________________
૩૭૭
દ્રવ્ય-ગુણ-પાર્યનો રાસ + ટબો (૧૩/પ)] મનાતીત, અનામી, અરૂપી, વીતરાગી, વિકલ્પશૂન્ય એવા આપણા આત્માનું ભાન ભૂલાવે છે. તેથી તે સાતેયને ઝડપથી મૂળમાંથી ઉખેડીને જો આપણે સિદ્ધસ્વરૂપી બનીએ તો શુદ્ધપરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ આપણામાં ચેતનસ્વભાવ આવે.
એ. જ શુદ્ધ ચેતનસ્વભાવને અનુભવીએ . શુદ્ધ પરમભાવને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ ચેતનસ્વભાવ ધારણ કરવો, અનુભવવો ઘા - એ જ આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. કર્મજન્ય સર્વ ઉપાધિઓથી રહિત શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યે દષ્ટિ, રુચિ, સુંદર આદર, બહુમાન આદિને સ્થાપવાથી તે ધ્યેય હાંસલ થાય છે. તેથી જ કુંદકુંદસ્વામીએ ભાવપ્રાભૃત ગ્રંથમાં જણાવેલ છે કે “આત્મા શુદ્ધ સ્વભાવવાળો છે. તથા તે શુદ્ધ આત્માને આત્મામાં , જ જાણવો જોઈએ.” આ બાબતને ભૂલવી નહીં. બાકી કર્મપુદ્ગલો વગેરે પરદ્રવ્યોને આશ્રયીને રહેલા ત રાગાદિ પરિણામોને વિશે પોતાપણાની બુદ્ધિ, માલિકીપણાની પરિણતિ, કર્તૃત્વ-ભોક્નત્વાદિ કાલ્પનિક પરિણામના લીધે અજ્ઞાની જીવને કર્મબંધદશાની વ્યગ્રતા દુર્લભ ન રહે. અર્થાત્ તેવી દશામાં અજ્ઞાની યો કર્મબંધના વમળમાં જ અટવાય. તેથી જ તો અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે આ ‘પર દ્રવ્યોમાં રહેલા ભાવોનો હું કર્તા છું, ભોક્તા છું - આવા અભિમાનના લીધે અજ્ઞાની જીવ કર્મથી બંધાય છે. આત્મજ્ઞાની તો (તેવું અભિમાન ન કરવાથી કર્મ દ્વારા) લેખાતા નથી.” તેથી શુદ્ધ ચેતનસ્વભાવમાં જ ડૂબી જવા જેવું છે. આ ધ્યેય કદાપિ ખસી ન જાય તેની કાળજી રાખવાની હિતશિક્ષા આ શ્લોક દ્વારા મળે છે. તે હિતશિક્ષાને અનુસરવાથી શ્રીઅભયકુમારચરિત્રમાં દર્શાવેલ સિદ્ધદશા અત્યંત નજીક આવે છે. ત્યાં શ્રીચન્દ્રતિલક ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે “આઠ કર્મનો ક્ષય કરીને લોકાગ્ર ભાગમાં રહેલા તે સિદ્ધ ભગવંતોએ પરમ પદને સંપ્રાપ્ત કરેલ છે. (૧૩/૫)