SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા પર્યાયવાળું છે, તેવું સર્વ જ=અંગગતાદિ નિરવશેષ જ, શબ્દના સંદર્ભરૂપ સૂત્ર જે કારણથી=જે હેતુથી, જિનાગમમાં છે=અર્હા શાસનમાં છે, તે કારણથી આની=સૂત્રની, કાર્ત્યથી=સમસ્તપણાથી, વ્યાખ્યાને=વિવરણને, કરવા માટે કોણ ઈશ્વર છે ?=સમર્થ છે ? અર્થાત્ કોઈ સમર્થ નથી. ખરેખર આ ‘કિં’ શબ્દ=પ્રસ્તુત શ્લોકમાં રહેલ ‘વિ’ શબ્દ, કયા અર્થમાં છે તે સ્પષ્ટ કરવા અર્થે ‘’િ શબ્દ કેટલા અર્થમાં વપરાય છે તે બતાવે છે. (૧) ક્ષેપમાં છે. તે ‘’િ શબ્દનો ક્ષેપ અર્થ સ્પષ્ટ કરે છે - તે શું સખા છે ?=મિત્ર છે ?, જે અભિદ્રોહ કરે છે ? (૨) પ્રશ્નમાં છે. તે ‘’િ શબ્દનો પ્રશ્ન અર્થ સ્પષ્ટ કરે છે – હું શું તારું પ્રિય કરું ? (૩) નિવારણમાં છે. તે ‘’િ શબ્દનો નિવારણ અર્થ સ્પષ્ટ કરે છે તારા રુદિત વડે શું ? (૪) અપલાપમાં છે. તે ‘જિં’ શબ્દનો અપલાપ અર્થ સ્પષ્ટ કરે છે — શું તારું હું ધારું છું ?=શું તારું મારી પાસે કંઈ ઉધાર છે ? અર્થાત્ કંઈ ઉધાર નથી. એ અપલાપ કરે છે. (૫) અનુનયમાં છે=સાંત્વનમાં છે. તે ‘’િ શબ્દનો અનુનય અર્થ સ્પષ્ટ કરે છે – હું તારું શું કરું ? અર્થાત્ કોઈકને આપત્તિ આવી હોય ત્યારે તેને સાંત્વન આપતાં કોઈ કહે કે હું તારું શું કૃત્ય કરું ? (૬) અવજ્ઞાનમાં છે=અવજ્ઞા કરવામાં છે. તે ‘’િ શબ્દનો અવજ્ઞાન અર્થ સ્પષ્ટ કરે છે તને કોણ બોલાવે છે ? વળી, અહીં અપલાપમાં છે=પ્રસ્તુત શ્લોકમાં રહેલ ‘ન્દ્રિ’ શબ્દ અપલાપ અર્થમાં છે. તે અપલાપ અર્થ સ્પષ્ટ કરે છે - એ નથી=એવો કોઈ પુરુષ નથી, જે સૂત્રની કાર્ત્યથી=સંપૂર્ણપણાથી, વ્યાખ્યાને કરવા માટે
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy