SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મુત્તાણં મોયગાણું પ્રકારની ન્યાયમુદ્રા છે. આ કથનથી શું સિદ્ધ થયું ? તે સ્પષ્ટ કરતાં કહે છે આ રીતે=૫રમપુરુષ અને મુક્ત એ બેના એકીભાવમાં અન્યતરના અભાવની પ્રાપ્તિ છે એ દોષ છે ઉપચય સ્વીકારવાથી નવી સત્તાની પ્રાપ્તિ છે એ રીતે, સામાન્યથી મુક્તાદિ જીવોનો પરમપુરુષમાં કે આકાશમાં લય નથી જ, એ પ્રકારે લયનો નિષેધ કર્યો એ સ્યાદ્વાદની દૃષ્ટિ છે; કેમ કે પદાર્થને વાસ્તવિક જોનારી દૃષ્ટિ છે અને તેમ કરવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં મૂઢતારૂપ જે એકાંત નૃષ્ટિ તે રૂપ જે મોહવિષ પ્રસાર પામતો હતો તેને અટકાવવા માટે પદાર્થના વાસ્તવિક અવલોકનરૂપ સ્યાદ્વાદદ્દષ્ટિ કટકબંધ છે, તેથી જેમ પ્રસ્તુતમાં મુક્ત આત્મા કેવા સ્વીકા૨વા જોઈએ તે અનુભવ અને યુક્તિ અનુસાર બતાવ્યું, તે રીતે સ્યાદ્વાદીએ સર્વ પદાર્થોનું નિપુણપ્રજ્ઞાપૂર્વક સ્યાદ્વાદદ્દષ્ટિથી અવલોકન કરવું જોઈએ, જેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાની અંતર્ચક્ષુને બંધ કરીને મૂઢતાથી પદાર્થને જોવાથી આત્મામાં જે અજ્ઞાનવિષ પ્રસરે છે તે અજ્ઞાનવિષ વિસ્તાર પામતું અટકે છે, તે કારણથી=અત્યાર સુધી યુક્તિથી સ્થાપન કર્યું તેવું મુક્તાત્માનું સ્વરૂપ છે તે કારણથી, આ રીતે=ઉક્તનીતિથી, નિમિત્તકર્તૃત્વ દ્વારા અને પરભાવની નિવૃત્તિ દ્વારા તત્ત્વથી મુક્ત આત્માની સિદ્ધિ છે. ૫૩ આશય એ છે કે મુક્ત થયેલા જીવો કોઈ બાહ્ય ભાવોને ક૨તા નથી, પરંતુ મુક્ત આત્માઓનું અવલંબન લઈને સંસારી જીવોમાંથી જે યોગ્ય જીવો છે તેઓ જ્યારે પરમાત્માની પૂજા કરે છે ત્યારે સિદ્ધના જીવોની નિષ્કલ અવસ્થાનું સ્મરણ કરે છે, તેના કારણે તેઓમાં સિદ્ધ અવસ્થાનું પરિશુદ્ધ પ્રણિધાન પ્રગટે છે અર્થાત્ જેવા આ સિદ્ધ ભગવંતો છે તેવા જ નિષ્કલ સ્વરૂપવાળા મારે થવું છે, તેથી તેઓના ગુણોમાં લીન થવા માટે હું દઢ મનોવ્યાપારવાળો થાઉં, તે પ્રકારે પ્રણિધાન કરે છે અને ત્યારપછી પરમપુરુષમાં તન્મય થવા માટે જે યત્ન કરે છે તે પ્રકારની પ્રવૃત્તિનું આલંબન સિદ્ધના જીવો છે, તેથી તેઓમાં નિમિત્તકર્તૃત્વ છે અને મુક્ત થયેલા જીવો પરમપુરુષમાં લય પામતા નથી, પરમપુરુષ સદશ રૂપવાળા થઈને સિદ્ધશિલા ઉપર રહે છે, તેથી તેઓને પરમપુરુષરૂપ પરભાવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પરમપુરુષ તુલ્ય સ્વ સ્વરૂપમાં રહે છે. તે બંને દ્વારા નિમિત્તકર્તૃત્વ અને પરભાવની નિવૃત્તિ દ્વારા, મુખ્ય વૃત્તિથી ભગવાનની મુક્તાદિની સિદ્ધિ છે=ભગવાન મુક્ત થઈને સિદ્ધશિલામાં રહે છે અને યોગ્ય જીવોને તેમના અવલંબનથી મુક્ત કરાવનાર છે, તેની સિદ્ધિ છે. II૩૦ll લલિતવિસ્તરા : एवं जिनजापकतीर्णतारकबुद्धबोधकमुक्तमोचकभावेन स्वपरहितसिद्धेः, आत्मतुल्यपरफलकर्तृत्वसंपदिति ॥८॥ લલિતવિસ્તરાર્થઃ આ રીતે=પ્રસ્તુત સંપદામાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, જિનજાપક, તીર્ણતારક, બુદ્ધબોધક, મુક્તમોચક ભાવથી સ્વ-પરના હિતની સિદ્ધિ હોવાથી આત્મતુલ્ય પરફલકત્વની સંપદા છે. IIII
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy