________________
પઝ ટીકા તેમજ તત્ત્વાવબોધિની નામની પણ લઘુટીકા છે. તેમજ સ્યાદ્વાદભાષા જેવા ગ્રન્થ તે મુખ્યત્વે કેવળ આ ગ્રન્થના સૂત્રોની ફેરબદલીથીજ થયા છે.
આ ગ્રન્થસંબંધી યથાશક્તિ વિસ્તૃત નિરૂપણ તે તેનો બીજો ભાગ છપાયે તેમાં આપવાની ઈચ્છા હોઈ આટલેથીજ અટકીશું.
અન્ત અભ્યાભ્યાસ, વખતની સંકોચતા, તેમજ સહજ દેષને લઈને, મારાથી અશુદ્ધિઓ, પિષ્ટપેષણ, વિપરીત નિરૂપણ, કે અસ્પષ્ટતા વિગેરે જે કાંઈ ત્રુટિઓ રહી હોય, તેની સુજ્ઞપુરુષો જરૂર મને ક્ષમા કરશે.
કારણકે પુસ્તક લખવાને, છપાવવાને, સુધારવાને કે અનુવાદ કરવાનો આ મારો પ્રયત્ન પ્રથમજ છે. છતાં પણ સારગ્રહણ કરનારા અને અસારને ફેંકી દેનારા સજ્જનો આ અનુવાદમાંથી સાર. ગ્રહણ કરી તેમાં યોગ્ય પ્રયત્ન કરશે તે મારી મહેનત કૃતાર્થ છે એમ માનીશ.
એજ અલ્પજ્ઞા ગાંધી મફતલાલ ઝવેરચંદ,
ભઠ્ઠીની બારી–અમદાવાદ,