SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ લલિતવિસ્તરા ભાગ-૨ तद्भावेन=अतीतामृतभावेन भवति, कथमित्याह- मरणभावविरोधात्-मरणामरणयोरात्यन्तिको विरोध इतिकृत्वा। પંજિકાર્ય : ‘ત્તી નિવૃત્તી તી તેવાન્ ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આમjતરેલા એવા ભગવાનનું, જીવિત આવર્તની જેમ ભવઆવર્ત નથી જ=પૂર્વમાં અનુભવેલા એવા જીવિતનું ફરી ભવનની જેમ કમષ્ટકના ઉદય સ્વરૂપ ક્ષીણ ભવનો પૂર્વમાં કહેલા સ્વરૂપવાળો આવર્ત નથી જ, કથા કારણથી?=કયા કારણથી ભવનો આવર્ત નથી? એથી કહે છે – નિબંધનનો અભાવ હોવાથી=વસ્થમાણ હેતુરૂપ તિબંધનનો અભાવ હોવાથી, ફરી ભવનું આવર્ત નથી એમ અવય છે. આને જ તીર્ણ એવા ભગવાનને ફરી ભવનો આવર્ત નથી એને જ, ભાવન કરે છે – હિં=જે કારણથી, આનેત્રતીર્ણનેeતીર્ણ એવા ભગવાનને, આયુષ્કાંતરની જેમeતારકાદિ આયુષ્ક વિશેષની જેમ, ભવાધિકારસંતર=ક્ષીણ થયેલા ભવ અધિકારથી બીજો ભવનો અધિકાર, નથી જ, જેના કારણે=જે ભવાધિકારાંતરને કારણે, આ તીર્ણ એવા ભગવાન, અહીં ભવમાં, ફરી આવર્તન પામે. વિપક્ષમાં=તીર્ણ એવા ભગવાનનો ભવાધિકારાંતર સ્વીકારવારૂપ વિપક્ષમાં, બાધાને કહે છે – તેના ભાવમાં=આયુષ્કાંતરની અને ભવાધિકારાંતરની સતામાં, અત્યંત મરણની જેમ=સર્વ પ્રકારના જીવિતના ક્ષયથી મરણની જેમ, મુક્તિની અસિદ્ધિ હોવાથી=તીર્ણતાનો અયોગ હોવાથી તીર્ણ એવા ભગવાનને ભવાધિકાર નથી એમ અવય છે. વ્યતિરેકને કહે છે – અને તેની સિદ્ધિ થયે છતે અત્યંત મરણ અથવા મુક્તિનો સ્વીકાર કરાયે છતે, તેના ભાવથી-આયુષ્કાંતરથી સાધ્ય એવા ભાવથી અને ભવાધિકારાંતરથી સાધ્ય એવા ભાવથી, ભવનનો અભાવ છે=પરિણતિનો અભાવ છે=તીર્ણ એવા ભગવાનને તે પ્રકારની પરિણતિનો અભાવ છે, કયા કારણથી ?=કયા કારણથી તીર્ણ એવા ભગવાનને ફરી ભવમાં ભવનનો અભાવ છે? એથી કહે છે – હેતુનો અભાવ હોવાથી=આયુષ્પાંતર અને ભવાધિકારાંતરરૂપ હેતુનો અભાવ હોવાથી, ફરી ભગવાનનું ભવમાં ભવન નથી, ફરી તેને જન્નતીર્ણ એવા ભગવાનને ફરી ભવમાં ભવન નથી તેને જ, પ્રતિવસ્તુની ઉપમાથી=સદશ દષ્ટાંતથી, ભાવન કરે છે–સ્પષ્ટ કરે છે – મરેલો=પર છે અસુ અર્થાત્ પ્રાણ જેવા એવો મરેલો, તે ભાવથી=અતીત અમૃતભાવથી, થતો નથી જ, કેમ અતીત અમૃતભાવથી થતો નથી ? એને કહે છે – મરણભાવનો વિરોધ હોવાથી=મરણ અને અમરણતો આત્યંતિક વિરોધ છે એથી કરીને મરેલો અતીત અમૃતભાવથી થતો નથી એમ અત્રય છે. ભાવાર્થ ભગવાન ભવરૂપી સમુદ્રથી તરેલા છે અને તારનારા છે. કઈ રીતે ભગવાન ભવરૂપી સમુદ્રથી તર્યા છે? તે સ્પષ્ટ કરતાં કહે છે –
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy