________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૨/૧૦)]
૩૫૩
જ્ઞાનથી ભિન્ન એવા પર શેય પદાર્થોને પોતાના જ્ઞાનમાં ગૌણ કરે છે અને મુખ્યપણે જ્ઞાનને પોતાને જ જ્ઞાનનો શેય બનાવે છે. તેથી તેઓ જ્ઞાનઅભિન્ન શેયના આકારને જ મુખ્ય બનાવીને તે સ્વરૂપે પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે. તથા તે મુજબ શ્રદ્ધા કરે છે. મતલબ કે પરનું લક્ષ છૂટીને પ્રતિભાસમાન જ્ઞાન અંદરમાં ઝળહળે છે. આ રીતે જ્ઞાનથી અભિન્ન જ્ઞાતાનો અનુભવ સમકિતી કરી લ્યે છે. પરંતુ મિથ્યાદષ્ટિ જીવ પ્રતિક્ષણ જ્ઞાનને છોડી જ્ઞાનમાં સદા પ્રતિભાસમાન રાગાદિ પરજ્ઞેય સાથે એકાકારતદાકાર-તન્મય થઈ જાય છે. તથા રાગાદિ પર પદાર્થ સાથેના તાદાત્મ્યનો આશ્રય કરે છે, પરતાદાત્મ્યનો અનુભવ કરે છે. તથા રાગાદિ પર પદાર્થના તાદાત્મ્યની જ રુચિ-શ્રદ્ધા પકડી રાખે છે. આ જ અભિપ્રાયથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અધ્યાત્મસાર ગ્રંથમાં આત્મનિશ્ચય અધિકારમાં જણાવેલ છે કે “જેમ અજ્ઞાની માણસ લાલ-પીળા ફૂલ વગેરે સ્વરૂપ ઉપાધિના વૈવિધ્યથી ઉત્પન્ન થયેલ લાલાશ-પીળાશ વગેરે ભેદોને = પ્રકારોને સ્ફટિકમાં જાણે છે, (આરોપિત કરે છે,) તેમ અજ્ઞાની જીવ કર્મકૃત ભેદભાવોને રાગાદિપરિણામોને આત્મામાં જ માને છે. તેથી તે ‘હું રાગી છું, દ્વેષી છું, ક્રોધી છું - ઈત્યાદિરૂપે અભિમાન કરે છે.’’
=
અ
/ જ્ઞાન સિવાયના પરિણામોની ઉપેક્ષા કરીએ /
આ
આથી જ્ઞાન સિવાયના તમામ શેયની (= ૫૨શેયપદાર્થની) રુચિ-દૃષ્ટિ-અભિલાષા-લક્ષ-શ્રદ્ધા છોડીને ગંભીર પરિણતિથી પોતાના ઉપયોગને અંદરમાં વાળીને, ઉપયોગ પોતાને જ જ્ઞેય બનાવે તેવું કરીને, જ્ઞાનાત્મક શેયના જ્ઞાનની મુખ્યતા રાખવી એ જ સ્વાનુભૂતિનો આંતરિક તાત્ત્વિક માર્ગ છે. કેમ કે જ્ઞાન પોતે જ પોતાને શેય બનાવે, જ્ઞાન પોતાને જ જાણવા-માણવા ઉત્સુક બને તો જ શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. તથા તે શુદ્ધોપયોગ દ્વારા નિરુપાધિક આનન્દ સ્વભાવી એવા જ્ઞાતાથી અભિન્નપણે જ્ઞાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પ્રસ્તુતમાં લોકોત્તર ન્યાયને પણ લાગુ પાડવો. તે એ રીતે કે જ્ઞાતા જ . પૂર્ણસ્વરૂપે જ્ઞાનાત્મક બની જાય તે મુક્તિ છે. (મતલબ કે જ્ઞાનનું સદા માટે કેવળ સ્વસન્મુખ સ્થિર યો થઈ જવું તે જ મોક્ષ છે. લોકાલોકસ્વરૂપ પર શેયનો તેમાં પ્રતિભાસ થાય તો પણ મુક્તાત્મા તથાસ્વભાવી જ્ઞાનને જ જાણે છે. તે પરશેયમાં તાદાત્મ્ય કે મમત્વ ધારણ કરતા નથી.) તથા જ્ઞાતાને રાગાદિ જ્ઞેયમાં તાદાત્મ્ય અનુભવાય તે જ ભવભ્રમ છે. (અર્થાત્ અજ્ઞાનદશામાં જ્ઞાનનું સ્વપ્રકાશકપણું લક્ષ બહાર નીકળી જાય છે તથા પરનું લક્ષ અને પરનો પક્ષ મજબૂત થઈ જાય છે. જ્યારે જ્ઞાનદશામાં શેયના પ્રતિભાસ ઉપરથી પોતાનું લક્ષ છૂટી જાય છે અને સ્વપ્રકાશકતાનો પક્ષ દૃઢ થાય છે.)
જો કે સમકિતી કે મિથ્યાત્વી તમામ જીવોનું જ્ઞાન સ્વપ્રતિભાસી હોય જ છે. તો પણ સ્વનો નિર્મળજ્ઞાનનો અનુભવ તો સમકિતીના જ્ઞાનમાં જ માન્ય છે. જ્ઞાની-અજ્ઞાનીને પ્રતિભાસ બેનો હોય છે. પણ જ્ઞાનીને લક્ષ સ્વનું હોય છે, અજ્ઞાનીને પરનું હોય છે. આટલો અહીં તફાવત સમજવો. તેથી જ્ઞાનમાં જ્યારે સ્વ-પરનો પ્રતિભાસ થતો હોય ત્યારે ઉપયોગનો વિષય રુચિપૂર્વક સ્વ = જ્ઞાન જ બને તેવું કરવું. બાકી મિથ્યાત્વનો ઉચ્છેદ થવો દુર્લભ જ છે. જીવના પરમપારિણામિકભાવસ્વરૂપ જ્ઞાતાથી ભિન્ન બાહ્ય શરીર-પરિવાર-ધન વગેરે શેય પદાર્થ તથા રાગાદિ આંતરિક જ્ઞેય પદાર્થ - આ બન્નેની જિજ્ઞાસા, અનુસંધાન, રુચિ, પક્ષ, લક્ષ વગેરે જો છૂટે નહિ, છોડવાની તૈયારી પણ ના હોય તો સ્વાનુભૂતિની આશા છોડી જ દેવી. પરને રુચિપૂર્વક જાણવાનું ચાલુ રાખવું છે અને જ્ઞાનસ્વરૂપ
=