SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ લલિતવિસ્તરા ભાગ-૨ પણ દેખાતું નથી, તેથી નક્કી થાય કે વિશેષ વિદ્યમાન હોય તો તેમાં વર્તતા સામાન્યનો બોધ થઈ શકે અને ઘટનું પ્રત્યક્ષ થયા પછી જ્ઞાત ઘટને જોઈને મને ઘટનું જ્ઞાન થયું છે તેવો બોધ ઉત્તરમાં કરવો હોય તો તે જ્ઞાનવિશેષ વિદ્યમાન હોય તો જ તેમાં વર્તતા સામાન્યનો બોધ થઈ શકે, પરંતુ જે જ્ઞાનવિશેષનું પોતાને સંવેદન જ નથી તેનો સામાન્યથી પણ બોધ થઈ શકે નહિ, જેમ કોઈ વૃક્ષવિશેષનો જેને ક્યારેય બોધ થયો ન હોય તેને તે સર્વ વૃક્ષવિશેષમાં વર્તતા વૃક્ષ સામાન્યનો બોધ થઈ શકે નહિ. એથી મીમાંસક બુદ્ધિને અસ્વસંવિદિત સ્વીકારીને તે બુદ્ધિનો અનુમાનની બુદ્ધિથી કે આગમની બુદ્ધિથી બોધ થાય છે તેમ માને તે અસંગત છે, માટે બોધને સ્વસંવિદિત જ માનવો જોઈએ અને ભગવાન સ્વસંવિદિત જ્ઞાનના બળથી જ જીવાદિ તત્ત્વના બોધના સ્વરૂપવાળા હતા, માટે બુદ્ધ હતા તેમ માનવું જોઈએ. લલિતવિસ્તરા : नार्थप्रत्यक्षता लिङ्ग, यत् प्रत्यक्षपरिच्छेद्योऽर्थ एवार्थप्रत्यक्षता, प्रत्यक्षकर्मरूपतामापत्रोऽर्थ एव, न चेयमस्य विशिष्टावस्था विशेषणाप्रतीतौ प्रतीयत इति परिभावनीयम्। લલિતવિસ્તરાર્થ - અર્થપ્રત્યક્ષતા લિંગ નથી ઘટનું જ્ઞાન થાય છે ત્યારે અર્થમાં રહેલી પ્રત્યક્ષતા પરોક્ષ એવા ઘટના જ્ઞાનનું લિંગ નથી, જે કારણથી પ્રત્યક્ષથી પરિચ્છેદ્ય અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે. તે અર્થપ્રત્યક્ષતાને જ સ્પષ્ટ કરે છે – પ્રત્યક્ષજ્ઞાનની કર્મરૂપતાને પામેલો ઘટાદિ અર્થ જ છે અને આની અર્થની, આ વિશિષ્ટ અવસ્થા=પ્રત્યક્ષજ્ઞાનના વિષયરૂપ વિશિષ્ટ અવસ્થા, વિશેષણની અપ્રતીતિમાં=પ્રત્યક્ષજ્ઞાનરૂપ વિશેષણની અપ્રતીતિમાં, પ્રતીત થતી નથી એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ. પંજિકા : किञ्च साध्याविनाभाविनो लिङ्गानिश्चितात् साध्यनिश्चायकमनुमानं, न चात्र तथाविधं लिङ्गमस्ति, तथा चाह न=नैव, अर्थप्रत्यक्षता=लिङ्गान्तरासम्भवेनापरैलिंगतया कल्पिता वक्ष्यमाणरूपा-अर्थप्रत्यक्षता, लिङ्गहेतुर्बुद्धिग्राहकानुमानस्य, कुत इत्याह- यद्-यस्मात्, प्रत्यक्षपरिच्छेद्योऽर्थ एव, न तु तत्परिच्छेदोऽपि, अर्थप्रत्यक्षता लिङ्गमभिमता, एतदेव स्पष्टयति- प्रत्यक्षकर्मरूपतां प्रत्यक्षस्य-इन्द्रियज्ञानस्य, कर्मरूपतांविषयताम्, आपन्नोऽर्थ एव, न तु तद्व्यतिरिक्तं किञ्चित्, यदि नामैवं ततः किमित्याह- 'न च' इयं प्रत्यक्षता, अस्य अर्थस्य, विशिष्टावस्था प्रत्यक्षज्ञानविषयभावपरिणतिरूपा, विशेषणाप्रतीतौ विशेषणस्य-प्रत्यक्षज्ञानस्य, अप्रतीतौ-असंवेदने, प्रतीयते निश्चीयते, इति परिभावनीयम्, न हि प्रदीपादिप्रकाशाप्रतीतौ तत्प्रकाशितघटादिप्रतीतिरुपलभ्यते, न चान्वयव्यतिरेकाभ्यामनिश्चिताद्धेतोः साध्यप्रतीतिरिति।
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy