SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ લલિતકલા ભાગ-૨ તે બોધ કરાવવા માટે અને ૩. સંઘપૂજાદિમાં આશય વ્યાપ્તિ બતાવવા માટે ઇત્યાદિ આગમવચન છે. જેમ કોઈ શ્રાવક ભગવાન પ્રત્યે ભક્તિવાળા હોય છતાં અતિ વ્યવસાયને કારણે બધા ભગવાનની ભક્તિ કરવા સમર્થ ન હોય ત્યારે તેને વિચાર થાય કે આટલી પ્રતિમાઓની પૂજા કરવા હું સમર્થ નથી, તેથી પૂજા કરવાનો અભિલાષ હોવા છતાં અનુત્સાહી થાય એવા કૃપણ ચિત્તવાળા શ્રાવકને ભગવાનની પૂજા કરવાનો ઉત્સાહ થાય, તેથી કહેવામાં આવે છે કે એક ભગવાનની પૂજા કરવામાં આવે તોપણ બધા ભગવાનની પૂજા થાય છે; કેમ કે બધા તીર્થકરો સમાન છે, માટે હું એક ભગવાનની પૂજા કરીશ તોપણ તત્ તુલ્ય અન્ય તીર્થકરો હોવાથી તે સર્વની પૂજાનું ફળ મને પ્રાપ્ત થશે, તે પ્રકારનો વિવેક પ્રગટાવવા માટે એકની પૂજાથી બધાની પૂજા થાય છે તેમ કહેવામાં આવે છે. વળી, યોગ્ય જીવને સર્વ તીર્થકરો સમાન સ્તોતવ્યની હેતુસંપદાદિવાળા છે તેવો બોધ કરાવવા માટે એકની પૂજા કરવાથી બધાની પૂજા થાય છે તેમ કહેવામાં આવે છે. વળી, સંઘપૂજા, ચૈત્યપૂજા, સાધુપૂજા કે શ્રાવકાદિપૂજામાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે કિ ઇત્યાદિ આગમ વચન છે, તેથી કોઈ શ્રાવક કોઈ પ્રતિનિયત સંઘની ભક્તિ કરે ત્યારે તેને એવો અધ્યવસાય થાય છે કે મેં આખા સંઘની ભક્તિ કરી. વસ્તુતઃ આખો સંઘ ચૌદ રાજલોકવર્તી છે; કેમ કે સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનું ગ્રહણ છે તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ આદિનું પણ ગ્રહણ છે, તેથી દેવલોકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ દેવો કે સમ્યગ્દષ્ટિ નારકીઓ કે સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર તિર્યંચોનું પણ ગ્રહણ છે અને તે સર્વ ભગવાનના શાસન અંતર્ગત હોવાથી સંઘમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને વિવેકી શ્રાવક કોઈ પ્રતિનિયત નગરના સંઘની પૂજા કરે ત્યારે સંઘવર્તી સર્વ જીવોની મેં પૂજા કરી છે તેવો વિશુદ્ધ અધ્યવસાય થાય છે, તેથી મહાવિદેહ આદિના, ભરતાદિના સાધુ-સાધ્વીઓનું પણ ગ્રહણ થાય છે અને સમ્યગ્દષ્ટિ દેવો આદિનું પણ ગ્રહણ થાય છે, તેથી તે સર્વની માનસ ઉપસ્થિતિપૂર્વક મેં આખા સંઘની ભક્તિ કરી છે તેવી વ્યાપ્તિ બતાવવા માટે એકની પૂજા કરાય છતે બધાની પૂજા થાય છે એમ આગમમાં કહેલ છે, તે રીતે કોઈ વિવેકી શ્રાવક એક ચૈત્યમાં રહેલા કે એક નગરમાં રહેલા ભગવાનની પૂજા કરે ત્યારે ત્રણ લોકવર્તી સર્વ ચૈત્યોની મેં પૂજા કરી છે તેવો વિશુદ્ધ વ્યાપક અધ્યવસાય થાય છે. વળી, કોઈ નગરમાં વર્તતા સર્વ સાધુની પૂજા કરે ત્યારે પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ આદિ સર્વત્ર વર્તતા સાધુઓની મેં પૂજા કરી છે તેવો વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય છે તે બતાવવા માટે પ્રષિ ઇત્યાદિ આગમવચન છે. લલિતવિસ્તરા : एवंभूतश्चायमाशय इति, तदाऽपरागतहर्षादिलिङ्गसिद्ध वश्रावकस्य विज्ञेय इति, एवमात्मनि गुरुषु च बहुवचनमित्यपि सफलं वेदितव्यं, तत्तुल्यापरगुणसमावेशेन तत्तुल्यानां परमार्थेन तत्त्वात्, कुशलप्रवृत्तेश्च सूक्ष्माभोगपूर्वकत्वात्, अतिनिपुणबुद्धिगम्यमेतदिति पर्याप्तं प्रसङ्गेन। નો નિને નિમણ્ય તિ પારૂરૂાા
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy