SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ નમુત્યુર્ણ સૂત્ર બોલવાનો વિધિ. તંતુના રૂપથી તંતુના રૂપના પ્રત્યક્ષરૂપ બીજું કાર્ય થાય છે તો તંતુનું રૂપ પટના રૂપ સ્વરૂપ પ્રથમ કાર્ય પ્રત્યે સંપૂર્ણપણાથી વ્યાપારવાળું નથી, તેથી અર્થથી તંતુના રૂપમાં અનેક કાર્ય કરવાનો સ્વભાવ પ્રાપ્ત થાય, માટે અનેક સ્વરૂપવાળી વસ્તુની સિદ્ધિ થાય, તેથી અર્થથી સ્યાદ્વાદની જ સિદ્ધિ છે. નમુસ્કુર્ણ સૂત્રમાં અત્યાર સુધી વર્ણન કર્યું તેનું નિગમન કરતાં કહે છે – આ રીતે પૂર્વમાં વર્ણન કરાયું એવી નિરુપચરિત સંપદાઓ ભગવાનમાં સિદ્ધ થયે છતે સર્વની સિદ્ધિ છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે, તેથી ભગવાનમાં અરિહંતવાદિ ગુણોના સમુદાયથી જે ૯ સંપદાઓનું વર્ણન કર્યું તે નિરુપચરિત છે અર્થાત્ ભગવાનમાં તેવા વાસ્તવિક ગુણો છે તેને બતાવનારી તે સંપદાઓ છે તેમ સિદ્ધ થાય છે, તેથી તેમની તે સંપદાઓથી સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને યોગ્ય ફલની પ્રાપ્તિ થવારૂપ સર્વ સિદ્ધિ થાય છે; કેમ કે ભગવાનમાં વિદ્યમાન ગુણોની સ્તુતિ કરવાથી શુભ ભાવ થાય છે, તેનાથી પુણ્યબંધ અને નિર્જરારૂપ શુભ ફળ મળે છે, આ સ્વરૂપે રહેલું પ્રણિપાત દંડક સૂત્ર ગ્રંથકારશ્રી વડે વ્યાખ્યાન કરાયું. આ સૂત્ર ૯ સંપદાઓના સમૂહરૂપ હોવાથી દંડક છે અને દરેક સંપદાનું સ્મરણ કરીને ભગવાનને નમસ્કાર કરાય છે, તેથી પ્રણિપાત છે, માટે નમુસ્કુર્ણ સૂત્રને પ્રણિપાત દંડક સૂત્ર કહેવાય છે. લલિતવિસ્તરા : तदेतदसौ साधुः श्रावको वा यथोदितं पठन् पञ्चाङ्गप्रणिपातं करोति, भूयश्च पादपुञ्छनादिनिषण्णो यथाभव्यं स्थानवालम्बनगतचित्तः, सर्वसाराणि यथाभूतानि असाधारणगुणसङ्गतानि भगवतां दुष्टालङ्कारविरहेण प्रकृष्टशब्दानि, भाववृद्धये परयोगव्याघातवर्जनेन परिशुद्धामापादयन् योगवृद्धिम्, अन्येषां सद्विधानतः सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकराणि, भावसारं परिशुद्धगम्भीरेण ध्वनिना सुनिभृताङ्गः सम्यगनभिभवन् गुरुध्वनि तत्प्रवेशात्, अगणयन् दंशमशकादीन् देहे, योगमुद्रया रागादिविषपरममन्त्ररूपाणि महास्तोत्राणि पठति । લલિતવિસ્તરાર્થ : આ સાધુ અથવા શ્રાવક તે આ યથોદિતને=જે પ્રમાણે પૂર્વમાં કહેવાયું એવા પ્રણિપાત દંડક સૂત્રને, બોલતાં પંચાંગ પ્રણિપાતને કરે છે અને ફરી પાદપુછનાદિ દ્વારા બેઠેલા=jજવા-પ્રમાર્જવા આદિ ક્રિયા દ્વારા બેઠેલા, યથાયોગ્ય સ્થાન-વર્ણ-અર્થ-આલંબન ગત ચિત્તવાળા સાધુ કે શ્રાવક સર્વસાર ભગવાનના યથાભૂત અસાધારણ ગુણોથી સંગત દુષ્ટ અલંકારના વિરહને કારણે પ્રકૃષ્ટ શબ્દવાળા અન્યોને સદ્વિધાન કરનાર હોવાથી સર્વપ્રણીત પ્રવચનની ઉન્નતિને કરનારા રાગાદિ વિષ માટે પરમ મંત્રરૂપ મહાસ્તોત્રોને ભણે છે એમ અન્વય છે. વળી, તે સ્તોત્ર બોલનારા સાધુ કે શ્રાવક કેવો હોય ? તે બતાવવા માટે કહે છે –
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy