SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ લલિતવિસ્તસ ભાગ-૧ અપરદ્રષ્ટાવા સહકારીપણા વડે જ વિરાકૃત હોવાથી, તત્ તુલ્ય સહકારી નથી એમ અન્વય છે, રતિ= એ=આગળ કહ્યું એ, ભાવન કરવું જોઈએ=આની ભાવના કરવી જોઈએ, હિ=જે કારણથી, નિશ્ચયથી કારણભેદપૂર્વક કાર્યભેદ છે=ભગવાનના વચનરૂપ સહકારી કારણના ભેદપૂર્વક શ્રોતાને બોધ થવારૂપ કાર્યનો ભેદ છે, તેથી અવિશિષ્ટ પણ હેતુથી વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિનો સ્વીકાર કરાવે છd=વિશ્ચયવથથી કારણભેદપૂર્વક કાર્યભેદ છે તેનો ત્યાગ કરીને વ્યવહારનયની સ્થલ દષ્ટિથી અવિશિષ્ટરૂપ એક પ્રકારના ભગવાનના વચનથી ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન બોધરૂપ વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિનો સ્વીકાર કરાયે છતે, જગતમાં પ્રતીત એવું કારણનું વિચિત્ર વ્યર્થ જ થાય=જેમ ભગવાનના સમાન વચનથી ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન બોધરૂપ કાર્યવચિત્ર થાય છે તેમ એક કારણથી જગતમાં સર્વ કાર્યોનું વૈચિત્ર થાય છે એમ સ્વીકારી શકાય, તેથી જગતમાં પ્રતીત થતું કારણનું વિચિત્ર વ્યર્થ છે તેમ માનવાની આપત્તિ આવે, અથવા કાર્ય-કારણનો નિયમ અવ્યવસ્થિત થાય અર્થાત આ કાર્યનું આ જ કારણ છે અલ્ય નહિ એ પ્રકારનો કાર્ય-કારણનો નિયમ અવ્યવસ્થિત થાય. અને તે પ્રમાણે કહેવાયું છે=કારણના ભેદપૂર્વક નિશ્ચયથી કાર્યનો ભેદ છે તે પ્રકારે કહેવાયું છે – અકારણ કાર્ય થાય નહિ, અન્યનું કારણ છે કારણ જેને એવું કાર્ય ન હોય, અન્યથા અન્યના કારણથી કાર્ય થાય તો ક્યારેય કાર્ય-કારણની વ્યવસ્થા ન થાય. ભાવલિકા=પૂર્વમાં કહ્યું કે કારણભેદપૂર્વક કાર્યભેદ છે એને ભાવન કરવું જોઈએ એ રૂપ ભાવનિકાને, સ્વયં પણ કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – દિ‘ચા અર્થમાં છે, ઇતરેતર અપેક્ષાવાળો વસ્તુસ્વભાવ છે=ઈતર એવો કારણવસ્વભાવ ઈતરની અર્થાત્ કાર્યવસુસવભાવની અને કાર્યવÚસ્વભાવ કારણવસ્તુસ્વભાવની અપેક્ષા રાખે છે અર્થાત્ આશ્રય કરે છે એ ઇતરેતર અપેક્ષાવાળી વસ્તુસ્વભાવ છે=કાર્યકારણરૂપ પદાર્થનું સ્વતત્વ છે, તેનાથી શું?=કાર્યકારણરૂપ પદાર્થ ઇતરેતર અપેક્ષાવાળો છે, તેનાથી શું ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – અને તેને આવા કાર્યની અપેક્ષાવાળા કારણસ્વભાવને આધીન, ફલસિદ્ધિ છે અર્થાત જેવા પ્રકારનો પ્રકાશરૂપ કારણસ્વભાવ છે તેવા પ્રકારનું દર્શનરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે એ પ્રકારનો ભાવ છે તેને આધીન ફલસિદ્ધિ છે એ કથાનો ભાવ છે, રૂત્તિ આનાથી પ્રકાશભેદને કારણે દર્શનભેદરૂપ હેતુથી=ભગવાનના વચનથી પ્રકાશના ભેદને કારણે યોગ્ય જીવોને બોધરૂપ જે દર્શનનો ભેદ છે એ હેતુથી, ઉત્કૃષ્ટ ચૌદપૂર્વના જાણનારા લોકને જ આશ્રયીને સ્થાન હીન ભુતલબ્ધિવાળા અન્યને આશ્રયીને નહિ, પ્રદ્યોતકર છે=ભગવાન પ્રદ્યોતકર છે, અને આ રીતે આ પ્રાપ્ત થયું=ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધરોને આશ્રયીને જ ભગવાન પ્રયોતકર છે એમ કહ્યું એ રીતે આગળ કહે છે એ પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? તે ચલુથી પંજિકાકાર બતાવે છે – ભગવાનની પ્રજ્ઞાપવાથી પ્રદ્યોતને પામેલા નિખિલ અભિલાણ ભાવતા કલાપવાળા ગણધરો જ ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધારો થાય છે, કેમ કે ભગવાનની પ્રજ્ઞાપતાનું જ ગણધરોને જ ઉત્કૃષ્ટ પ્રકાશ સ્વરૂપ
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy