SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ મિથ્યાદર્શન અને અવિરતિથી ગંભીર, મહાભયંકર કષાયોરૂપી પાતાલવાળા, અત્યંત દુર્લધ્ય એવા મોહરૂપી આવર્તાથી ભયાનક, વિવિધ દુઃખોના સમૂહરૂપી દુષ્ટ એવા જળચરાણીઓવાળા, રાગ-દ્વેષરૂપી પવનથી ખળભળાટવાળા, સંયોગ-વિયોગરૂપી તરંગોથી યુક્ત, પ્રબળ મનોરથોરૂપી ભરતીઓથી વ્યાપ્ત, અત્યંત દીર્ઘ, એવા સંસારરૂપી સાગરને તરે છે તે તીર્થ છે. તિ' “તીર્થ' શબ્દના કથનની સમાપ્તિમાં છે. અને આ=સંસારસાગરથી તારનારું તીર્થ, યથાવસ્થિત એવી સમગ્ર જીવાદિ પદાર્થોની પ્રરૂપણા કરનાર, અત્યંત અનવદ્ય અન્યથી અવિજ્ઞાત એવી ચરણ-કરણ ક્રિયા તેનો આધાર=અત્યંત નિષ્પાપ અને તીર્થકરો સિવાય અન્ય છાસ્થ જીવોથી નહીં જણાયેલી એવી ચરણ-કરણરૂપ ક્રિયાનો આધાર, ત્રણલોકમાં રહેલા શુદ્ધધર્મરૂપી સંપત્તિથી યુક્ત એવા મહાસત્વોના આશ્રયવાળું, અચિંત્ય શક્તિથી યુક્ત અને અવિસંવાદી એવા શ્રેષ્ઠ વહાણતુલ્ય એવું પ્રવચન છે અથવા સંઘ છે. અહીં પ્રશ્ન થાય કે અથવા તીર્થ સંઘ છે, એમ કેમ કહ્યું? તેથી કહે છે – નિરાધાર એવા પ્રવચનનો અસંભવ હોવાથી તીર્થ સંઘ છે, એમ અવય છે. અને કહેવાયું છે – હે ભદંત ! તીર્થ તીર્થ છે? તીર્થ સંસારસાગરથી તારનારું છે? કે તીર્થકરો તીર્થ છે?=તીર્થકરો સંસારસાગરથી તારનારા છે ? એ પ્રમાણે પુછાતા ગૌતમસ્વામીને ભગવાન કહે છે – હે ગૌતમ ! અરિહંતો નિયમથી તીર્થકર છે, વળી, તીર્થ ચાતુર્વર્ણ=સાધુ આદિ ચાર વર્ણવાળો, મણસંઘ છે. અને તેનાથી=પૂર્વમાં તીર્થકર શબ્દની વ્યુત્પત્તિ કરી તેનાથી, આ=હવે કહે છે એ, કહેવાયેલું થાય છે – ઘાતકર્મોનો ક્ષય થયે છતે જ્ઞાનકેવલ્યના યોગથી=કેવલજ્ઞાનના અને કેવલદર્શનના સંબંધને પામીને, તીર્થંકરનામકર્મના ઉદયથી તેની સ્વભાવતાને કારણે તીર્થ કરવાના સ્વભાવપણાને કારણે, આદિત્યાદિના પ્રકાશના નિદર્શનથી=સૂર્ય આદિના પ્રકાશના દષ્ટાંતથી, શાસ્ત્રના અર્થના પ્રણયનથી ભવ્યજનોને ધર્મમાં પ્રવર્તકપણારૂપે પરંપરા વડે અનુગ્રહ કરનારા તીર્થકરો છે. અહીં પ્રશ્ન થાય કે કેવલજ્ઞાન-દર્શન પ્રગટ્યા પછી તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થંકરો શાસ્ત્રના અર્થનું પ્રણયન કરે છે, એમ ન માનીએ તો શું વાંધો ? તેમાં હેતુને કહે છે – મુક્તકેવલ્યમાં=મોક્ષમાં ગયેલા જીવતા કેવલજ્ઞાનમાં, તેનો અસંભવ હોવાથી શાસ્ત્રના અર્થના પ્રણયનનો અભાવ હોવાથી, આગમની અનુપપત્તિ છે, આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી અરિહંતો શાસ્ત્રાર્થના પ્રણયનથી તીર્થ કરનારા છે એ રીતે, તીર્થકરત્વની સિદ્ધિ છે= અરિહંતોમાં તીર્થંકરપણાની પ્રાપ્તિ છે. Iકા ભાવાર્થ - અરિહંતો અચિંત્ય પ્રભાવવાળા, મહાપુણ્યની સંજ્ઞાવાળા, તીર્થંકર નામકર્મના વિપાકથી તીર્થને કરવાના
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy