SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ લલિતવિસ્તરા ભાગ-૨ પ્રતિબિંબ તેઓના જ્ઞાનમાં પડે છે, તોપણ ધર્માસ્તિકાય આદિ અમૂર્ત દ્રવ્યોનો આકાર વિદ્યમાન નથી, તેથી તેઓનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે તેમ કહી શકાય નહિ અને ધર્માસ્તિકાય આદિ પદાર્થોનો બોધ પણ યોગ્ય જીવોને શાસ્ત્રના વચનથી થાય છે અને તે બોધ જ્ઞેય એવા ધર્માસ્તિકાય આદિના પ્રતિબિંબના સંક્રમણથી થયેલો છે તેમ કહી શકાય નહિ; કેમ કે પ્રતિબિંબનું સંક્રમણ મૂર્તનો ધર્મ છે, વળી, અમૂર્ત સાથે પ્રતિબદ્ધ વસ્તુના સંક્રમણના અભાવમાં જ્ઞાનનો અભાવ પ્રાપ્ત થાય, તેથી શેય વસ્તુના પ્રતિબિંબથી જ જ્ઞાન થાય છે તેમ માનવું ઉચિત નથી. વળી, સ્ત્રીના મુખની છાયાના સંક્રમણ વગર દર્પણમાં તેના પ્રતિબિંબનો સંભવ નથી અને પાણીમાં ચંદ્રના બિંબના અણુના સંક્રમણ વગર પ્રતિબિંબનો સંભવ નથી, તેથી જે પદાર્થમાંથી છાયાના અણુઓ નીકળતા હોય તે પદાર્થનું જ પ્રતિબિંબ પડે, અન્ય પદાર્થનું નહિ તેમ માનવું પડે અને અરૂપી એવા ધર્માસ્તિકાય આદિમાંથી છાયાના અણુઓ નીકળતા નથી, તેથી તેનું સંક્રમણ જ્ઞાનમાં થઈ શકે નહિ, તેથી તેનો બોધ થઈ શકે નહિ. વળી, છાયાના અણુના સંક્રમણ વગર ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં પડે છે તેમ સ્વીકારીએ તો અમૂર્ત એવા ધર્માસ્તિકાય આદિનું પણ પ્રતિબિંબ પાણીમાં પડે છે તેમ માનવાનો અતિપ્રસંગ આવે. વળી, કોઈ જીવ અનેક પ્રકારના આસ્તરણ આદિ અનેક વસ્તુ ગ્રહણ કરતો હોય ત્યારે તેના જ્ઞાનમાં અનેક વસ્તુના પ્રતિબિંબના ઉદયની પ્રાપ્તિ થવી જોઈએ, વસ્તુતઃ અનેક વસ્તુના ગ્રહણકાળમાં પણ તે જીવનો ઉપયોગ કોઈ એક વસ્તુ વિષયક હોય ત્યારે તે સર્વ વસ્તુઓનો બોધ થતો નથી, છતાં સન્મુખ રહેલી વસ્તુનું પ્રતિબિંબ પડે છે એમ સ્વીકારીએ તો તેના જ્ઞાનમાં તે સર્વના પ્રતિબિંબની પ્રાપ્તિ થવી જોઈએ. વળી, સન્મુખ રહેલી બધી વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ માનીએ તો પ્રતિબિંબમાં સાંકર્યની પ્રાપ્તિ થાય અર્થાત્ તેના જ્ઞાનમાં તે અનેક વસ્તુઓ તેના પ્રતિબિંબને અનુસારે પરસ્પર સંકીર્ણ સ્વરૂપે જણાવી જોઈએ, વસ્તુતઃ પૂર્વવર્તી વસ્તુને તે જીવ પૃથક્ પૃથક્ રૂપે જુએ છે તે પ્રકારે બોધ થવો જોઈએ નહિ, માટે જ્ઞાનમાં શેયના પ્રતિબિંબનું સંક્રમણ સ્વીકારીને આત્મા સર્વજ્ઞ સ્વભાવવાળો નથી તેમ સ્થાપવું યુક્ત નથી, પરંતુ આત્માને સામાન્યથી સર્વનો બોધ થાય છે અને તે સામાન્યની સાથે અભિન્ન એવા સર્વ વિશેષોનો બોધ તેને સંગ્રહનયથી થાય છે તેમ અનુભવ અનુસાર સ્વીકારીને આત્માના સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારવો જોઈએ. લલિતવિસ્તરા ઃ निरावरणत्वं चावरणक्षयात्, क्षयश्च प्रतिपक्षसेवनया तत्तानवोपलब्धेः, तत्क्षये च सर्वज्ञानं तत्स्वभावत्वेन दृश्यते चावरणहानिसमुत्थो ज्ञानातिशयः । લલિતવિસ્તરાર્થ : અને આવરણના ક્ષયથી નિરાવરણપણું છે=ભગવાનનું નિરાવરણપણું છે અને પ્રતિપક્ષના સેવનથી=રાગાદિના પ્રતિપક્ષના સેવનથી, તેના તાનવની ઉપલબ્ધિ હોવાને કારણે=આવરણની
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy