________________
૩૫૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત જ્ઞાતાનો સાક્ષાત્કાર કરી લેવો છે - આ બે વાતને મિયાં-મહાદેવની જેમ કદાપિ મેળ પડે તેમ નથી. તેથી અપરોક્ષ સ્વાનુભૂતિની કામનાવાળા આત્માર્થી જીવોએ પોતાના દેહધર્મ વગેરે સંબંધી રુચિ વગેરેને સૌપ્રથમ પરઠવી દેવી પડે, છોડવી પડે.
# ઉપચાર વખતે જાગૃતિ કેળવીએ # તથા “હું કાળો છું, હું ગોરો છું, હું દૂબળો છું, હું જાડો છું, હું લાંબો છું, હું ટૂંકો છું - આ પ્રકારે જે વ્યવહાર થાય છે, તે જ્ઞાનગત પરપ્રતિભાસસ્વભાવની રુચિને મુખ્ય બનાવવાથી થાય છે. તેથી તે વ્યવહાર ઔપચારિક છે, વાસ્તવિક નહિ. આત્માની અંદર વાસ્તવમાં ગૌરવ, કૃષ્ણત્વ, સ્થૂલત્વ, આ કૃશત્વ, દીર્ઘત્વ, હૃસ્વત્વ વગેરે ગુણધર્મો રહેતા નથી. પરંતુ આત્માના કારણે શરીરમાં તે તે ગુણધર્મો ધ્યા આવે છે. તેથી શરીરગત તે તે ગુણધર્મોનો આત્મામાં ઉપચાર થાય છે. આ હકીકત ઉપરોક્ત વ્યવહાર
કરતી વખતે મગજમાં બરાબર વસી ગયેલ હોય તો તેવા પ્રકારનો વ્યવહાર કરતી વખતે કોઈ પણ 01 જાતના આઘાતનો કે પ્રત્યાઘાતનો અનુભવ કર્યા વિના આત્મા અસંગ અને અલિપ્ત દશામાં આરૂઢ , , થતો જાય. તેથી સર્વત્ર (1) નિરંજન, (૨) નિરાકાર, (૩) નિર્લૅન્ડ, (૪) નિર્લેપ, (૫) નિરુપમ,
(૬) નિર્વિકલ્પ, (૭) નિરાવરણ, (૮) નિરાકુળ, (૯) નિર્મમ, (૧૦) નિર્મદ, (૧૧) નિષ્ક્રિય, (૧૨) તું નિર્મલ, (૧૩) નિસ્પૃહ, (૧૪) નિષ્કષાય, (૧૫) નિર્મોહ, (૧૬) નિષ્પકંપ, (૧૭) નિર્વિકાર, (૧૮) આ નિરુપાધિક, (૧૯) નિરવધિ (= અમર્યાદિત), (૨૦) નિતરંગ, (૨૧) નિત્ય, (૨૨) નિરાબાધ
(પીડારહિત), (૨૩) નિર્દાન્ત, (૨૪) નીરૂપ, (૨૫) નીરાગ, (૨૬) નિષ્કર્મ (કર્મશૂન્ય), (૨૭) છેનિબંધ (= કર્મબંધરહિત), (૨૮) નિરાશ્રવ (= આશ્રવમુક્ત), (૨૯) નિર્ગુણ ( રજોગુણ-તમોગુણ
-સત્ત્વગુણરહિત), (૩૦) નિરપેક્ષ (= પોતાના અસ્તિત્વાદિ માટે પરદ્રવ્ય-ગુણાદિની અપેક્ષાથી રહિત), (૩૧) નિશ્ચલ, (૩૨) નિષ્કલંક, (૩૩) નિષ્કિચન, (૩૪) નિરાશંસ, (૩૫) નિર્ભય, (૩૬) નિરાલંબન, (૩૭) નિરુપદ્રવ, (૩૮) નીરજસ્ક (= કર્મરજકણથી મુક્ત), (૩૯) પાપમુક્ત, (૪૦) નિરાહાર, (૪૧) અવિદ્યાગ્રહણશૂન્ય, (૪૨) આધિ-વ્યાધિ-ઉપાધિ આદિ પ્રપંચથી શૂન્ય, (૪૩) આસક્તિશૂન્ય, (૪૪) નિષ્કલ (= મતિજ્ઞાનાદિના અંશોથી રહિત અખંડ કેવલ ચૈતન્યસ્વરૂપ), (૪૫) નીરવ (કોલાહલશૂન્ય), (૪૬) નીરોગી, (૪૭) જન્મશૂન્ય, (૪૮) ઘડપણ વિનાના, (૪૯) નિઃસંગ, (૫૦) નિઃસીમ (= નિર્મર્યાદ) અને (૫૧) નિર્દોષ જ્ઞાતા એવા આત્માને જ પકડવો, તેનાથી ભિન્ન શેયને નહિ. તેથી સમયસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “પ્રજ્ઞા વડે એવું ગ્રહણ કરવું કે - જે જાણનારો છે, તે નિશ્ચયથી હું છું. બાકીના જે ભાવો છે, તે મારાથી પર = ભિન્ન છે - એમ જાણવું.” આવી જાગૃતિ કેળવવાની આધ્યાત્મિક પ્રેરણા આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા જેવી છે. તેનાથી સમસ્ત વૃત્તિઓનો સમ્યક્ પ્રકારે ઉચ્છેદ થવાથી વૈરાગ્યકલ્પલતામાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે વર્ણવેલ સિદ્ધસુખ ઝડપથી પ્રાપ્ત થાય છે. ત્યાં જણાવેલ છે કે “દેહવૃત્તિથી શારીરિક દુઃખ ઉત્પન્ન થાય છે. તથા મનોવૃત્તિથી માનસિક દુઃખ પ્રગટ થાય છે. દેહ-મનોવૃત્તિ ન હોવાથી સિદ્ધશિલામાં મહાસુખ સિદ્ધ થાય છે.” (૧૨/૧૦)