________________
૩૫૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત « જ્ઞાની શુભ ક્રિયા-ભાવને પણ જ્ઞાનદર્પણમાં સ્થાપે # તાત્ત્વિક જ્ઞાનયોગીના જીવનમાં તેમની પોતાની ભૂમિકાને ઉચિત એવા પ્રશસ્ત આચાર અને પ્રશસ્ત ભાવ અવશ્ય હોય છે. પણ તે પ્રશસ્ત આચાર+ભાવને પણ તેઓ પોતાના જ્ઞાનદર્પણમાં પ્રતિભાસિત સ્વરૂપે જોઈ રહેલા હોય છે. “મેં આ ક્રિયા કરી. મેં આ શુભ ભાવને કર્યો - આ મુજબ કર્તુત્વભાવને તેઓ સ્પર્શતા નથી. પોતાના જ્ઞાનમાં પ્રતિભાસિત થતા વિકલ્પાદિની જેમ પ્રશસ્ત આચારને અને ભાવને જોતા-જોતા તેઓ તેના પ્રત્યે પણ ઉદાસીનભાવ રાખીને જ્ઞાનદર્પણની નિર્મળતાનું જ ઉપાદેયભાવે સંવેદન
કરે છે. જ્ઞાનની નિર્મળતા જ તેમના અંતઃકરણમાં ઉપાદેયપણે વસેલી હોય છે. તેથી પોતાના જ્ઞાનમાં આ પ્રતિભાસિત થતા પારકા દ્રવ્ય-ગુણ-પર્યાયનું આકર્ષણ પણ તેમના અંતરમાં જાગતું નથી. પરદ્રવ્યાદિના { મોહને તેઓ જરા ય નથી સ્પર્શતા. પરંતુ પોતાના જ્ઞાનમાં ભાસતા પરદ્રવ્યાદિ-પ્રશસ્તક્રિયા-પ્રશસ્તભાવાદિમાંથી
તેઓ અસંગભાવથી પસાર થઈ જાય છે. “મેં આ કર્યું. હું આ જાણું છું - ઈત્યાદિસ્વરૂપે અહંકારના ( વમળમાં તેઓ ખૂંચતા નથી.
ક કર્મપરિણામના કર્તા નહિ, જ્ઞાતા રહીએ આ અંગે જ્ઞાનસારના એક શ્લોકની વિભાવના કરવા જેવી છે. ત્યાં મહોપાધ્યાયજી મહારાજે નું જણાવેલ છે કે “જ્ઞાનસ્વરૂપ દર્પણમાં જ્ઞાનાદિ સમસ્ત પંચાચારને સ્થાપવાથી જેમનો બોધ નિર્મળ થયેલ હો છે, તે નકામા પરદ્રવ્યમાં ક્યાં મોહ પામે?” મતલબ કે પોતાના જીવનમાં વણાયેલા અને ઉપયોગી - એવા સંયમસાધક આચારમાં પણ કર્તુત્વભાવ-મમત્વભાવાદિથી જે મોહિત થતા ન હોય તેવા મહર્ષિ 0 અનુપયોગી એવા પરદ્રવ્ય-ગુણાદિસંબંધી સ્વત્વ-સ્વામિત્વ-કર્તુત્વ-ભોક્નત્વાદિ મલિન ભાવોથી મૂઢ ન
જ બને. આવું થાય તો જ આત્મજ્ઞાન સંભવે. તેથી સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે કર્મના પરિણામને તેમજ નોકર્મના પરિણામને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે, તે જ્ઞાની થાય છે.”
જ બાહ્ય-આંતર સાધનામાં લીન થઈએ જ. આ બાબતને મનમાં દઢતાથી સ્થાપીને, “ઉપાધિઓને છોડવા માટે મળેલો માનવભવ નવી નવી ઉપાધિઓને ભેગી કરવામાં વેડફાઈ ન જાય તેવી જાગૃતિ રાખી કર્મને ઉખેડવા માટે બહિરંગ અને અંતરંગ સાધનામાં આત્માર્થી સાધકે સદા સજ્જ રહેવું' - આવી ભલામણ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. તેનાથી નિયમસારમાં જણાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે આઠેય પ્રકારના કર્મબંધનો નાશ કરીને, આઠ મહાગુણોથી યુક્ત, લોકાગ્રભાગમાં રહેલા, તે સિદ્ધ ભગવંતો આવા સર્વોત્તમ હોય છે.” (૧૨/૧૧)