SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સિવમયલ-સંપત્તાણ ૧૭૫ इति, सम्यग्-अशेषकर्मविच्युत्या, स्वरूपगमनेन परिणामान्तरापत्त्या प्राप्ताः, न विभूनां नित्यानां चैवं प्राप्तिसंभवः, सर्वगतत्वे सति सदैकस्वभावत्वात्, विभूनां सदा सर्वत्र भावः, नित्यानां चैकरूपतयावस्थानं, तद्भावाव्ययस्य नित्यत्वात्, अतः क्षेत्रासर्वगतपरिणामिनामेवैवंप्राप्तिसंभव इति भावनीयम्, तत् तेभ्यो नम इति क्रियायोग इति।।३२॥ લલિતવિસ્તરાર્થ : અહીં પ્રસ્તુત પદમાં, આમાં રહે છે એ સ્થાન છે, વ્યવહારથી સિદ્ધિનું ક્ષેત્ર છે; કેમ કે અહીં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે, એ પ્રમાણે વચન છે, વળી, નિશ્ચયથી તેનું સ્વરૂપ જ સ્થાન છે=આત્માનું સ્વરૂપ જ સ્થાન છે; કેમ કે સર્વ ભાવો પોતાના ભાવમાં રહે છે, એ પ્રકારનું વચન છે, આને જ વ્યવહારનય અને નિશ્ચયનયને અભિમત સ્થાનને જ, વિશેષિત કરે છે – ત્યાં=સિદ્ધિગતિ સ્થાનનાં વિશેષણો આપ્યાં તેમાં, શિવ એ સર્વ ઉપદ્રવ રહિતપણું હોવાથી શિવ છે અને સ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાથી રહિતપણું હોવાને કારણે સિદ્ધના જીવો સ્વાભાવિક ચલનચિાવાળા નથી અને પ્રાયોગિક ચલનક્રિયાવાળા નથી તે કારણે, ન ચલ અચલ છે અને રાજા શબ્દથી વ્યાધિ વેદનાનું કથન છે અને તેથી અવિધમાન રુજ અરુજ છે= ભગવાને પ્રાપ્ત કરેલું રસ્થાન રોગ રહિત છે; કેમ કે તેના નિબંધન એવા શરીર અને મનનો અભાવ છે અને આને અંત વિધમાન નથી=મુક્ત આત્માના સ્થાનને અંત વિધમાન નથી, એથી અનંત છે; કેમ કે કેવલ આત્માનું અનંતપણું છે મુક્ત અવસ્થામાં કર્મ-શરીર વગેરેથી રહિત મુક્ત આત્મા છે તેથી કેવલ આત્મા છે અને તે અંત વગર રહેનાર હોવાથી અનંતપણું છે, અને આનો ક્ષય વિધમાન નથી સિદ્ધ અવસ્થાના સ્થાનનો ક્ષય વિધમાન નથી, એથી અક્ષય છે; કેમ કે વિનાશના કારણનો અભાવ છે સંસારી જીવોને તે તે ભવનો ક્ષય થાય છે તેમાં આયુષ્ય ક્ષયરૂપ વિનાશનું કારણ છે તેમ મુક્ત અવસ્થામાં વિનાશનું કોઈ કારણ નથી, માટે અક્ષય છે, સતત છે=અનશ્વર છે એ પ્રકારનો અક્ષય શબ્દનો અર્થ છે, અને અવિધમાન વ્યાબાધાવાળું અવ્યાબાધ છે; કેમ કે અમૂર્તપણું છે. અહીં પ્રશ્ન થાય કે કેમ અમૂર્ત છે ? માટે બાધા નથી તેમ કહેવાય છે, તેથી બીજો હેતુ કહે છે – તસ્વભાવપણું છે અમૂર્ત આત્માનું બાધા ન પામે તેવું સ્વભાવપણું છે, એ પ્રકારની ભાવના છે અને જ્યાંથી ફરી આવૃત્તિ નથી તે અપુનરાવૃત્તિ છે. આવૃત્તિ શું છે ? તે સ્પષ્ટ કરે છે – આવર્તન આવૃત્તિ છે, ભવરૂપી સમુદ્રમાં તે તે પ્રકારે આવર્તન એ આવૃત્તિ છે=સંસારી જીવો ભવરૂપી સમુદ્રમાં નર-નારકાદિ તે તે ભાવો રૂપે આવર્તન પામે છે તે આવૃત્તિ છે એ પ્રકારનો અર્થ છે અને જે રસ્થાનથી ફરી આવૃત્તિ નથી તે અપુનરાવૃત્તિ સ્થાન છે એમ અન્વય છે, અને સિદ્ધ થાય છેકનિષ્ઠિત અર્થવાળા થાય છે, આમાં પ્રાણીઓ એ લોકાંત ક્ષેત્રસ્વરૂપ સિદ્ધિ છે અને તે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy