________________
૬૩૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત નમસ્કાર મહામંત્ર વગેરેનો વિશિષ્ટ પ્રકારે અને એકાગ્ર ચિત્તે જાપ કરવાથી તથા જીવનમાં આચારશુદ્ધિને આ જાળવવાથી તથાવિધ સૌભાગ્ય પ્રગટ થાય છે. બળજબરીથી કે ધાકધમકીથી કે કેવળ સત્તાના બળથી ધ્યા શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ સમુદાયનું સંચાલન કર્યું ન હતું. પરંતુ લોકોત્તર સૌભાગ્યના પ્રભાવે અને ઉગ્ર તપ-ત્યાગાદિ પંચાચારશુદ્ધિના બળથી પોતાના સમુદાયનું યોગ-સેમ-સંવર્ધન આદિ કરેલ હતું.
સિદ્ધિગતિની નવ વિશેષતા છે. આવા લોકોત્તર સૌભાગ્યના અને પંચાચારશુદ્ધિના બળથી આપણે આપણી ભૂમિકા મુજબ આત્મકલ્યાણ, આ સંઘરક્ષા, શાસનપ્રભાવના વગેરે સત્કાર્ય કરીને માનવભવને સફળ બનાવીએ તેવી પવિત્ર પ્રેરણા આ ( શ્લોક કરે છે. તેના લીધે દિગંબરીય પ્રાચીન પંચસંગ્રહમાં વર્ણવેલી સિદ્ધિગતિ દુર્લભ નથી રહેતી. આ ( વાત ખાસ ખ્યાલમાં રાખવી. ત્યાં જણાવેલ છે કે “(૧) જન્મ, (૨) ઘડપણ, (૩) મોત, (૪) ભય, ઘા (૫) સંયોગ, (૬) વિયોગ, (૭) દુઃખ, (૮) સંજ્ઞા તથા (૯) રોગાદિ જ્યાં નથી હોતા તે સિદ્ધિગતિ મેં હોય છે.' (૧૭/૧)