SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ લલિતવિસ્તરા ભાગ-૨ પારમાર્થિક અભય આદિ પ્રગટ થયા નથી તેવા અભયાદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિદેશ સુધી જીવ વારંવાર પ્રાપ્ત કરે છે, તો પણ અભય આદિ ચક્ષુ આદિના જનક બનતા નથી, તેથી અભય આદિ સદશ જણાય છે, પરંતુ ભાવરૂપ અભય આદિ નથી; કેમ કે કોઈક નિમિત્તથી તેવા જીવો ધર્મશાસ્ત્રશ્રવણ કરે છે, સ્વસ્થ થઈને બાહ્ય ક્રિયાઓ કરે છે તોપણ તેઓને સંગ અવસ્થા જ સાર જણાય છે અને સંગ અવસ્થાને અનુકૂળ ભાવોમાં સુખ છે, પ્રતિકૂળ ભાવોમાં દુઃખ છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે, તેથી ઉત્કૃષ્ટ સંક્લેશ કરી શકે તેવી યોગ્યતા તેઓમાં પડી છે, માટે ભવથી અતીત મોક્ષના પારમાર્થિક સ્વરૂપ વિષયક જિજ્ઞાસા પણ તેઓને થતી નથી, તેથી તેઓનો સ્થૂલથી દેખાતો અભય પારમાર્થિક અભય નથી, સ્થૂલથી દેખાતી ભગવાનના વચનમાં રુચિરૂપ ચક્ષુ પારમાર્થિક ચક્ષુ નથી. આથી જ મુક્ત અવસ્થાની પારમાર્થિક રુચિ નહિ હોવાને કારણે તેની પ્રાપ્તિ વિષયક જિજ્ઞાસા પણ થતી નથી, પરંતુ આ લોકના તુચ્છ સંગો કે પરલોકના તુચ્છ બાહ્ય સંગજન્ય સુખોમાં જ તેઓને સારબુદ્ધિ વર્તે છે, તેથી શાસ્ત્રો ભણે, સૂક્ષ્મ બોધ થાય તોપણ તમોગ્રંથિને ભેદીને મોક્ષના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે તેઓ સમર્થ બને તેમ નથી; કેમ કે તેઓના અભય-ચક્ષુ આદિ ભાવો ભવના ઉચ્છેદનાં કારણ બને તેવા નથી, પરંતુ તેઓના અભયાદિ ભાવો પણ ભવના અંગભૂત ભાવો જ છે, તેથી ૭૦ કોડાકોડીથી માંડીને અંતઃકોડાકોડીરૂપ ગ્રંથિદેશ સુધી તેવા ભાવો અનેક વખત થાય છે તો પણ તે અભય આદિ ઉત્તર-ઉત્તરના ફલના કારણ નહિ હોવાથી ભાવથી અભયરૂપતા આદિને પામતા નથી. લલિતવિસ્તરા : योग्यता चाफलप्राप्तेस्तथाक्षयोपशमवृद्धिः, लोकोत्तरभावामृतास्वादरूपा, वैमुख्यकारिणी विषयविषाभिलाषस्य, न चेयमपुनर्बन्धकमन्तरेणेति भावनीयम्। इष्यते चैतदपरैरपि मुमुक्षुभिः, यथोक्तं भगवद्गोपेन्द्रेण-'निवृत्ताधिकारायां प्रकृतौ धृतिः, श्रद्धा, सुखा, विविदिषा, विज्ञप्तिरिति तत्त्वधर्मयोनयः; नानिवृत्ताधिकारायां, भवन्तीनामपि तद्रूपतायोगाद्' इति, विज्ञप्तिश्च बोधिः प्रशमादिलक्षणाभेदात्, एतत्प्राप्तिश्च यथोक्तप्रपञ्चतो भगवद्भ्य एवेति बोधि ददतीति बोधिदाः।।१९।। લલિતવિસ્તરાર્થ : અને યોગ્યતા=અભય આદિમાં ઉત્તર-ઉત્તર ફળની યોગ્યતા, આફલપ્રાપ્તિ સુધી તે પ્રકારના ક્ષયોપશમની વૃદ્ધિ છેત્રફલને અનુકૂળ ક્ષયોપશમભાવની વૃદ્ધિ છે, લોકોતર ભાવ અમૃતના આસ્વાદનરૂપ છે, વિષયરૂપી વિષના અભિલાષના વૈમુખ્યને કરનારી છે અને આ તેવા પ્રકારના ક્ષયોપશમભાવની વૃદ્ધિ, અપુનબંધક વગર નથી એ પ્રમાણે ભાવન કરવું જોઈએ. અને આ=અભય આદિ, બીજા પણ મુમુક્ષઓ વડે ઈચ્છાય છે, જે પ્રમાણે ભગવાન ગોપેન્દ્ર વડે કહેવાયું છે – નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા, વિજ્ઞપ્તિ
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy