SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નમુત્યુસં અરિહંતાણં ૧૧૧ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. આપા અને જે કારણથી આ=પૂર્વશ્લોકમાં કહ્યું છે, આ પ્રમાણે નાથી શારશ્રવણથી જ સિદ્ધિ થાય છે એ પ્રમાણે નથી, તે કારણથી પ્રતિભાનથી સંગત, સર્વાત્વાદિનું સાધન, અવાચ્ય એવો સામર્થ્યયોગ છે. IIકા ધર્મસંન્યાસની અને યોગસંન્યાસની સંજ્ઞાવાળો આસામર્થ્યયોગ, બે પ્રકારે છે. ધર્મો ક્ષયોપથમિક છે, વળી, યોગો કાયાદિનું કર્મ છે. Iછા પ્રથમ ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ, દ્વિતીય અપૂર્વકરણમાં તાત્વિક થાય, દ્વિતીય યોગસંન્યાસ નામનો સામર્થ્યયોગ, આયોજ્યકરણથી ઊર્ધ્વ થાય, એ પ્રમાણે તેના જાણનારાઓ કહે છે. llcil આથી જ મોક્ષ સાથે યોજનાનો ભાવ હોવાને કારણે સર્વસંન્યાસલક્ષણસર્વના ત્યાગ સ્વરૂપ, અયોગ-મનવચન-કાયાના યોગોનો અભાવ, યોગોની મૈત્રાદિરૂપ યોગોની, મધ્યમાં પર યોગ ઉદાહત છે શ્રેષ્ઠ યોગ કહેવાયો છે.” II II "ત્યાતિ' શબ્દથી યોગદષ્ટિસમુચ્ચયગ્રંથના આગળના અન્ય શ્લોકોનો સંગ્રહ છે. ત્યાં=પૂર્વે ઈચ્છાયોગાદિ ત્રણ યોગો બતાવ્યા ત્યાં, નમુત્યુસં અરિહંતાણં' એ પ્રકારના આના દ્વારા=પદ દ્વારા, ઈચ્છાયોગનું અભિધાન છે=ઈચ્છાયોગનું કથન છે. વળી, “નમો જિહાણ જિયભયાણં' એ પ્રકારના વચમાણ આના દ્વારા આગળ કહેવાનાર પદ દ્વારા, શાસ્ત્રયોગનું કથન છે; કેમ કે નિર્વિશેષથી=ા રૂપ વિશેષણ વગર, સંપૂર્ણ એવા નામો માત્રનું અભિધાન છે="નમસ્કાર કરું છું” એમ સંપૂર્ણ નમસ્કાર સામાન્યનું કથન છે, અને આનું="નમો જિણાણ” પદમાં સંપૂર્ણ નમસ્કારમારાના કથનનું, વિશેષ પ્રયોજન સ્વરથાનમાં જ=નમો જિણાવ્યંજિયભયાણ પદના વર્ણનના સ્થાનમાં જ, અમે કહીશું. “ત્તિ શાસ્ત્રયોગના સ્થાનના કથનની સમાપ્તિમાં છે. અને “ઈક્કો વિનમુકારો જિણવરવસહસ વદ્ધમાણસ્સ સંસારસાગરાઓ તારેઈનર વ નારિ વા”. વળી, એ પ્રકારના પર્યતવર્તી એવા આના દ્વારા=ચૈત્યવંદન સૂત્રના અંતમાં વર્તનારા વચન દ્વારા, સામર્થ્યયોગનું કથન છે. અહીં પ્રશ્ન થાય કે “ઈક્કો વિ નમુક્કારો' આદિ પાઠ દ્વારા “એક પણ નમસ્કાર સંસારસાગરથી તારે છે' એ પ્રકારનું કથન પ્રાપ્ત થાય છે, પરંતુ “અરિહંતોને નમસ્કાર કરું છું એ પ્રકારનું કથન પ્રાપ્ત થતું નથી; છતાં ગ્રંથકારશ્રીએ “ઈક્કો વિ' ઇત્યાદિ પાઠ દ્વારા સામર્થ્યયોગના નમસ્કારનું કથન કેમ કરેલ છે ? એથી કહે છે – કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી અર્થાત્ સંસારસાગર તરવાનું કારણ એવા સામર્થ્યયોગના નમસ્કારમાં સંસારસાગરથી તરવારૂપ કાર્યનો ઉપચાર હોવાથી, ‘ઈક્કો વિ' ઇત્યાદિ પાઠ દ્વારા સામર્મયોગના નમસ્કારનું કથન કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે કારણમાં કાર્યનો ઉપચાર કેમ છે ? એથી કહે છે – સંસારનું તરણ સામર્થ્યયોગ વગર નથી, એથી કરીને કારણમાં કાર્યનો ઉપચાર છે.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy