________________
૫૭૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત - ૪ અવંચકયોગથી સદ્ગુરુસંયોગ થયો નહિ ૪ | (F) કદાચ તેવા સદ્ગુરુ મળેલા હોય પણ પૂર્વોક્ત (૧૫/૧/૧) અવંચયોગથી તેની પ્રાપ્તિ ન થઈ હોય તો પણ પ્રતિસમય અનંતગુણ વર્ધમાન પરિણામવિશુદ્ધિ જન્મ નહિ આવી પણ પ્રબળ સંભાવના છે. તેવા સદ્ગુરુના ગુણોની પરખપૂર્વક, તેમની તારકશક્તિની ઓળખપૂર્વક, તેમના પ્રત્યે બિનશરતી શરણાગતિભાવ જન્મે, તેમની અનુભવવાણી મુજબ સાધનામાર્ગનો બાહ્ય-અત્યંતર પુરુષાર્થ કરવાની તૈયારી આવે એ પ્રતિસમય અનંતગુણ વર્ધમાન પરિણામવિશુદ્ધિનું = ભાવલબ્ધિનું અંતરંગ મુખ્ય કારણ છે. અવંચકયોગથી સદ્ગસમાગમ ન થયો તો તેવું ન બની શકે.
(G) કદાચ અવંચકયોગથી સ્વાનુભવી સદ્ગુરુનો ભેટો થયો હોય પણ પોતાની જ ભવિતવ્યતા પ્રતિકૂળ હોય તો પણ તેવી વર્ધમાન વિશુદ્ધ ભાવધારા ન પ્રગટે તેવી સંભાવના નકારી શકાતી નથી.
(H) અથવા નિમિત્તાધીન કર્મવશ તાત્કાલિક વિષય-કષાયના ઉછાળા આવેગ-આવેશ આવે તેની સામે જીવનું બળ ઓછું પડે, જીવ તેની સામે ઢીલો પડીને તેને આધીન થઈ જાય તો પણ તેવો વર્ધમાન એ વિશુદ્ધ અધ્યવસાય પ્રવાહ = ભાવલબ્ધિ ન જન્મે. આ પણ શક્ય છે.
જ પુણ્યોદયના આકર્ષણને છોડીએ , () અથવા પ્રસિદ્ધિ, પ્રભાવકતા વગેરે પૂર્વોક્ત (જુઓ-પૃષ્ઠ પ૬૯) ૨૬ પ્રકારના (A to Z) ન પુણ્યોદયના આકર્ષણના લીધે પણ પ્રતિસમય વર્ધમાન શુદ્ધપરિણામપ્રવાહ ન પ્રગટે તેવું પણ સંભવે.
છે વિશ્રામસ્થાનોમાં ન અટવાઈએ છે * (U) અથવા પૂર્વે (જુઓ-પૃષ્ઠ પ૭૦) જણાવેલ આજ્ઞાચક્રમાં લાલ-પીળા અજવાળા વગેરે (A to Z)
૨૬ વિશ્રાન્તિ સ્થાનોમાં અટકી જવાના લીધે, તેમાં ખોટી થવાના કારણે, તેનો ભોગવટો કરવાની રુચિ ૧ થવાથી શુદ્ધાત્મદ્રવ્ય ઉપરથી દષ્ટિ-ઉપયોગ-રુચિ-લાગણી કાંઈક અંશે ખસી જાય છે. તેના લીધે પણ પ્રતિસમય વા અનંતગુણ વર્ધમાન ભાવવિશુદ્ધિ સ્રોત = ભાવલબ્ધિ પ્રગટ ન થાય. આવી પણ સંભાવના પ્રબળ રહે છે.
વિજ્ઞવિજયમાળાને વરીએ 2 (K) પૂર્વોક્ત (જુઓ-પૃષ્ઠ પ૭૧) નિદ્રા, તન્દ્રા, પ્રમાદ વગેરે ૨૭ વિનોની સામે જીવ મૂકી પડે, તેને પરવશ થઈ જાય તો પણ ગ્રંથિભેદકારક તેવી વર્ધમાન વિશુદ્ધ ભાવશૃંખલા = ભાવલબ્ધિ ન મળે. આવું પણ પૂર્વે અનેક વખત બન્યું હોય.
- કુશલાનુબંધની પરંપરાને ઉખેડીએ નહિ , (L) આશાતના, ઉસૂત્રભાષણ વગેરેના કારણે કુશલાનુબંધની પરંપરાને આ જીવે ઉખેડી નાંખી હોય તો પણ ગ્રંથિભેદજનક વધતી નિર્મળ પરિણતિની ધારા ન જન્મે તેવી પણ શક્યતા છે. ગ્રંથિભેદની કામનાવાળા જીવે આશાતના-ઉસૂત્રભાષણ વગેરેથી સતત દૂર રહેવાની પ્રાથમિક જરૂરત છે.
* અંતરંગ પુરુષાર્થને ન છોડીએ જ (M) ગ્રંથિભેદકારક પ્રતિસમય વધતી ભાવશુદ્ધિને પ્રગટાવવા માટે સાધક ભગવાને પૂર્વે (જુઓ પૃઇ-પ૬૪ થી પ૬૮) જણાવેલ પંદર પ્રકારના અંતરંગ પુરુષાર્થને દીર્ઘકાળ સુધી (વર્તમાન કાળમાં કમ સે કમ છ માસ સુધી અથવા ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી) પ્રતિદિન નિરંતર આદર-બહુમાન