________________
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રસ + ટબો (૧૪/૭)].
૫૮૩ બ્રહ્મ = શુદ્ધાત્મા છું' - આવું હમણા જાણ્યું.” અર્થાત્ પરિપક્વ ભેદજ્ઞાનથી આત્મસાક્ષાત્કાર થયો. આવું ભેદજ્ઞાન પોપટિયું નહિ કે પોથીમાના રીંગણા જેવું નહિ પણ સૂક્ષ્મ અને તાત્ત્વિક જોઈએ.
૦ ભેદવિજ્ઞાનનો અભ્યાસ ૪૨ પ્રકારે છે સમય :- સૂક્ષ્મ અને તાત્ત્વિક એવા ભેદજ્ઞાનનો અભ્યાસ (૧) કોણે કરવો ? (૨) શેના વડે કરવો ? (૩) ક્યારે કરવો? (૪) ક્યાં કરવો ? (૫) કઈ રીતે કરવો ?
જીયો :- સૂક્ષ્મ અને તાત્ત્વિક એવા ભેદવિજ્ઞાનનો અભ્યાસ આત્માર્થી સાધકે આÁ અંતઃકરણમાંથી જન્મેલી પોતાની પ્રજ્ઞા વડે સતત સર્વત્ર દઢપણે કરવો. તે માટે નીચે મુજબની ઊંડી વિચારણા-વિભાવના સાધકે કરવી કે :
જ દેહ-તદ્ધમદિથી આત્મા ભિન્ન છે ‘(૧) શરીરથી હું અત્યંત જુદો છું. કેમ કે હકીકતમાં હું તો દેહાતીત-દેહશૂન્ય છું. .
(૨) શાતા, અશાતા, અસ્થિરતા, પૂરણ, સડન, ગલન, પતન, વિધ્વંસન, સ્થૂલતા, કૃશતા, એ ગૌરતા વગેરે દેહધર્મોથી હું અત્યંત ભિન્ન છું. ભિન્ન જ છું તો તેમાં ભળી જવાની ભ્રાંતિ હવે નથી કરવી. (૩) દેહમાં રહેલ ઔદારિક વગેરે પુગલોના પિંડથી હું અત્યંત અળગો છું.
ધ્યા (૪) ગમન, આગમન, શયન, ભોજન વગેરે દેહક્રિયાઓથી પણ હું તદન નિરાળો છું.
(૫) ગમનાગમનાદિ દેહક્રિયાના ફળસ્વરૂપે આવનાર પરિશ્રમ, નિદ્રા વગેરેથી પણ હું સાવ જ ન્યારો છું. દેહ, દેહધર્મ, દેહઅવયવો, દેહક્રિયા, દેહક્રિયાફળ - આ પાંચેયની સાથે મારે શું લેવા દેવા? આ કેમ કે હું તો દેહાતીત, તનભિન્ન, કાયાશૂન્ય, શરીરઅગોચર છું. તે સ્વરૂપે જ જાતને અનુભવવી છે.
જ વાણી-તદ્ધમદિથી આત્મા અન્ય છે (૬) શબ્દાતીત એવો હું શબ્દથી પણ અત્યંત પૃથફ છું. તેનાથી પૃથફ જ રહેવું છે. (૭) કર્કશતા, મધુરતા, સુસ્વરતા, દુઃસ્વરતા વગેરે વાણીના ગુણધર્મોથી પણ હું જુદો છું. (૮) વાણીમાં રહેલા ભાષાવર્ગણાના પુગલોના પૂંજથી પણ હું તદન ભિન્ન છું. (૯) વાણીમાં કંપન-વિસ્તરણ આદિ ક્રિયાઓ ઉત્પન્ન થાય છે, તે વાણીક્રિયાથી પણ હું અલગ છું.
(૧૦) મોઢેથી નીકળીને ચારે બાજુ ફેલાતી વાણી સાંભળીને તેના ફળસ્વરૂપે અન્ય શ્રોતાને કે મને જે આફ્લાદ કે અણગમો વગેરે ઉભા થાય તેનાથી પણ હું મૂળભૂત સ્વભાવે જુદો જ છું.
વાણી, વાણીધર્મ, વાણીઅવયવો, વાણીક્રિયા કે વાણીક્રિયાફળ - આ પાંચેયની જોડે મારે શું લાગે કે વળગે ? કારણ કે હું તો શબ્દાતીત, શબ્દભિન્ન, શબ્દરહિત, શબ્દસંપર્કશૂન્ય, શબ્દઅગોચર છું.
૪ ઈન્દ્રિય-તદ્ધમદિથી આત્મા જુદો છે જ (૧૧) આંખ, નાક વગેરે પાંચેય ઈન્દ્રિયોથી હું અન્ય છું. કેમ કે હું અતીન્દ્રિય છું. (૧૨) બહિર્મુખતા, વિષયલોલુપતા વગેરે ઈન્દ્રિયના ગુણધર્મોથી પણ હું સાવ અલગ જ છું. (૧૩) પાંચેય ઈન્દ્રિયોમાં રહેલ શક્તિમય નિર્મળ પુગલોના સમૂહથી પણ હું ભિન્ન છું.
(૧૪) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પોત-પોતાના વિષયોનું સેવન કરવું વગેરે સ્વરૂપ ઈન્દ્રિક્રિયાથી પણ હું અત્યંત જુદો છું. તેથી હવે તેમાં તન્મયતાનો ભ્રમ મારે બિલકુલ સેવવો નથી.