્ધિ નથી તેનાથી શું? એથી કહે છે – આ ક્ષયોપશમની વૃદ્ધિ અપુનબંધક વગર નથી એ, ભાવન કરવું જોઈએ, તે ભાવનને જ ધુતથી સ્પષ્ટ કરે છે – પંચક પણ આ અભયાદિ પંચક પણ આ, અપુનબંધકને છે એ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફલની અપેક્ષાએ વિચારવું જોઈએ=ચક્ષનો હેતુ અભય છે માર્ગનો હેતુ ચક્ષુ છે એ રૂપ હેતુને ભાવરૂપ અભયના સ્વરૂપને ભાવરૂપ ચક્ષુના સ્વરૂપને ભાવરૂપ માર્ગના સ્વરૂપ અને અભયનું ફલ ચક્ષુ છે ચક્ષનું ફલ માર્ગ છે એ રૂપ ફલની અપેક્ષા રાખીને વિચારણા કરવી જોઈએ, જેથી પારમાર્થિક અભય આદિના સ્વરૂપનો બોધ થાય અને તેવા સ્વરૂપને દેનારા ભગવાન છે તે રૂપે સ્તુતિ કરવાથી તે સ્તુતિના બળથી પોતાનામાં પણ પારમાર્થિક અભય આદિની પ્રાપ્તિ થાય.
પરમતતા સંવાદનથી પણ કહે છે અપુતબંધક જીવોના અભય આદિમાં તે પ્રકારના ક્ષયોપશમભાવની વૃદ્ધિની યોગ્યતા છે એને પરમતના સંવાદનથી પણ કહે છે – અને બીજાઓ વડે પણ=જેનાથી વ્યતિરિક્ત એવા બીજા મુમુક્ષુઓ વડે પણ, આ=અભયાદિ, ઈચ્છાય છે. કેવી રીતે બીજાઓ વડે અભયાદિ ઈચ્છાય છે? એને કહે છે –
જે કારણથી ભગવાન ગોપેન્દ્ર વડે=ભગવાન ગોપેન્દ્ર નામના પરિવ્રાજક વડે, જે પ્રમાણે કહેવાયું છે. કહેવાયેલાને જ=ગોપેન્દ્ર વડે કહેવાયેલા વચનને જ, બતાવે છે – નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે=વ્યાવૃત થયો છે પુરુષના અભિભવ સ્વરૂપ સ્વવ્યાપાર જેવો એવી સત્વ-રજ-તમોરૂપ અર્થાત જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપ પ્રકૃતિ હોતે છતે, ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા, વિજ્ઞતિ એ અનુક્રમે અભય આદિ અપર નામવાળી તત્વધર્મની યોનિઓ=પારમાર્થિક કુશલ ઉત્પત્તિનાં સ્થાનો, થાય છે=જીવમાં પ્રગટ થાય છે, વ્યવચ્છેદ્યને કહે છે =કેવા પ્રકારના વૃતિ આદિ તત્વધર્મની યોનિ નથી તે રૂપ વ્યવચ્છેદ્યને કહે છે – અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે વૃતિ આદિ થતા નથી એમ અવય છે, લલિતવિસ્તરામાં પ્રવૃત્તો એ અધ્યાહાર છે તે બતાવવા માટે પ્રસ્તાવિતિ વ્યક્તિ એમ કહેલ છે, કયા કારણથી ?=અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે કયા કારણથી વૃતિ આદિ ધર્મ યોતિઓ થતી નથી ? એથી કહે છે – પ્રકૃતિના અનિવૃત્ત અધિકારપણાને કારણે કોઈક પણ હેતુથી