________________
૬૨૫
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૭)]
યોગસંન્યાસ નામના બીજા સામર્થ્યયોગને મેળવીએ આ રીતે સર્વોત્કૃષ્ટ પરોપકાર કરીને ભવના અંતે, યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરેમાં વર્ણવેલ “યોગસંન્યાસ નામના બીજા સામર્થ્યયોગને સમ્યફ રીતે પ્રાપ્ત કરીને, યોગનિરોધથી સર્વસંવરધર્મની સમ્યફ પ્રકારે આરાધના કરીને તથા બાકીના ચાર અઘાતિ કર્મોનો પ્રક્ષય કરીને સદા કાળ માટે સિદ્ધશિલામાં પ્રતિષ્ઠિત થાય છે. સાધક ભગવાન સ્વયં સિદ્ધ ભગવાન બને છે. તે પોતાના વિશુદ્ધ ચેતનદ્રવ્ય-પૂર્ણગુણ -પવિત્રપર્યાયોથી વણાયેલ પરમસચ્ચિદાનંદ સ્વરૂપ મહાસાગરમાં ડૂબી જાય છે, લીન થઈ જાય છે, સદા માટે સ્થિર થઈ જાય છે.
| ઇ ત્રિકાળશુદ્ધ નિજ ચેતન વસ્તુને પ્રગટાવીએ છે આ છે નિગોદથી માંડીને નિર્વાણ સુધીની યાત્રાનો સાચો ચિતાર. આનું દિગ્દર્શન જિનાગમ કરાવે છે. પરંતુ શુક્લ અંતઃકરણ વિના આવા લોકોત્તર જિનાગમના આંતરિક તત્ત્વની સ્પર્શના પ્રાયઃ અશક્ય છે, શ્રદ્ધા દુઃશક્ય છે, રુચિ અસંભવ છે, આંતરિક સ્વીકાર દુર્લભ છે, અભિલાષા-ઝંખનાદિ પણ શક્ય ૨૬, નથી. શુક્લ અંતઃકરણની પ્રાપ્તિમાં સમારોપ બાધક છે. પૂર્વે (૭/૬ થી ૧૯) આ આરોપોનું વિસ્તૃત વર્ણન ધ્યા કરેલું જ છે. જેમ કે “હું શરીર છું. હું પુત્ર છું. પુત્રાદિ મારા છે. આ પુત્ર એ હું જ છું. મકાન-દુકાન , -તન-મન-વચન-ધન-રાગાદિ મારા છે. એ મારા સુખના સાધન છે...' ઈત્યાદિ તમામ પૂર્વોક્ત ઉપચાર આ -આરોપ-સમારોપ રસપૂર્વક કરવાની અનાદિકાલીન આંટી-ઘૂંટીમાં ફસાવાનું નથી. પણ તેનો ત્યાગ કરવાનો આ છે. તો જ શુક્લ અંતઃકરણ પ્રાપ્ત થાય. તેવું શુક્લ અંતઃકરણ મેળવીને શ્રીજિનાગમના તાત્પર્યથી પ્રજ્ઞાને પરિકર્મિત કરવી, વાસિત કરવી. તેવી પ્રજ્ઞાથી અને આધ્યાત્મિક ઉપનયથી ગર્ભિત પ્રસ્તુત ગ્રંથરાજની સહાયથી હે ભવ્યાત્માઓ ! તમે અત્યંત ઝડપથી ત્રિકાળ વિશુદ્ધ નિજ ચેતન વસ્તુને પ્રાપ્ત કરો, પ્રત્યક્ષ યો કરો. કેમ કે તે અતિ-અતિ-અતિ દુર્લભ છે અને અતિ-અતિ-અતિ મહાન છે. આ હકીકતને ભૂલવી નહિ. આ માટે પરમાત્માને નીચે મુજબ પ્રાર્થના-વિનંતિ કરી શકાય કે :
“તું સર્વશક્તિમાન તો, મુજ કર્મ શું કાપે નહિ ?, તું સર્વઈચ્છાપૂરણો, તો મોક્ષ શું આપે નહિ ? ભલે મુક્તિ હમણાં ના દિયો, પણ એક ઈચ્છા પૂરજો,
ભવવનદહન દાવાનલો, સમ્યકત્વ મુજને આપજો.” તથા પ્રભુકૃપાથી ગ્રંથિભેદની સ્પર્શના થયા બાદ નીચે મુજબ પ્રણિધાન કરવું કે :
અહો ! ગ્રંથિભેદથી પ્રકાશિત અપૂર્વ-અમૂલ્ય ચિદ્રત્ન = શુદ્ધોપયોગસ્વરૂપ રત્ન એ નિર્વિકારી અને નિરાકાર છે. તે સદા મારા ચિત્તઆકાશને પ્રકાશિત કરો, પ્રકાશિત કરો, પ્રકાશિત કરો. (૧)
અહો ! ગ્રંથિભેદથી પ્રકાશિત અપૂર્વ નિર્વિકાર નિરાકાર ચિદ્રત્નમાં મારું ચિત્તાકાશ વિલીન થાવ, વિલીન થાવ, વિલીન થાવ. અર્થાત્ મારું ચિત્ત પણ વિકારશૂન્ય, આકારશૂન્ય ચિસ્વરૂપ - શુદ્ધોપયોગસ્વરૂપ બનો. (૨)