SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તિત્વયાણ ૧૫૫ ઘાતી કર્મોનો ક્ષય થથે છતે=જ્ઞાનાવરણાદિ અદષ્ટચતુષ્ટયનો પ્રલય થયે છતે=જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મોનો નાશ થયે છત, જ્ઞાનકેવલ્યના યોગથી કેવલજ્ઞાન-દર્શનના લક્ષણવાળા જ્ઞાનકેવલ્યના યોગથી અર્થાત્ સંબંધને પામીને, તીર્થંકર નામકર્મના ઉદયથીeતીર્થંકર નામવાળા કર્મના વિપાકરૂપ હેતુથી, તસ્વભાવતાને કારણે=તીર્થને કરવાના સ્વભાવપણાને કારણે, કઈ રીતે ? અર્થાત્ તીર્થકરમાં તીર્થને કરવાનું સ્વભાવપણું કઈ રીતે છે? એથી કહે છે – આદિત્યાદિના પ્રકાશના નિદર્શનથી=સૂર્ય આદિના પ્રકાશના દષ્ટાંતથી, આ પ્રમાણે છે=તીર્થંકરોનો તીર્થ કરવાનો સ્વભાવ છે. આદિત્યાદિના પ્રકાશનું દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે – તેના સ્વાભાવ્યથી જ=પ્રકાશ કરવાના સ્વભાવપણાથી જ, જે પ્રમાણે ભાસ્કર=સૂર્ય, લોકને પ્રકાશે છે, એ પ્રમાણે તીર્થકર તીર્થના પ્રવર્તન માટે પ્રવર્તે છે. આદિ શબદથી=“સાહિત્યરિ"માં રહેલ “ગરિ' શબદથી, ચંદ્રમણિ આદિના નિદર્શનનો ગ્રહ છે–પરિગ્રહ છે. શું? અર્થાત તીર્થકરોના તીર્થને કરવાના સ્વભાવપણાને કારણે શું? એથી કહે છે – શાસ્ત્રાર્થના પ્રણયનથી=માતૃકા પદત્રયના લક્ષણવાળા શાસ્ત્રાર્થના પ્રણયનથી અર્થાત્ ઉપદેશ નથી, તીર્થંકરો છે, એ પ્રમાણે વલ્યમાણ સાથે સંબંધ છે=લલિતવિસ્તરામાં આગળ કહેવાનારા કથન સાથે સંબંધ છે. વિપક્ષમાં બાધકને કહે છે=શાસ્ત્રાર્થના પ્રણયનથી તીર્થકરો છે એમ નહીં સ્વીકારવામાં ગ્રંથકારશ્રી બાધક દોષને કહે છે – અપવર્ગરૂપ મુક્તકેવલ્યમાં તેનો અસંભવ હોવાથી અશરીરપણાથી પ્રણયનના હેતુ એવા મુખાદિના અભાવને કારણે શાસ્ત્રાર્થના પ્રણયનનું અઘટન હોવાથી, આગમની અનુપપત્તિ થવાથી પર વડે પણ સ્વીકારાયેલ એવા આગમની અનુપપતિ થવાથી અર્થાત અયોગ થવાથી, તીર્થકરોને શાસ્ત્રાર્થનું પ્રણયન કરનારા સ્વીકારવા જોઈએ, એમ અવય છે, અને આ આગમ, અકેવલી પ્રણીત નથી; કેમ કે વ્યભિચારનો સંભવ છે, અપૌરુષેય પણ નથી; કેમ કે તેનું લિસ્થમાનપણું છે=અપૌરુષેય એવા આગમનું આગળમાં નિષેધ કરાવારપણું છે. કેવા પ્રકારના છતા તીર્થકરો છે ? એથી કહે છે – ભવ્યજનોને ઘર્મમાં પ્રવર્તકપણારૂપે યોગ્ય જીવોને ધર્મમાં અવતારકપણારૂપે, પરંપરઅનુગ્રહકર છે અર્થાત પરંપરા વડે વ્યવધાન વડે, અનુગ્રહને કરનારા છેaઉપકાર કરનારા છે. ભગવાન વ્યવધાન વડે અનુગ્રહ કરનારા કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરે છે – ખરેખર જીવોનો કલ્યાણની યોગ્યતાસ્વરૂપ ક્ષાયોપથમિકાદિરૂપ પોતાનો પરિણામ જ અનંતર અંતર વગર, અનુગ્રહનો હેતુ છે, અને તેની હત્તારૂપે ભગવાન છે=જીવોના સ્વપરિણામરૂપ અનંતર અનુગ્રહના હેતુના હેતુપણારૂપે ભગવાન અનુગ્રહ કરનારા છે. માટે ભગવાન વ્યવધાન વડે અનુગ્રહ કરનારા છે, એમ અવય છે. પંજિકાકારે પરમ્પરા શબ્દનો એક અર્થ કર્યો, હવે અન્ય બે અર્થો કરે છે –
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy