________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૨/૧૨)]
જી હો દસઈ વિશેષસ્વભાવ એ, લાલા સવિ ઇકવીસ સંભાલિ; જી હો સવિહું પુદ્ગલ-જીવન, લાલા પન્નરભેદ છઈ કાલિ ।।૧૨/૧૨/
૩૫૯
รู
(૨૦૬)ચતુર.
એ દસઈ વિશેષસ્વભાવ, નિયતદ્રવ્યવૃત્તિ માટઈ.એ મધ્યે પૂર્વોક્ત ૧૧ સામાન્યસ્વભાવ સ (સંભાલિ=) ભેલિÛ, તિવારઈં સર્વ મિલીનઈં એકવીસ સ્વભાવ થાઈ. પુદ્ગલ-જીવનઈ એ (સવિઠું=) ૨૧ ઈં સ્વભાવ હોઈ. તથા (કાલિ=) કાલ દ્રવ્યનઈં વિષઈ (પન્નરભેદ=) ૧૫ સ્વભાવ (છઈ=) હોઇ, ૨૧ માંહિથી ૬ કાઢિઇંતિ વાઈ ૧૨/૧૨૫ (૨૦૬)
परामर्शः
विशेषाख्या स्वभावा हि दशैकादशमीलिताः ।
जीव-पुद्गलयोः सन्ति काले पञ्चदशाऽक्षताः।।१२/१२।।
* વિશેષવભાવનિરૂપણ ઉપસંહાર
:- વિશેષ નામના સ્વભાવ દસ જ છે. પૂર્વના અગ્યાર સામાન્યસ્વભાવની સાથે તે ભેગા કરવામાં આવે તો કુલ એકવીસ સ્વભાવ થાય. જીવમાં અને પુદ્ગલમાં એકવીસ સ્વભાવ ૨હેલા છે. જ્યારે કાળમાં પંદર સ્વભાવ અબાધિત છે. (૧૨/૧૨)
* મુખ્ય ધ્યેયને ઝડપથી હાંસલ કરીએ છ
:- અગ્યારમી શાખામાં જણાવેલ અગ્યાર સામાન્યસ્વભાવમાંથી ચૈતન્યસ્વરૂપ પરમસ્વભાવને પૂર્ણતયા વિશુદ્ધપણે પ્રગટ કરવાના મુખ્ય ધ્યેયથી બારમી શાખામાં જણાવેલ ચેતનસ્વભાવ, અમૂર્તસ્વભાવ અને શુદ્ધસ્વભાવને પ્રગટ કરવા સતત તત્પર રહેવાની સૂચના આડકતરી રીતે ધ્યા
આમાં પ્રાપ્ત થાય છે. તે માટે રાત-દિવસ સ્વ-પરભેદવિષયક વિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. તે
આ રીતે – ઉપયોગ એ આપણું ચૈતન્યસ્વરૂપ છે. તથા રાગાદિ જડ છે. કારણ કે તે કર્મ વગેરે પુદ્ગલોના વિકારસ્વરૂપ છે. જ્યારે જ્યારે બહારના કે અંદરના વિષયોનું સન્નિધાન થાય, ત્યારે ત્યારે ઉપયોગ તે-તે વિષયાકારવાળો બને છે. કારણ કે તે નિર્મળ છે. જેમ જુદા-જુદા પદાર્થો ઉપસ્થિત થતાં સ્ફટિક, દર્પણ વગેરે વસ્તુઓ પોતાની નિર્મળતાના લીધે સન્નિહિત લાલ-પીળા વગેરે પુષ્પ વગેરેના લાલ-પીળા આકારવાળી બને છે, તેમ ઉપયોગ અંગે સમજવું.
આ
યો
ઊ ઉપયોગમાં રાગાદિતાદાત્મ્યના ભાનને છોડીએ ઊ
જો કે જેમ સ્ફટિકાદિની નિર્મળતા પોતાના ઉજ્જવળસ્વરૂપે પરિણમવામાં સમર્થ છે, તેમ ઉપયોગની નિર્મળતા હંમેશા પોતાના ચૈતન્યસ્વરૂપે પરિણમવામાં સમર્થ છે જ. કારણ કે પોતાના ચૈતન્યસ્વરૂપને અનુસરનારો પરિણામ એ જ તો ઉપયોગનું લક્ષણ છે તથા ઉપયોગનિર્મળતા ઉપયોગથી અભિન્ન જ છે. જુદા-જુદા શેયાકારપ્રતિભાસવાળી પરિણતિ ઉપયોગમાં ઉત્પન્ન થાય ત્યારે પણ ઉપયોગની નિર્મળતા તો ચૈતન્યસ્વરૂપે જ પરિણમતી હોય છે. બાકી તો જીવ અજીવ થવાની સમસ્યા સર્જાય. તો પણ • મ.માં ‘સબ' પાઠ. કો.(૨+૪+૭) + આ.(૧)નો પાઠ લીધો છે.