SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૨ તે મહાત્મામાં અતિચારના ભીરુત્વની ઉપપત્તિ થયેલી; કેમ કે જેઓનું ચિત્ત અતિચારો સેવવામાં ઉપેક્ષાવાળું છે તેઓમાં અનુબંધ પ્રધાનપણાનો અભાવ છે, તેથી બાહ્યથી સારા ગુરુ આદિનો યોગ હોય તોપણ તે મહાત્મામાં ગાંભીર્યનો યોગ થતો નથી, તેથી તેઓનો ચારિત્રરથ સમ્યક્ પ્રવર્તન પામતો નથી, પરંતુ ભગવાનને તો જે ભવોમાં સમ્યક્ પ્રવર્તનનો યોગ થયો ત્યારે તેઓ સમ્યક્ત્વને પામેલા, તેથી પ્રકર્ષપર્યંત જે સિદ્ધ અવસ્થા તેની પ્રાપ્તિના અત્યંત અર્થી થયેલા અને તેના ઉપાયરૂપે જ ગાંભીર્યપૂર્વક ચારિત્ર ગ્રહણ કરેલું અને પોતાના ચારિત્રમાં અતિચારો ન લાગે તેવો ભીરુભાવ ત્યારે હતો, તેથી અતિચાર રહિત ચારિત્ર પાળવાના અત્યંત અર્થી હતા, માટે ચારિત્ર ઉત્તરોત્તર અનુબંધવાળું કેમ થાય તેવો પ્રધાન પરિણામ તેઓમાં વર્તતો હતો, તેના કારણે સુંદર સહકારીને પ્રાપ્ત કરીને ત્રણ ભુવનમાં અતિશય કલ્યાણના કારણભૂત એવા ચારિત્રની શક્તિને પ્રાપ્ત કરીને પોતાના ચારિત્રરથને સમ્યક્ પ્રવર્તાવ્યો, જેથી ચ૨મભવમાં કેવળજ્ઞાન પામીને તીર્થંકર થયા. .. લલિતવિસ્તરા : एतेन पालनाऽयोगः प्रत्युक्तः सम्यक्प्रवर्तनस्य निर्वहणफलत्वात्, नान्यथा सम्यक्त्वमिति समयविदः, एवं दमनयोगेन, दान्तो ह्येवं धर्म्मः कर्म्मवशितया कृतोऽव्यभिचारी अनिवर्त्तकभावेन नियुक्तः स्वकार्ये स्वाङ्गोपचयकारितया नीतः स्वात्मीभावं, तत्प्रकर्षस्यात्मरूपत्वेन । भावधर्म्माप्तौ हि भवत्येवैतदेवं तदाद्यस्थानस्याप्येवंप्रवृत्तेरवन्ध्यबीजत्वात् । सुसंवृतकाञ्चनरत्नकरण्डकप्राप्तितुल्या हि प्रथमधर्म्मस्थानप्राप्तिरित्यन्यैरप्यभ्युपगमात्, तदेवं धर्म्मस्य सारथयो ધર્મસારથય:।।૨૩।। લલિતવિસ્તરાર્થ : આના દ્વારા=ભગવાને ચારિત્રધર્મરૂપી રથને સમ્યક્ પ્રવર્તાવ્યો તે યુક્તિપૂર્વક પૂર્વમાં બતાવ્યું. એના દ્વારા, પાલનનો અયોગ પ્રત્યુક્ત છે=ભગવાને પોતાના ચારિત્રરથનું સમ્યક્ પાલન કર્યું નથી એ રૂપ અયોગ નિરાકૃત છે; કેમ કે સમ્યક્ પ્રવર્તનનું નિર્વહણ ફલપણું છે=જે ચારિત્ર તેમણે ગ્રહણ કરેલું તેનો તેમણે સમ્યક્ નિર્વાહ કરેલો તે કથન સમ્યક્ પ્રવર્તનથી જ સિદ્ધ થાય છે, અન્યથા સમ્યક્પણું નથી=જો ચારિત્રરથને સમ્યક્ પાલન ન કરે તો તેમના પ્રવર્તનમાં સમ્યપણું નથી, એ પ્રમાણે સમયના જાણનારા કહે છે, એ રીતે=જે રીતે ભગવાને પોતાનો ચારિત્રરથ સમ્યક્ પ્રવર્તાવ્યો અને પાલન કર્યું એ રીતે, દમનના યોગથી ભગવાન સારથિ છે, આ રીતે=આગળ કહે છે એ રીતે, કર્મવશિપણાથી=ચારિત્ર મોહનીયકર્મને વશ કર્યું હોવાથી, ધર્મ દાન્ત કરાયો, અનિવર્તકભાવથી અવ્યભિચારી કરાયો, સ્વ-અંગોના ઉપચયકારિપણાથી સ્વકાર્યમાં નિયોજન કરાયો, સ્વ-આત્મીભાવરૂપે પ્રાપ્ત કરાયો; કેમ કે તેના પ્રકર્ષનું=ચારિત્રના પ્રકર્ષનું, આત્મરૂપપણું છે. ભાવધર્મની પ્રાપ્તિ થયે છતે આ=ધર્મસારથિપણું, દ્દિ=સ્પષ્ટ, આ પ્રકારે=સમ્યક્ પ્રવર્તનયોગાદિ
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy