________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો ( ૧૭)].
૫૩૩ જલાસા - આ રીતે એકાન્ત નિશ્ચયનયનું આલંબન લેવા જતાં તો નિશ્ચય-વ્યવહારસમન્વયાત્મક પ્રમાણથી નિરપેક્ષ થઈ જવાશે. તથા આવી નિરપેક્ષતા સ્વરૂપ સ્વતંત્રતાથી તો મિથ્યાત્વ આવી જાય ને ! તો પછી આવું નિરૂપણ શાસ્ત્રકારોને કઈ રીતે માન્ય બની શકે ?
# નિશ્વયનને મુખ્ય કરવાના બે પ્રયોજન છે. સિમાલાન :- ના, આ નિરૂપણમાં મિથ્યાત્વને કોઈ અવકાશ નથી. એનું કારણ એ છે કે (A) આ જીવે અનાદિ કાળથી (૧) “આ કરું, તે કરું?' - આવી કર્તુત્વબુદ્ધિ, (૨) “હું આમ ભોગવીશ. આ રીતે તેનો ઉપયોગ કરીશ' - આવી ભાતૃત્વબુદ્ધિ, (૩) દેહાધ્યાસ, (૪) ઈન્દ્રિયાધ્યાસ, (૫) કષાયાદિમય વિભાવદશા, (૬) સંકલ્પ-વિકલ્પ-અંતર્જલ્પ-આશા-ચિંતા-સ્મૃતિ-વિચાર-કલ્પના વગેરેથી વણાયેલી વિધૂદશા, (૭) પર્યાયદષ્ટિ વગેરેનો જ અત્યંત પ્રબળ અભ્યાસ કરેલ છે. તેથી તેમાં જ આ જીવ સતત વ્યગ્ર છે. તથા (B) બીજી બાજુ (૧) સાક્ષીભાવ, (૨) ઉદાસીનભાવ, (૩) અસંગદશા, (૪) જ્ઞાતા-દષ્ટાભાવ, (૫) પરમશાંત અવસ્થા, (૬) વિરક્તપરિણતિ, (૭) દ્રવ્યદૃષ્ટિ વગેરેનો તો આ જીવે બિલકુલ અભ્યાસ જ નથી કર્યો. તેથી આ જીવની (A) કર્તુત્વબુદ્ધિ વગેરે સાત મલિન તત્ત્વોની વ્યગ્રતાનો ઉચ્છેદ કરવાના આશયથી તથા (B) સાક્ષીભાવ વગેરે સાત પવિત્ર તત્ત્વોનો અભ્યાસ આ દેવી જીવ કરે તેવા પ્રયોજનથી અહીં નિશ્ચયનયના વિષયને મુખ્ય કરવામાં આવેલ છે. વ્યવહારનય આરોપબહુલ, ઉપચારપ્રધાન, કર્તુત્વભાવાદિપ્રેરક હોવાથી વ્યવહારનયને મુખ્ય બનાવવાથી ઉપરોક્ત થી બન્ને પ્રયોજન ઝડપથી સિદ્ધ થવા અતિ-અતિ મુશ્કેલ છે. માટે અહીં નિશ્ચયનયને મુખ્ય કરેલ છે. આ
જ “કરું-કરું છોડીને “ઠ- માં આવીએ જ પ્રસ્તુત નિશ્ચયનય જીવને પોતાના (૧) નિષ્કષાય, (૨) નિર્વિકાર, (૩) નિષ્ઠપંચ, (૪) શાશ્વત છે શાંતસ્વરૂપ, (૫) સહજ સમાધિમય, (૨) પરમાનંદમય તથા (૭) શુદ્ધ એવા ચૈતન્યસ્વભાવને સ્પષ્ટપણે પકડાવે છે. આવું સામર્થ્ય નિશ્ચયનયમાં છે, વ્યવહારનયમાં નહિ. “આ કરું, તે કરું' એમ “કરું-કરું'ની ભૂતાવળમાં તો અનંત કાળ વહી ગયો. છતાં કશું નક્કર તત્ત્વ હાથમાં ન આવ્યું. નિશ્ચયદૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ, આત્મસમજણ વગર કેવળ બાહ્ય ક્રિયા દ્વારા નિજસ્વભાવ પકડાય તેમ નથી. “કરું-કરું” ની ઘેલછા છોડીને નિજ નિષ્કષાય નિર્વિકાર ચૈતન્ય સ્વભાવમાં “ઠ-ઠ” ની લાગણી પ્રગટાવવાની છે. “આ કર, તે કર' - આ વાત વ્યવહાર કરે છે. “બધું બહારનું છોડીને તું તારામાં ઠર, તારામાં ઠર' - આ વાત નિશ્ચયનય કરે છે. તેથી અહીં નિશ્ચયનયના વિષયની મુખ્યતા રાખવામાં આવેલી છે. તેથી પ્રમાણનિરપેક્ષતારૂપ સ્વતંત્રતા અહીં અભિપ્રેત નથી. પરંતુ ઉપરોક્ત બન્ને પ્રયોજનથી પ્રસ્તુત નિશ્ચયનયના વિષયની મુખ્યતા સ્વરૂપ સ્વતંત્રતા અભિપ્રેત છે. તથા આવી સ્વતંત્રતા તો મિથ્યાત્વને લાવતી ન હોવાથી શાસ્ત્રકારોને પણ માન્ય જ છે.
આ પ્રયોજન મુજબ, એક નયની મુખ્યતા પણ માન્ય છે આ જ અભિપ્રાયથી આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “વિશેષ પ્રકારના શ્રોતાને આશ્રયીને નયવિશારદ તે-તે નયોને જણાવે.' ઉપદેશરહસ્ય વૃત્તિમાં મહોપાધ્યાયજીએ પણ જણાવેલ છે કે “જિનેશ્વર ભગવંતનું શાસન સર્વનયાત્મક છે. તો પણ તેમાં જેવા પ્રકારની આવશ્યકતા હોય તે મુજબ અમુક ચોક્કસ નયનું અવલંબન લેવામાં કોઈ દોષ નથી.” મતલબ કે વર્તમાનમાં પોતાની