SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નમો જિહાણ જિયભયાણ ૧૮૩ સંસારી જીવોનો સંસાર પર્યાય બ્રહ્મ વિચટનાદિ કોઈનાથી પણ પ્રવૃત્ત નથી, પરંતુ સહજ અનાદિકાળથી છે અર્થાત્ જ્યારથી જીવનું અસ્તિત્વ છે ત્યારથી જીવને સંસાર પર્યાયની પ્રાપ્તિ છે અને જે મહાત્મા સંસાર પર્યાયના વાસ્તવિક સ્વરૂપને જાણીને અને સંસાર પર્યાયને કારણે પોતાની થતી કદર્થનાને જાણીને સંસાર પર્યાયના ઉચ્છેદના ઉપાયભૂત ભાવથી અસંગ પરિણતિને પ્રગટ કરવા યત્ન કરે છે તેનાથી સંસાર પર્યાયનો ક્ષય થાય છે અને સંસાર પર્યાયના ક્ષયનો તેવો જ સ્વભાવ છે જેથી ફરી સંસાર પર્યાયની પ્રાપ્તિ થાય નહિ, તેથી સંસાર પર્યાયનો ક્ષય થવાને કારણે પૂર્વમાં કહેવાયેલા શિવ-અચલ આદિ વિશેષણોવાળા સ્થાનની પ્રાપ્તિ દ્વારા નિરુપચરિત જિતભયત્વની પ્રાપ્તિ થાય છે, કેમ કે તે સ્થાનની પ્રાપ્તિ થવાથી શક્તિરૂપથી પણ સર્વથા ભવનો પરિક્ષય થાય છે, આથી જ સિદ્ધમાં ગયેલા જીવો ક્યારેય ફરી સંસાર પર્યાયને પ્રાપ્ત કરતા નથી, તેથી મુક્ત થયા ત્યારથી સદા માટે તેઓને સંસારના કોઈ ઉપદ્રવો નથી, વળી ભવિષ્યમાં પણ ઉપદ્રવો થવાની શક્તિ તેઓમાં નથી, તેથી સર્વ પ્રકારે ભયનો પરિક્ષય થવાને કારણે સિદ્ધના જીવોને નિરુપચરિત જિતભયત્વ છે. લલિતવિસ્તરા : न'सकृद्विचटनस्वभावत्वकल्पनयाऽद्वैतेऽप्येवमेवादोष' इति न्याय्यं वचः, अनेकदोषोपपत्तेः, तथाहितद्विचटनं शुद्धादशुद्धाद्वा ब्रह्मणः? इति निरूपणीयमेतत्, शुद्धविचटने कुतस्तेषामिहाशुद्धिः? अशुद्धविचटने तु तत्र लयोऽपार्थकः, न चैवमेकमविभागं च तदिति, अनेकत्वे च परमताङ्गीकरणमेव, तद्विभागानामेव नीत्या आत्मत्वादिति। લલિતવિસ્તરાર્થ : એક વખત વિચટનના સ્વભાવતની કલ્પનાથી=બ્રહાનો એક વખત જ વિચટનનો સ્વભાવ છે પરંતુ સાધના કરીને મુક્ત થયેલાને ફરી વિચટન કરે નહિ એવા સ્વભાવની કલ્પનાથી, અદ્વૈતમાં પણ=બ્રહ્માદ્વૈતમાં પણ, આ રીતે જ જે રીતે તમે અર્થાત્ સ્યાદ્વાદી સ્વીકારો છો એ રીતે જ, અદોષ છે એ પ્રકારે ન્યાયવચન નથી; કેમ કે અનેક દોષની ઉપપત્તિ છે, તે આ પ્રમાણે – તે વિચટન=એક વખત વિચટન, શુદ્ધ બ્રહાથી થાય છે અથવા અશુદ્ધ બ્રહ્મથી થાય છે એ નિરૂપણીય છે=એક વખત થતું વિચહ્ન વિચારણીય છે, શુદ્ધથી વિચટનમાં શુદ્ધ બ્રહથી સંસારી જીવોના પૃથભાવમાં, શેનાથી તેઓની=સંસારી જીવોની, અહીં=સંસારમાં, અશુદ્ધિ છે? વળી, અશુલ્થી વિચટનમાં-અશુદ્ધ બ્રહથી સંસારી જીવોના પૃથભાવમાં, ત્યાં બ્રહામાં, લય અપાર્થક છે. અને આ રીતે=પરમબ્રહ્મથી સંસારી જીવોનું વિચટન સ્વીકારાયે છતે, એક=અદ્વિતીય, અને અવિભાગ તે=પરમબ્રહ્મ, નથી અને અનેકપણામાં પરમતનું અંગીકરણ જ છે; કેમ કે તેના વિભાગોને જ નીતિથી આત્મપણું છે–પરમબ્રહ્મના વિભાગોને જ યુક્તિથી ક્ષેત્રાપણું છે.
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy