________________
૫૭૭
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૬/૭)]. પાસે આવી પ્રાથમિક કાળલબ્ધિ ન હોય. તેથી પુરુષાર્થ કરવા છતાં પણ પોતાના સહજ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો સાક્ષાત્કાર કે તેની યથાર્થ શ્રદ્ધા તે જીવ ન કરે તેવું પણ સંભવી શકે.
જ બીજી કાળલધિને સમજીએ (૨) જે જીવનો સંસાર દેશોન અર્ધ પુદ્ગલ-પરાવર્ત કાળ કરતાં ઓછો હોય તે ભવ્યાત્મા પંચેન્દ્રિય હોય, સંજ્ઞી હોય. આહાર-શરીર-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષા-મન આ છ પર્યાયિઓથી પર્યાપ્ત હોય તેની પાસે ઉપરોક્ત “પ્રાથમિક કાળલબ્ધિ’ સંપૂર્ણપણે હાજર છે. તેમ છતાં પણ બીજા પ્રકારની “કાળલબ્ધિ જો તે જીવ પાસે ન હોય તો તે જીવ સમ્યક્ત મેળવી શકતો નથી. બીજા પ્રકારની કાળલબ્ધિનો સંબંધ કર્મની સ્થિતિ સાથે છે. ૭૦ કોટાકોટી સાગરોપમ સ્વરૂપ ઉત્કૃષ્ટસ્થિતિવાળાં કર્મો તે જીવમાં હાજર હોય અથવા એક કોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિવાળાં કર્મો તે જીવમાં વિદ્યમાન હોય તો પણ ગ્રંથિભેદ-સમકિત વગેરેનો લાભ જીવને થઈ શકતો નથી. આ રીતે બીજા પ્રકારની કાળલબ્ધિને કર્મસ્થિતિસાપેક્ષ સમજવી. તે ન હોવાથી પણ જીવને સમકિત મળતું ન હોય તેવું પણ સંભવે છે. આ
/ અનંતગુણ વર્ધમાન પરિણામવિશુદ્ધિને મેળવીએ / (૩) પરિપૂર્ણ પ્રાથમિક કાળલબ્ધિ અને બીજા પ્રકારની કાળલબ્ધિ હોય, અંતઃકોટાકોટી સાગરોપમ ા કરતાં ન્યૂન સ્થિતિવાળાં કર્મો હોય છતાં પણ તે જીવ પ્રતિસમય અનંતગુણ અધિક વર્ધમાન આત્મવિશુદ્ધિને on -પરિણામવિશુદ્ધિને ધારણ ન કરે તો પણ ગ્રંથિભેદ કરીને સમકિત ન જ મેળવે. તેવું પણ પૂર્વે અનેક વાર બન્યું હોય - તેવું સંભવી શકે છે. શ્રીશિવશર્મસૂરિજીએ રચેલ કર્મપ્રકૃતિ (કમ્મપયડી) ગ્રંથ મુજબ આ આ બાબત જણાય છે. બન્ને પ્રકારની કાળલબ્ધિ મળવા છતાં પ્રતિસમય અનંતગુણ અધિક વર્ધમાન , પરિણામવિશુદ્ધિ = ભાવલબ્ધિ પ્રગટ ન થવાના કારણો પણ અનેક બની શકે છે. જેમ કે શું
% મોક્ષાર્થશાસ્ત્રના તાત્પર્યને સમજ્યો નહિ ? (A) તેવા પ્રકારના મોક્ષપ્રયોજનસાપેક્ષ-મોક્ષઉદેશ્યક એવા શાસ્ત્રો જ જીવને મળેલા ન હોય. અથવા (B) તેવા શાસ્ત્રોને સાંભળવા છતાં તેના તાત્પર્યને સમજવા આ જીવે પ્રયાસ ન કર્યો હોય. અથવા
(C) તેવા શાસ્ત્રના ભાવાર્થને-ગૂઢાર્થને સમજવાનો પ્રયત્ન કરવા છતાં તેનો યથાર્થ બોધ, સાચી સમજણ (understanding power), આંતરિક ઓળખાણ મળેલ ન હોય, શાસ્ત્રતાત્પર્યાનુસારી ઠરેલ ડહાપણ (wisdom) પ્રાપ્ત થયેલ ન હોય. તેથી સમકિતપ્રાપક વર્ધમાન વિશુદ્ધિ મળી ન હોય તેવું સંભવે.
જ આત્મપ્રાપ્તિની ચિંતા કરી નહિ જ (D) કદાચ તેવો યથાર્થ બોધ વગેરે જીવને પ્રાપ્ત થયેલ હોય છતાં હું મારા શુદ્ધ આત્માને ક્યારે પ્રાપ્ત કરીશ? ક્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પ્રગટ કરીશ? કેવી રીતે મારા પરમાનંદમય આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થશે ? મારું શાશ્વત શાંતિમય શીતળ શુદ્ધ આત્મતત્ત્વ નિત્યસન્નિહિત હોવા છતાં કેમ અપરોક્ષપણે અનુભવાતું નથી?' - આ પ્રમાણે પોતાના શુદ્ધ આત્માની પ્રાપ્તિ-અનુભૂતિ ન થવાની વેદના -ચિતાથી જ્ઞાન વણાયેલું ન હોય. તેના લીધે ચોથા ગુણસ્થાનકની જીવે સ્પર્શના ન કરી હોય તેવું સંભવે.
| (E) કદાચ તેવી આત્મપ્રાપ્તિની ચિંતાથી વ્યાપ્ત થયેલું જ્ઞાન જીવના અંતરમાં છવાયેલું હોય તો પણ અપરોક્ષ સ્વાનુભૂતિથી સંપન્ન એવા સદ્ગુરુનો સમાગમ ન થયો હોય તો પણ ગ્રંથિભેદ ન થયો હોય તેવું બને.