________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
અશુદ્ધ ચેતનાને ટાળીએ
ઉપનય :- આ જગતમાં ખરેખર મિથ્યાત્વમિશ્રિત અજ્ઞાનાવરણકર્મના ઉદયથી મૂઢ બનેલો આ આત્મા અનાદિ કાળથી કર્મપુદ્ગલના પરિણામસ્વરૂપ રાગ-દ્વેષ વગેરેની સાથે એકમેક બની ગયેલા એવા પોતાના ચૈતન્યરસનો આસ્વાદ કરે છે. પૌદ્ગલિક અને આત્મીય રસનું ભેળસેળપણે -એકરૂપે સંવેદન કરવાના લીધે ‘આ મારો પરિણામ તથા આ પારકો પરિણામ' - એવી ભેદવજ્ઞાનની શક્તિ અનાદિ કાળથી આત્મામાં બિડાઈ ગયેલી છે. તેથી તેવો અજ્ઞાની આત્મા પોતાને અને પરને (= કર્માદિપુદ્ગલોને) એકપણે જાણે છે. આમ સ્વ-પરમાં તાદાત્મ્યનો અધ્યાસ કરવાના લીધે ‘હું રાગી, ૐ દ્વેષી, ક્રોધી છું’ - ઈત્યાદિરૂપે પોતાની જાતને જીવ વિચારે છે. તે કારણે અહીં મૂળગ્રંથમાં (દ્રવ્ય-ગુણ
૩૩૨
-પર્યાય રાસસ્તબકમાં તથા દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં) રાગ-દ્વેષાદિ પરિણામસ્વરૂપ ચેતના જણાવેલી છે. આ કથન ઉપચારથી જ સમજવું. તેથી રાગાદિપરિણામાત્મક ચેતનાને તથા તેવા ઉપચારને કે સમ્યગ્નાની છોડે છે. કારણ કે ગ્રંથિભેદ પછી જે અપરોક્ષ સ્વાનુભૂતિ થાય છે, તેના બળથી આત્મજ્ઞ સાધક પોતાને અને પરને ભિન્ન-ભિન્નસ્વરૂપે જાણે છે. આત્માનુભવીને અંદરમાં સ્પષ્ટપણે વેદન થાય ૨ે છે કે “અન્ય સમસ્ત કાર્મિક-પૌદ્ગલિક રસો વિકૃત છે. તેના કરતાં મારો ચૈતન્યરસ અત્યંત મધુર
છે. જેમ બરફમાં ઉપર-નીચે-વચ્ચે-આગળ-પાછળ બધે જ માત્ર શીતળતા હોય છે, તેમ મારામાં સર્વત્ર ચૈતન્યરસ જ વ્યાપેલ છે. તથા તેમાં પણ માત્ર મધુરતા છે, કડવાશ-તીખાશ વગેરે નહિ. જ્યારે આ ઢો રાગ-દ્વેષાદિ તો તેનાથી ભિન્ન કડવા-તીખા રસવાળા છે. મારા ચૈતન્યરસની મધુરતા પાસે તે તમામ
.
ફિક્કા છે, બેસ્વાદ છે, નીરસ અને વિરસ છે. આવા રસ-કસહીન બેસ્વાદ રાગાદિ પરિણામોની સાથે જે તાદાત્મ્યનો વિકલ્પ કરવો તે નરી મૂર્ખતા છે. સ્વ-પરની વચ્ચે રહેલા અત્યંત ભેદની સમજણ ન હોવાથી જ અત્યાર સુધી તેવો ભ્રાન્ત તાદાત્મ્યવિકલ્પ પ્રવર્તતો હતો.”
'હું રાગી' - તેવું આત્માનુભવી ન માને
‘રાગાદિ મારા પરિણામ નથી પણ કર્મપુદ્ગલના પરિણામ છે’ આવી સમજણ આત્માનુભવી પાસે હોવાથી રાગ-દ્વેષ વગેરેના ઉદયકાળે પણ તે રાગાદિશૂન્ય પોતાના આત્મદ્રવ્યના સ્વરૂપનું સંવેદન કરે છે. તેથી તે સમયે આત્મજ્ઞ સાધક ‘હું રાગી છું, દ્વેષી છું, ક્રોધી છું - ઈત્યાદિ સ્વરૂપે પોતાને માનતા નથી જ. આત્મજ્ઞ સાધક પોતાની જાતને રાગી વગેરે સ્વરૂપે વિકલ્પારૂઢ કરતા નથી. આત્માનુભવી સમજે છે કે ‘રાગ વગેરે પરિણામો કાલ્પનિક નથી. વાસ્તવિક જ છે. તેમ છતાં તે પરિણામો મારા નથી. કર્મપુદ્ગલોના જ છે. કારણ કે તે ભાવકર્મસ્વરૂપ છે. મારે તેનું કશું પણ કામ નથી. મારી અંદ૨માં જણાવા છતાં રાગાદિ પરિણામો કર્મપ્રેરિત જ છે. હું તેનો કર્તા નથી. રાગાદિ વિભાવપરિણામો તુચ્છ છે, અસાર છે, રાંકડા છે, નાશવંત છે. તેથી મારે તેને જોવા જ નથી. મારે તો મારા ચૈતન્યસ્વભાવમાં જ મારી દષ્ટિને-શ્રદ્ધાને-રુચિને સ્થાપિત કરવી છે. મારો ચૈતન્યસ્વભાવ નિસ્તરંગ છે, નિર્વિકલ્પ છે, નિશ્ચલ છે, નિત્ય છે, રાગશૂન્ય છે. તેમાં જ સહજ શાંતભાવે મારે મારી દૃષ્ટિને સતત સ્થાપિત કરવી છે. જેથી તે ચૈતન્યસ્વભાવ પૂર્ણપણે પ્રગટ થાય.” આવી ભાવનાથી આત્મજ્ઞાની સાધક નિજચૈતન્યઘનસ્વભાવમાં ડૂબી જાય છે. તથા પોતાનાથી દ્રવ્યકર્મને અને ભાવકર્મને છૂટા પાડે છે. જેમ