SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ લલિતવિસ્તરા ભાગ-૨ ભાવવૃદ્ધિ માટે=સ્તોત્ર બોલતી વખતે ભાવવૃદ્ધિ માટે, પરના યોગના વ્યાઘાતના વર્જનથી પરિશુદ્ધ યોગવૃદ્ધિને સંપાદન કરતાં ભાવસાર પરિશુદ્ધ ગંભીર ધ્વનિ વડે સુનિભૂત અંગવાળા ગુરુ ધ્વનિને તેના પ્રવેશથી સમ્યમ્ અનભિભવ કરતાં દેહમાં દંશમશકાદિની ઉપેક્ષા કરતાં સાધુ કે શ્રાવક યોગમુદ્રાથી મહાસ્તોત્રો ભણે છે. પંજિકા : 'यथेत्यादि, 'यथाभव्यं' यथायोग्यं, 'स्थानवालम्बनगतचित्तः' स्थान-योगमुद्रादि, वर्णाः-चैत्यवन्दनसूत्रगताः अर्थः-तस्यैवाभिधेयः, आलम्बनं-जिनप्रतिमादि, तेषु गतम् आरूढं, चित्तं यस्य स तथा, यो हि यत्स्थानवालम्बनेषु मध्ये मनसावलम्बितुं समर्थः तद्गतचित्तः सन्नित्यर्थः। પંજિકાર્ય - “થે 'ચારિ ... સન્નિાર્થ છે. અત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, યથાભવ્ય=યથાયોગ્ય, સ્થાનવર્ણ-અર્થ-આલંબતગત ચિત્તવાળા એ કથનનો અર્થ સ્પષ્ટ કરે છે – સ્થાન યોગમુદ્રાદિ છે, પણ ચૈત્યવંદનસૂત્રગત અક્ષરો છે, અર્થ તેનો જ અભિધેય પદાર્થ છે, આલંબન જિનપ્રતિમાદિ છે, તેઓમાં=સ્થાનાદિમાં, ગયેલું આરૂઢ, ચિત્ત છે જેને તે તેવા છે સ્થા-વર્ણ-અર્થ-આલંબવગત ચિત્તવાળા છે, દિ=જે કારણથી, જે સાધુ કે શ્રાવક જે સ્થાન-વર્ણ-અર્થ-આલંબનમાં મત દ્વારા આલંબન લેવા માટે સમર્થ છે, તેમાં આરૂઢ થયેલા ચિત્તવાળા છતાં સ્તોત્રો બોલે એ પ્રકારનો અર્થ છે યથાયોગ્ય શબ્દનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ નમુત્યુર્ણ સૂત્રનું જે ૯ સંપદાઓથી વર્ણન કર્યું તે પ્રમાણે જ આ સાધુ કે શ્રાવક બોલે છે અર્થાત્ તે ૯ સંપદાઓનું વર્ણન કરીને તે તે આલાવાથી ગ્રંથકારશ્રીએ જે જે અર્થો કર્યા તે પ્રકારે તે અર્થોમાં ચિત્તને સ્થાપન કરીને સાધુ કે શ્રાવક તે સૂત્રને બોલે છે અને અંતે નમો જિણાણે જિઅભયાણ એ બોલતી વખતે પાંચ અંગોનો ભૂમિ ઉપર સ્પર્શ થાય તે રીતે પંચાંગ પ્રણિપાત કરે છે, જેનાથી ભગવાન પ્રત્યે ભક્તિનો પ્રકર્ષ થાય છે. ત્યારપછી ભૂમિને પુંજીને ઉચિત આસનપૂર્વક બેસે છે અને જે પ્રમાણે પોતાની યોગ્યતા હોય એ પ્રમાણે સ્થાન-વર્ણ-અર્થ-આલંબનમાં ચિત્તને સ્થાપન કર્યું છે એવા સાધુ કે શ્રાવક અન્ય પણ મહાસ્તોત્રો બોલે છે, તે સ્તોત્રો કેવા સ્વરૂપવાળાં હોય તે બતાવતાં કહે છે – ભગવાનના ગુણોને યથાર્થ પ્રકાશન કરનારા હોવાથી સર્વ સારરૂપ છે. વળી, તે મહાસ્તોત્રો ભગવાનના યથાભૂત અસાધારણ ગુણોથી યુક્ત છે, તેથી બોલતી વખતે ભગવાનના તે અસાધારણ ગુણો સ્મૃતિમાં આવવાથી વિતરાગના તે ગુણો પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનભાવ થાય છે. વળી, તે સ્તોત્રો દુષ્ટ અલંકાર રહિત હોવાથી શ્રેષ્ઠ શબ્દોથી રચાયેલાં છે એવાં સ્તોત્રો સાધુ કે શ્રાવક બોલે છે, પરંતુ દુષ્ટ અલંકારવાળાં સ્તોત્રો બોલતા નથી. વળી, તે સ્તોત્રો સર્વજ્ઞપ્રણીત વચનની ઉન્નતિને કરનારાં છે; કેમ કે તે સ્તોત્રોને
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy