________________
૧૪૬.
લલિતવિક્તા ભાગ-૨ રીતે પૂર્વનું કથન ઘટે નહિ, તોપણ ઇન્દ્રિયની જેમ અજ્ઞાત સ્વરૂપવાળી પ્રત્યક્ષ બુદ્ધિ સ્વકાર્ય કરે છે એમ મીમાંસક કહે છે, એ પણ અયુક્ત જ છે. આશય એ છે કે ઇન્દ્રિયો સ્વયં પ્રતીત થતી નથી, તોપણ ઇન્દ્રિયથી ઘટાદિનું જ્ઞાન પ્રત્યક્ષ થાય છે તેમ ઇન્દ્રિયથી થનારી બુદ્ધિ પણ સ્વયં પ્રતીત થતી નથી તો પણ તે બુદ્ધિ અર્થનું પ્રત્યક્ષ કરશે તેમ સ્વીકારી શકાશે, જેમ સંસારી જીવોને પોતાની અંતરંગ ચક્ષુ સ્વયં પ્રતીત થતી નથી, છતાં તે ચક્ષુથી દેખાતો ઘટ પ્રત્યક્ષ થાય છે તેમ ચક્ષુથી બોધ કરનારને ઘટનું જ્ઞાન થાય છે છતાં તે ઘટના જ્ઞાનની તેને પ્રતીતિ થતી નથી, તો પણ તેને બુદ્ધિથી બાહ્ય ઘટ પ્રત્યક્ષ દેખાય છે, માટે ઘટના પ્રત્યક્ષના બળથી પોતાને બુદ્ધિ ઉત્પન્ન થઈ છે તેમ અનુમાન થઈ શકશે, એમ મીમાંસક કહે છે તે પણ અયુક્ત જ છે. કેમ અયુક્ત છે એમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – ઇન્દ્રિયનું જે પ્રત્યક્ષરૂપ કાર્ય છે તેની સાથે બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાનું વૈધર્મ છે, એથી તે દૃષ્ટાંતના બળથી બુદ્ધિને ઇન્દ્રિયની જેમ પરોક્ષ સ્વીકારી શકાય નહિ. કેવા પ્રકારનું વૈધર્મ છે ? તે સ્પષ્ટ કરે છે – ઇન્દ્રિયોની સન્મુખ વિષય પ્રાપ્ત થાય છે ત્યારે ઇન્દ્રિયોને વિષયની પ્રતીતિ થાય છે, પરંતુ ઇન્દ્રિય પોતે જ્ઞાન કરતી નથી પણ ઉપલબ્ધ એવા વિષયને ગ્રહણ કરવામાં વ્યાપારરૂપ હોય છે તે ઇન્દ્રિયની અર્થપ્રત્યક્ષતા છે અર્થાત્ અર્થનો પરિચ્છેદ માત્ર કરે છે, ઇન્દ્રિયો સ્વયં બોધ કરતી નથી, જ્યારે બોધ કરનાર પુરુષની બુદ્ધિમાં વિષયની ઉપલભ્યમાનતા જ અર્થપ્રત્યક્ષતા છે.
તેથી એ ફલિત થાય કે બોધ કરનાર પુરુષને ઘટના આકાર પરિણત બુદ્ધિ છે તે જ્ઞાનસ્વરૂપ છે, તેથી જ્ઞાનમાં વિષય ઉપલભ્યમાન છે અને ઇન્દ્રિય વિષયની સાથે સંપર્કને પામે છે ત્યારે ઉપલબ્ધ એવી વસ્તુના ગ્રહણને અનુકૂળ વ્યાપારરૂપ જ ઇન્દ્રિયની અર્થપ્રત્યક્ષતા છે અર્થાત્ આ પટથી વિલક્ષણ એવો આ ઘટ છે એ પ્રકારે ગ્રહણ કરવામાં વ્યાપારવાળી ઇન્દ્રિય હોય છે અને તેના કારણે બોધ કરનાર પુરુષની બુદ્ધિમાં વિષયનો ઉપલંભ થાય છે, તેથી ઇન્દ્રિય સાક્ષાત્ સ્વસંવેદનરૂપ નહિ હોવા છતાં ઘટાદિ વસ્તુના પરિચ્છેદનના જ વ્યાપારવાળી હોય છે અને તે અર્થનો યથાર્થ બોધ બુદ્ધિમાં થાય છે, તેથી ઇન્દ્રિય અને બુદ્ધિમાં સાધર્મ નથી, માટે ઇન્દ્રિયના દૃષ્ટાંતથી બુદ્ધિને પરોક્ષ સ્વીકારી શકાય નહિ, આ પ્રકારે નીતિથી વિચારીએ તો= યુક્તિથી વિચારીએ તો, ભગવાનમાં બુદ્ધત્વ અને બોધકત્વની સિદ્ધિ થાય છે. રિલા અવતરણિકા:
एतेऽपि जगत्कर्तृलीनमुक्तवादिभिः सन्तपनविनेयैस्तत्त्वतोऽमुक्तादय एवेष्यन्ते, ‘ब्रह्मवद् ब्रह्मसङ्गतानां स्थिति रितिवचनात् एतनिराचिकीर्षयाऽह - અવતરણિકાર્ચ -
જગકર્તામાં લીન મુક્તવાદી સંતપન શિષ્યો વડે આ પણ=ભગવાન પણ, તત્ત્વથી અમુક્તાદિ જ ઈચ્છાય છે; કેમ કે બ્રહ્માની જેમ બ્રહાસંગત જીવોની સ્થિતિ છે, એ પ્રકારનું વચન છે, એનું= જગત્કર્તામાં લીન મુક્તવાદીના મતનું, નિરાકરણ કરવાની ઈચ્છાથી કહે છે –