SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ લલિતવિસ્તરા ભાગ-૨ રૂપે સર્વ ધર્મોને ગ્રહણ કરતાં નથી, પરંતુ દર્શન સામાન્ય ધર્મ વિશિષ્ટ જ પદાર્થને ગ્રહણ કરે છે, તેથી દર્શન અસર્વાર્થવિષયવાળું છે અને જ્ઞાન પણ વિષમતાધર્મ વિશિષ્ટ જ વસ્તુને ગ્રહણ કરે છે, તેથી જ્ઞાન પણ અસર્વાર્થવિષયવાળું છે, તેથી જ્ઞાન-દર્શન બંનેને પૃથક રૂપે સર્વાર્થવિષયવાળા કહી શકાય નહિ, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ સ્યાદ્વાદી સ્વીકારતા નથી, તેથી ધર્મો સ્વરૂપ જ ધર્મ છે, માટે જ્ઞાન જ્યારે વિષમતાધર્મ વિશિષ્ટ વસ્તુને જાણે છે ત્યારે પણ સમાનતારૂપ ધર્મો ગૌણરૂપે તે વસ્તુમાં જણાય જ છે, તેથી કેવલજ્ઞાનમાં દ્રવ્યથી પૃથક રૂપે પર્યાય જણાતા નથી, પરંતુ દ્રવ્ય સાથે સંશ્લિષ્ટ સ્વરૂપવાળા જ પર્યાયો જણાય છે, તેથી જ્ઞાનનો વિષય પણ સર્વ દ્રવ્યોથી સંશ્લિષ્ટ તે તે દ્રવ્યના પર્યાયો છે, માટે જ્ઞાન સર્વાર્થવિષયવાળું છે, વળી, દર્શનથી સતાધર્મ વિશિષ્ટ પદાર્થોને કેવલી જુએ છે ત્યારે પણ તે દ્રવ્યો વિષમતા ધર્મથી પૃથફ નથી, પરંતુ કેવલીને વિષમતાધર્મથી સંશ્લિષ્ટ જ તે સમતાધર્મવાળી વસ્તુ દેખાય છે, તેથી કેવલદર્શનના વિષયમાં પણ સર્વ વિષમતા ધર્મો ગૌણરૂપે છે અને સમતાધર્મો મુખ્યરૂપે છે, માટે કેવલદર્શન પણ સર્વાર્થવિષયવાળું છે. આ જ પદાર્થને સ્પષ્ટ કરતાં કહે છે – જીવનો જોવાનો અને જ્ઞાન કરવાનો સ્વભાવ છે, તેથી ગૌણ કરાયા છે વિશેષ ધર્મો જેમાં અને પ્રધાન કરાયા છે. સામાન્ય ધર્મો જેમાં એવા અર્થને ગ્રહણ કરે છે અને દર્શન કહેવાય છે, અને ગૌણ કરાયું છે સામાન્ય જેમાં અને પ્રધાન કરાયું છે વિશેષ જેમાં એવા અર્થનું ગ્રહણ જ્ઞાન કહેવાય છે, તેથી કેવલજ્ઞાન પણ સર્વ દ્રવ્ય સર્વ પર્યાય વિષયવાળું છે અને કેવલદર્શન પણ સર્વ દ્રવ્ય સર્વ પર્યાય વિષયવાળું છે, માટે કેવલજ્ઞાન, કેવલદર્શન સર્વાર્થ વિષયવાળાં છે એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. લલિતવિસ્તરા - अपर आह- 'मुक्तात्मनोऽमूर्त्तत्वात् ज्ञानस्यापि तद्धर्मत्वेन तत्त्वाद् विषयाकारताऽयोगतस्तत्त्वतो ज्ञानाभावः, निस्तरङ्गमहोदधिकल्पो ह्यसौ, तत्तरङ्गतुल्याश्च महदादिपवनयोगतो वृत्तय इति तदभावातदभावः, एवं सर्वज्ञत्वानुपपत्तिरेवेति', एतदप्यसत्, विषयग्रहणपरिणामस्याकारत्वात्, तस्य चामूर्तेऽप्यविरोधात्, अनेकविषयस्यापि चास्य संभवात्, चित्रास्तरणादौ तथोपलब्धेरिति। લલિતવિસ્તરાર્થ - અપર=સાંખ્ય, કહે છે–પ્રશ્ન કરે છે – મુક્ત આત્માનું અમૂર્તપણું હોવાથી જ્ઞાનનું પણ તદ્ધર્મપણું હોવાને કારણે મુક્ત આત્માનું ધર્મપણું હોવાને કારણે, (જ્ઞાનનું પણ) અમૂર્તપણું હોવાથી, વિષય આકારતાનો અયોગ હોવાને કારણે=અમૂર્ત એવા જ્ઞાનમાં ઘટ-પટાદિ આકારનો અયોગ હોવાને કારણે, તત્ત્વથી જ્ઞાનનો અભાવ છે=મુક્ત આત્માઓને જ્ઞાનનો અભાવ છે. કેમ જ્ઞાનનો અભાવ છે તે સાંખ્યદર્શનકાર યુક્તિથી સ્પષ્ટ કરે છે – નિસ્તરંગ મહોદધિ જેવો આ મુક્તાત્મા છે, અને તેના તરંગતુલ્ય=સમુદ્રના તરંગતુલ્ય, મહદ્
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy