SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નમો જિયાણ નિયાભથાણું ૧૧ सम्पदः-स्तोतव्यहेतुसंपदादय उक्तरूपास्तासामवबोधनार्थं, च, तेऽपि परिपूर्णसम्पद एवेति भावः। सङ्घपूजादौ-सङ्घचैत्यसाधुपूजादो, 'आशयव्याप्तिप्रदर्शनार्थं चेति तृतीयं कारणमिति। પંજિકાર્ય : “અનુલકરે ત્યાર .... રમતિ | અનુવાત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અનુદાર ચિતતા પ્રવર્તન માટે એકની પૂજાથી સર્વની પૂજા થાય છે એ કથન છે, તેથી વિશેષ વિષયવાળું છે, દિ=જે કારણથી, અનુદાર ચિત્તવાળો કૃપણતાને કારણે=બધાની પૂજા કરવા માટે અનુત્સાહી ચિતરૂપ કૃપણતાને કારણે, સર્વની પૂજા કરવા માટે અસમર્થ છતો એક પણ ભગવાનની પૂજા કરે નહિ, આથી તેવા અનુદાર ચિત્તવાળાને તેના પ્રવર્તન માટે=એકની પૂજા કરવા માટે પ્રવર્તન કરાવવા અર્થે wifમ ઈત્યાદિ કહેવાય છે. બીજા કારણને કહે છે – તેનાથી અન્યોની=પૂજ્યમાન એવા ભગવાનથી અન્ય ભગવાનોની, સર્વ સંપદાના પરિગ્રહ માટે સર્વ અર્થાત્ નિરવશેષ સંપદાઓ અર્થાત્ ઉક્તરૂપવાળી સ્તોતવ્યહેતુસંપદાદિ તેઓના અવબોધન માટે, તેઓ પણ=બધા ભગવાનો પણ, પરિપૂર્ણ સંપદાવાળા જ છે એ બોધ કરાવવા માટે કિ ઇત્યાદિ કહેવાય છે એમ અવય છે. અને સંઘપૂજાદિમાં=સંઘ-ચૈત્ય-સાધુ-પૂજાદિમાં આશયની વ્યાપ્તિના પ્રદર્શન માટે કિ ઇત્યાદિ કહેવાય છે, એ ત્રીજું કારણ છે. ભાવાર્થ - પૂર્વમાં કહ્યું કે અનંતા સિદ્ધોને એક નમસ્કાર કરવાથી આશયની નિર્મળતા થાય છે અને એક સિદ્ધને નમસ્કાર કરવાથી તે પ્રકારના આશયની નિર્મળતા થતી નથી, ત્યાં શંકા થાય છે તો પછી એક ભગવાનની પૂજા કરવાથી સર્વ ભગવાનની પૂજા થાય છે તેમ કેમ કહ્યું ? અર્થાત્ તેમ કહેવામાં વિરોધ છે; કેમ કે એમ કહેવાથી એ જ પ્રાપ્ત થાય કે કોઈ જીવ એક સિદ્ધને નમસ્કાર કરે તોપણ સર્વ સિદ્ધોને નમસ્કાર પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વના કથન સાથે એકની પૂજાથી સર્વની પૂજાનું કથન વિરોધ પામે છે, વળી, તે પ્રકારનું આગમ વિદ્યમાન છે અને તે આગમ જ બતાવે છે – “એક ભગવાનની પૂજા કરાય છતે સર્વની પૂજા થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારનું આગમવચન વિશેષ વિષયવાળું છે અર્થાત્ ભિન્ન દૃષ્ટિથી છે, તેથી પૂર્વના કથન સાથે આ કથનનો વિરોધ નથી. જેમ કોઈ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી કહે કે આત્મા નિત્ય છે, તો વળી, કોઈ અન્ય પર્યાયને જોનારી દૃષ્ટિથી આત્માને અનિત્ય કહે તો તે બે કથનોમાં પરસ્પર વિરોધ નથી, તેમ પ્રસ્તુતમાં અનંત સિદ્ધોને એક નમસ્કાર કરવાથી ભાવવિશેષ થાય છે તે બતાવવા માટે પૂર્વનું કથન છે અને આગમમાં એકની પૂજાથી સર્વની પૂજા થાય છે તે અન્ય વિશેષ વિષયને બતાવવા માટે છે, તે જ વિશેષ વિષય સ્પષ્ટ કરતાં કહે છે – ૧. અનુદાર ચિત્તના પ્રવર્તન માટે ૨. અન્ય તીર્થકરોની પણ સમાન જ સર્વ સંપદાઓ છે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy