SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. લલિતવિસ્તરા ભાગ-૧ અથવા પરંપરા વડે પોતાના તીર્થના અનુવૃતિ કાળ સુધી અનુબંધ વડે, તીર્થંકરો અનુગ્રહ કરનારા છે. અથવા સુદેવત્વ-સુમાનુષત્વ આદિપ કલ્યાણના લાભસ્વરૂપ પરંપરા વડે અનુગ્રહ કરનારા છે. જા ભાવાર્થ : સંસારરૂપી સાગરનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે મહાભીષણ કષાયોરૂપી પાતાળવાળો સંસારસાગર છે, તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારસાગરમાં વર્તતા કષાયો પાતાળસ્થાનીય છે; વસ્તુતઃ સમુદ્રમાં રહેલા ચાર પાતાળકળશો સ્થાને સંસારમાં રહેલા ચાર કષાયો છે, તેથી પંજિકાકાર સ્પષ્ટતા કરતાં કહે છે કે સમુદ્રમાં ચાર મહાકળશો પાતાળમાં પ્રતિષ્ઠિત છે અને પાતાળની જેમ અતિગંભીર છે, માટે સમુદ્રમાં ચાર મહાકળશોને “પાતાળ” કહેલ છે, અને તે ચાર પાતાળકળશો એક લાખ યોજનના પ્રમાણવાળા છે, અને તેમાં સાક્ષી આપતાં પંજિકાકાર કહે છે કે લવણસમુદ્રમાં ચારેય દિશામાં પંચાણુ હજાર યોજન અવગાહન કરીને “અલિંજર' નામના ફળ જેવા આકારવાળા ચાર મહાકળશો રહેલા છે, અને તે મહાભીષણ એવા કષાયોરૂપી જ પાતાળવાળો સંસારરૂપી સાગર છે. આનાથી એ બોધ થાય છે કે જેમ સમુદ્રમાં રહેલા તે ચાર પાતાળકળશોમાં પવન ભરાવાથી જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે સમુદ્ર મહાતોફાનવાળો થાય છે, તેમ જીવમાં જ્યારે ચાર કષાયોનો ઉદ્રક થાય છે ત્યારે જીવનો સંસાર અત્યંત ખળભળાટવાળો બને છે, માટે સંસારસમુદ્ર ચાર કષાયોથી અતિભયાવહ છે. આ પ્રકારનો બોધ કરાવવા માટે સંસારસાગરને “મહાભીષણકષાયપાતાળવાળો' એવું વિશેષણ આપેલ છે. વળી, પ્રવચનનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે લોક્યગત શુદ્ધધર્મસંપત્તિથી યુક્ત મહાસત્ત્વવાળા જીવોના આશ્રયવાળું પ્રવચન છે, તેનાથી એ પ્રાપ્ત થાય કે ત્રણેય લોકમાં રહેલા અને નિર્દોષ એવી સમ્યક્તાદિરૂપ ધર્મસંપત્તિથી યુક્ત એવા જે જીવો છે તે મહાસત્ત્વવાળા છે, અને તેવા જીવોના આધારવાળું આ પ્રવચન છે, અને જગતવર્તી આવા ઉત્તમ જીવોમાં આશ્રય કરીને રહેલું પ્રવચન છે અને તે પ્રવચનરૂપ તીર્થને જેઓ કરે છે તે તીર્થકરો છે, એ પ્રકારનો બોધ થાય છે. અહીં પ્રશ્ન થાય કે તીર્થંકરો તીર્થની સ્થાપના કરે છે તેમાં કારણ શું છે? તેથી પંજિકાકાર સ્પષ્ટતા કરે છે કે જીવમાં જ્ઞાનાવરણીયાદિ ચાર અદૃષ્ટ એવાં ઘાતકર્મો છે, તેનો ક્ષય થાય ત્યારે જીવમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટે છે અને તે કેવલજ્ઞાન અને કેવલદર્શનના સંબંધને પ્રાપ્ત કરીને તીર્થંકર નામકર્મનો વિપાક પ્રાપ્ત થાય ત્યારે ભગવાનના આત્મામાં તીર્થને કરવાનો સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવથી ભગવાન તીર્થના પ્રવર્તન માટે “૩૫૬ વા, વાડ઼ વા, ધુવેઃ વા” એ પ્રકારના ત્રણ માતૃકાપદ દ્વારા શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપે છે, અને તે ઉપદેશથી તીર્થની સ્થાપના થાય છે. વળી, જો આગમધાર્મિક વેદવાદીઓની માન્યતા પ્રમાણે ભગવાન કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તરત મોક્ષ પ્રાપ્ત કરે છે અને તીર્થની સ્થાપના કરતા નથી, તેમ સ્વીકારવામાં આવે તો, મુક્ત થયેલા કેવલીમાં શરીર નહીં હોવાને કારણે શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપવામાં કારણભૂત એવા મુખાદિનો અભાવ પ્રાપ્ત થાય,
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy