SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૪ લલિતવિસ્તરા ભાગ-૨ ભાવાર્થ : પ્રસ્તુત સંપદામાં અત્યાર સુધી વર્ણન કર્યું એનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાન પોતે જિન છે અને તેમનું આલંબન લેનારને જિતાડનારા છે અર્થાત્ ભગવાને ઘાતકર્મોને જીત્યા છે અને ભગવાનનું આલંબન લઈને જેઓ યત્ન કરે છે તેઓને જિતાડનારા છે. વળી, ભગવાન સંસારસમુદ્રથી તરેલા છે અને તેમનું આલંબન લેનારા જીવોને તારનારા છે, તેથી સંસારથી ભય પામેલા જીવોએ ભગવાનની તીર્ણ અવસ્થાનું દઢ અવલંબન લઈને યત્ન કરવો જોઈએ, જેથી ભગવાન તેઓના તારક બને. વિળી, ભગવાન જગતના પૂર્ણ સ્વરૂપને યથાર્થ જાણનારા છે, તેથી બુદ્ધ છે અને ભગવાનના વચનનું અવલંબન લઈને જેઓ માર્ગાનુસારી યત્ન કરે છે તેઓને બોધ કરાવનારા છે અર્થાતુ પોતાના તુલ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા છે. વળી, ભગવાન સર્વ કર્મોથી મુક્ત છે અને તેમનું આલંબન લેનારા યોગ્ય જીવોને સર્વ કર્મોથી મુકાવનારા છે, તેથી ભગવાને જિનાદિ ભાવોથી પોતાનું હિત કર્યું છે અને જાપકાદિ ભાવોથી પરનું હિત કરે છે, માટે ભગવાન પોતાના તુલ્ય બીજા જીવોમાં ફલન કરનારા છે તેવી સંપદાની સિદ્ધિ થાય છે અને જેઓ જિણાણે જાવયાણ આદિ પદો દ્વારા ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તે રીતે સ્તુતિ કરે છે તેમાં પણ તેઓના પ્રણિધાનને અનુરૂપ ભગવાનતુલ્ય થવામાં બાધક કર્મો નાશ પામે છે. સંપદા-દા અવતરણિકા - एतेऽपि बुद्धियोगज्ञानवादिभिः कापिलैरसर्वज्ञा असर्वदर्शिनश्चेष्यन्ते, 'बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते' इति वचनात्, एतनिराकरणायाह - અવતરણિકાર્ય : બુદ્ધિના યોગથી જ્ઞાનને સ્વીકારનારા કપિલના શિષ્યો વડે આ પણ=ભગવાન પણ, અસર્વજ્ઞ અને અસર્વદર્શી ઈચ્છાય છે; કેમ કે બુદ્ધિઅધ્યવસિત અર્થને પુરુષ જાણે છે, એ પ્રકારનું વચન છે, એના કપિલ દર્શનના મતના, નિરાકરણ માટે કહે છે – પંજિકા :__'बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते' इति, अत्र हि सांख्यप्रक्रियाः-सत्त्वरजस्तमोलक्षणास्त्रयो गुणाः, तत्साम्यावस्था प्रकृतिः, सैव च प्रधानमित्युच्यते, प्रकृतेर्महान्, महदिति बुद्धराख्या, महतोऽहङ्कारः आत्माभिमानः, ततः पञ्च बुद्धीन्द्रियाणि श्रोत्रादीनि, वाक्पाणिपादपायूपस्थलक्षणानि पञ्चैव कर्मेन्द्रियाणि, एकादशमिच्छारूपं मनः, तथा पञ्च तन्मात्राणि गन्धरसरूपस्पर्शशब्दस्वभावानि, तन्मात्रेभ्यश्च यथाक्रम भूप्रभृतीनि पञ्च महाभूतानि प्रवर्तन्ते इति, अत्र च प्रकृतिविकारत्वेनाचेतनापि बुद्धिश्चैतन्यस्वतत्त्व
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy