________________
લલિતવિસ્તરા ભાગ-૧ (૯) સવM-સત્રરિસીfથી ટામાં સંપત્તા નમો નિuTui નિગમયા સુધી આ ત્રણ આલાપકોની પ્રધાનગુણાપરિક્ષયપ્રધાનફલાચભયસંપદા છે:
(१) सव्वन्नृणं-सव्वदरिसीणं (२) सिवमयलमरूअमणंतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संवत्ताणं (૩) નો નિri નિગમયાdi : આ ત્રણ આલાપકો છે, અને તેનાથી પ્રધાનગુણઅપરિક્ષયપ્રધાનફલઆપ્તિઅભયસંપદા કહેવાઈ, તેથી એ પ્રાપ્ત થાય કે આ ત્રણ આલાપકો ભગવાનની સિદ્ધાવસ્થાની ઉપસ્થિતિ કરાવે છે અને સિદ્ધાવસ્થામાં ભગવાન પ્રધાન એવા જ્ઞાન-દર્શન ગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાન એવી સર્વ કર્મથી રહિત અવસ્થારૂપ ફળને પામેલા હોવાથી સર્વ ભયોથી મુક્ત છે; કેમ કે ભગવાન જ્યારે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે આત્માનો પ્રધાન એવો જ્ઞાન અને દર્શન ગુણ છે તેનો નાશ થતો નથી અને આત્માની પૂર્ણસુખમય અવસ્થારૂપ પ્રધાન ફળની સિદ્ધાવસ્થામાં પ્રાપ્તિ થાય છે, અને મુક્ત અવસ્થામાં કોઈ પ્રકારનો ભય નથી, માટે ભગવાન અભયઅવસ્થા પામેલા છે. આથી સબૂકૂળ-સમ્બરિસી આદિ ત્રણ આલાપકોથી ભગવાનની અભયસંપદા પ્રાપ્ત થાય છે.
આ રીતે નમુત્યુર્ણ સૂત્રની નવ સંપદાઓ બતાવી, ત્યાં કોઈને શંકા થાય કે કોઈપણ વસ્તુનો કોઈ એક સ્વભાવ હોય છે, તેથી ભગવાન પણ એક સ્વભાવવાળા હોઈ શકે, પરંતુ આ નવ સંપદાઓ દ્વારા ભગવાનના અનેક સ્વભાવો ઘોતિત થાય છે, માટે ભગવાનના અનેક સ્વભાવોનો આક્ષેપ કરનારી સ્તોતવ્યસંપદા આદિ નવ સંપદાઓ એક પુરુષરૂપ વસ્તુમાં કઈ રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થઈ શકે નહીં, માટે આ સર્વ સંપદાઓ ઉપચારથી છે, વાસ્તવિક નથી. આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનરૂપ વસ્તુ અનંત ધર્માત્મક છે, એક ધર્માત્મક નથી, આથી ભગવાનરૂપ મુખ્ય વસ્તુમાં આ અનેક પ્રકારની સંપદા મુખ્ય વૃત્તિથી છે, ઉપચારવૃત્તિથી નથી આનાથી એ ફલિત થાય કે આ નવે સંપદાઓમાં બતાવેલા સર્વ ધર્મો ભગવાનમાં વિદ્યમાન છે, અવિદ્યમાન નથી, તેથી આ સૂત્ર ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિપાદન કરનાર છે, કાલ્પનિક નથી.
અહીં પ્રશ્ન થાય કે નમુત્થણે સૂત્રમાં આ જ ક્રમથી સંપદાઓ કેમ છે ? તેથી કહે છે – વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોની આ પ્રકારે સ્તવમાં પ્રવૃત્તિ છે, એમ બતાવવા માટે નમુસ્કુર્ણ સૂત્રનો આ જ ક્રમથી ઉપન્યાસ કર્યો છે.
અહીં પ્રશ્ન થાય કે વિચારક પુરુષની ભગવાનના સ્તવમાં પ્રવૃત્તિ આ જ ક્રમથી કેમ છે ? તેથી કહે છે કે ભગવાન સ્તોતવ્ય છે, તેનું નિમિત્ત અરિહંતત્વ-ભગવંતત્વ ભગવાનમાં પ્રાપ્ત થાય, તો વિચારકને જિજ્ઞાસા થાય કે તેના નિમિત્તાદિ કોણ છે ? અર્થાત્ જેમ સ્તોતવ્યનું નિમિત્ત અરિહંત ભગવંત છે, તેમ અરિહંત-ભગવંતના નિમિત્તાદિ કોણ છે ? તેને સામે રાખીને જ પ્રસ્તુત સૂત્રમાં ઉત્તરોત્તર તે-તે પ્રકારની સંપદાઓ સંનિબદ્ધ છે.
અહીં સુધીનું કથન પ્રસ્તાવનારૂપ છે. આ રીતે પ્રસ્તાવના કર્યા પછી ગ્રંથકારશ્રી ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કરવાની પ્રતિજ્ઞા કરે છે.