________________
૨૮
લલિતવિસ્તાર ભાગ-૧ તેની સમાપ્તિમાં છે.
આ રીતે ધર્મના અને ચૈત્યવંદન સૂત્રના અધિકારી જીવોના લક્ષણનું લલિતવિસ્તરામાં જે કથન કર્યું, તે બંનેનું પરસ્પર યોજન બતાવીને હવે પંજિકાકાર “વિધિપર' શબ્દનો અર્થ કરે છે –
વિધિપર એટલે આલોક-પરલોક વિષયક અવિરુદ્ધ લવાળું અનુષ્ઠાન વિધિ છે, તે=વિધિ, પર છે–પ્રધાન છે, જેઓને તેઓ તેવા =વિધિપર છે. ઉચિતવૃત્તિવાળા એટલે સ્વમુલાદિને ઉચિત શુદ્ધ જીવનના ઉપાયવાળા.
આ રીતે ગ્રંથકારશ્રીએ ધર્મના અધિકારીનું અને ચૈત્યવંદન સૂત્રના અધિકારીનું સ્વરૂપ બતાવ્યું, તે બંનેનું પરસ્પર યોજન બતાવીને હવે પંજિકાકાર લલિતવિસ્તરાના આગળના કથનનું ‘નથી ઉત્થાન કરતાં કહે છે –
જ્ઞાનાવરણાદિ કર્મવિશેષ ઉપરંત હોતે છતે હણનાર હોતે છતે, સમ્યફ ચૈત્યવંદનના લાભનો અભાવ હોવાથી, તેના ક્ષયવાળો જ=ણાતાવરણાદિ કર્મના ક્ષયવાળો જ જીવ, અધિકારી=પૈત્યવંદન સૂત્રનો અધિકારી, કહેવો જોઈએ. એતબહુમાની આદિની ગવેષણા વડે શું?=ગ્રંથકારશ્રીએ ચૈત્યવંદન સૂત્રતા બહુમાની આદિ ત્રણ ગુણોવાળા જીવને ચૈત્યવંદન સૂત્રના અધિકારી કહ્યા તે પ્રકારે સ્વીકારવા વડે શું? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – ઈત્યાદિ.
જે કારણથી વિશિષ્ટ કર્મના ક્ષય અંતઃકોટાકોટિથી અધિક સ્થિતિવાળા વિશિષ્ટ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષય=વિનાશ, વિના આવા પ્રકારના એતબહમાની આદિ પ્રકારને પામેલા, જીવો થતા નથી જ=વર્તતા નથી જ. આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – તેથી=વિશિષ્ટ કર્મનાં ક્ષયથી આના બહુમાળી આદિ થાય છે તેથી, એતબહુમાની આદિથી વ્યંગ્ય=ચૈત્યવંદન સૂત્રના બહુમાની આદિ ત્રણ ગુણોથી અભિવ્યક્ત થતા, કર્મવિશષતા ક્ષયવાળો જ જીવ અધિકારી છે–ચૈત્યવંદન સૂત્રનો અધિકારી છે, અપર નહીં અન્ય જીવ અધિકારી નથી.
આમ થાઓ=એતબહુમાની આદિથી વ્યંગ્ય કર્મવિશેષના ક્ષયવાળો જીવ જ ચૈત્યવંદન સૂત્રનો અધિકારી થાઓ, તોપણ આમના એતબહુમાની આદિ ગુણોના, ઉપવાસનો નિયમ આ રીતે કેમ છે?=પ્રથમ એતબહુમાની પછી વિધિપર, પછી ઉચિતવૃત્તિવાળા એ રીતે કેમ છે? એથી કહે છેઃ લલિતવિસ્તરામાં ગ્રંથકારશ્રી કહે છે – મોડપિ ઈત્યાદિ.
લલિતવિસ્તરામાં રહેલા ન વાર્થનો અર્થ કરે છે –
અને આકવિધિપ્રયોગનો હેતુ એવો ચૈત્યવંદનાદિના વિષયવાળો શુભ પરિણામરૂપ સંવેગાદિ ભાવ, બહુમાનના અભાવમાં નથી જ ચૈત્યવંદનાદિના બહુમાનના અભાવમાં નથી જ. ન પામુખિક ઇત્યાદિનો અર્થ કરે છે – =નથી જ, શબ્દ ઉચિતવૃત્તિના વિધિપૂર્વકત્વની ભાવનાના સૂચનના અર્થવાળો છે.