SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ બુદ્ધાણં બોહવાણ છે – તદાત્મકપણું છે–સામાન્યનું વ્યક્તિરૂપ જ્ઞાનસ્વભાવપણું છે. અહીં પ્રશ્ન થાય કે વ્યક્તિરૂપ જ્ઞાનસ્વભાવપણું હોવાને કારણે પૂર્વના જ્ઞાનનું સામાન્ય અનુમાનાદિનો વિષય કેમ નથી ? એમાં હેતુ કહે છે – વ્યક્તિના અભાવમાં=જ્ઞાનરૂપ વ્યક્તિના અભાવમાં, તેનો અભાવ છે=સામાન્યનો અભાવ છે. અબ્યુચ્ચયને કહે છે–એ કથનને જ દઢ કરવા માટે કહે છે – વ્યક્તિના અગ્રહમાં તેના આધારભૂત અપરિચ્છિવમાન વ્યક્તિમાં સામાવ્યના આધારભૂત અજ્ઞાત એવી વ્યક્તિમાં, તેનો ગ્રહ=સામાનો ગ્રહ, નથી જ, કોઈક રીતે વ્યક્તિથી ભેદનો સ્વીકાર કરાયે છતે પણ=વિશેષરૂપ વ્યક્તિથી સામાન્યરૂપ વ્યક્તિનો ભેદ સ્વીકાર કરાયે છતે પણ, સામાન્યનો ગ્રહ નથી એમ અવય છે, કેવલ વ્યક્તિના અભાવમાં સામાન્યનો અભાવ નથી, પરંતુ વ્યક્તિના ગ્રહમાં તેનો ગ્રહ નથી, એ ગાર શબ્દનો અર્થ છે, આ પણ ચિંતન કરવું જોઈએ=પરિભાવિત કરવું જોઈએ; કેમ કે વૃક્ષાદિ વિશેષ પ્રમેયમાં આ રીતે જ વૃક્ષાદિ વિશેષ હોતે છતે સામાન્યનું ગ્રહણ થાય છે એ રીતે જ, દર્શન છે. ભાવાર્થ મીમાંસકો માને છે કે બાહ્ય પદાર્થ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે તે પ્રત્યક્ષ છે, તેથી ચક્ષુથી ઘટને જોવાથી જોનાર પુરુષને ઘટ પ્રત્યક્ષ દેખાય છે, ત્યારપછી તેને જણાય છે કે મા ધટો જ્ઞાતઃ તેથી જ્ઞાત ઘટને જોઈને તે અનુમાન કરે છે કે મને ઘટનું જ્ઞાન થયેલું, તેથી ઘટનું જ્ઞાન પરોક્ષ છે અને ઘટ પ્રત્યક્ષ છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અસ્વસંવિદિત એવી બુદ્ધિના અવગમમાં કોઈ ઉપાય નથી, કેમ કે અસ્વસંવિદિત બુદ્ધિ અનુમાનાદિ બુદ્ધિનો અવિષય છે અર્થાતુ જ્યારે ઘટ પ્રત્યક્ષ થયો ત્યારે બોધ કરનારને સ્વસંવિદિત બુદ્ધિ ન હોય તો જ્ઞાત ઘટના બળથી બુદ્ધિનો નિર્ણય થઈ શકે નહિ; કેમ કે પૂર્વની બુદ્ધિ અનુમાનાદિનો વિષય નથી. કેમ પૂર્વની જ્ઞાન વ્યક્તિ અનુમાનાદિનો વિષય નથી ? તેમાં યુક્તિ બતાવે છે – જ્યારે અનુમાન કરે છે ત્યારે પૂર્વની જ્ઞાનરૂપ વ્યક્તિનું અસત્ત્વ છે. કેમ પૂર્વની જ્ઞાનવ્યક્તિનું અસત્ત્વ છે? તેથી કહે છે – એક સાથે બે જ્ઞાનનો અસ્વીકાર છે અર્થાત્ બોધ કરનાર પુરુષને એક કાળમાં બે જ્ઞાનનો ઉપયોગ હોઈ શકે નહિ, તેથી પૂર્વનું જ્ઞાન જ્યારે હતું ત્યારે અનુમાનનું જ્ઞાન નથી અને જ્યારે અનુમાન કરે છે ત્યારે પૂર્વનું જ્ઞાન વિદ્યમાન નથી, તેથી અવિદ્યમાન એવા જ્ઞાનનું અનુમાન પાછળથી થઈ શકે નહિ, અહીં મીમાંસક કહે કે અનુમાનકાળમાં પૂર્વનું જ્ઞાન અવિદ્યમાન હોવા છતાં અનુમાનથી પૂર્વના જ્ઞાનનો બોધ સામાન્યથી થશે, તેથી જ્ઞાત ઘટને જોઈને પૂર્વમાં મને ઘટનું જ્ઞાન હતું તેમ અનુમાન થઈ શકશે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અનુમાન દ્વારા પૂર્વની જ્ઞાનવ્યક્તિનો સામાન્યરૂપે પણ બોધ થઈ શકે નહિ; કેમ કે સામાન્યનું વિશેષાત્મકપણું છે અને જ્ઞાનરૂ૫ વ્યક્તિવિશેષનું અગ્રહણ થાય તો તેમાં રહેલ સામાન્યનું પણ ગ્રહણ થઈ શકે નહિ, જેમ આંબો, લીમડો આદિ પ્રમેય એવા વૃક્ષવિશેષ કોઈ પણ વિદ્યમાન ન હોય તો તે સર્વમાં વર્તતું વૃક્ષત્વ સામાન્ય
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy