________________
૫૩૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત જ્યારે હું તો નિર્વિકાર - નિપ્રપંચ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું. તેથી મારે ભોગપ્રવૃત્તિનું કશું કામ નથી. મારે તેનાથી સર્યું. ભોગપ્રવૃત્તિનું કર્તૃત્વ, ભોફ્તત્વ, તેમાં તન્મયતા-એકાકારતા-એકરૂપતા એ મારું કાર્ય નથી. કારણ કે હું તો અસંગસાક્ષી માત્ર છું. હું તેનો કર્તા-ભોક્તા ક્યાંથી બની શકું ?” ઈત્યાદિ ભાવનાથી અનિવાર્ય ભોગપ્રવૃત્તિમાં જોડાવા છતાં પણ પંચમગુણસ્થાનકવર્તી શ્રાવક ઈન્દ્રિયોને છેતરે છે.
વિષય-કષાયને પકવીએ . ખરેખર “હું તો ચેતન છું. શબ્દાદિ ઈન્દ્રિયવિષયો જડ છે. જાણવું, જોવું અને મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થવું એ જ મારું કાર્યક્ષેત્ર છે. વિષયોપાર્જન-ધનોપાર્જન આદિનું કર્તુત્વ કે બાહ્ય વિષયોનું ભોıત્વ એ મારું કાર્યક્ષેત્ર નથી, અધિકારક્ષેત્ર નથી. એ ઈન્દ્રિય, મન, કર્મ, કાયા વગેરેનું કાર્યક્ષેત્ર છે' - આવી સ્વ-પરના વિભાગની જીવંત સમજણ સદા માટે જાગૃત હોવાના લીધે ઈન્દ્રિયવિષયથી વિરક્ત સાધક ભગવાન કાયાથી વિષયભોગમાં પ્રવૃત્તિ કરવા છતાં આક્ષેપકજ્ઞાનના પ્રભાવે સતુમાં = પરમાર્થસમાં = શાશ્વત શુદ્ધ નિજચૈતન્યસ્વરૂપમાં પરમ પ્રીતિથી પોતાની અંતરંગ પરિણતિને લીન (= સતમાં ભાવનો વિનિયોગ = સદ્ભાવવિનિયોગ) કરવા દ્વારા ઈન્દ્રિયોને છેતરવા માટે સમર્થ બને " છે” - આ પ્રમાણે અધ્યાત્મસારમાં જણાવેલ બાબત અહીં યથાર્થપણે ચરિતાર્થ થાય છે. આ રીતે ઈન્દ્રિયની & વિષયાસક્તિને પકવવા દ્વારા કાંતા દૃષ્ટિમાં રહેલો સાધક ઈન્દ્રિયની વિષયાસક્તિને મૂળમાંથી ઉખેડે છે
- તેમ જાણવું. તે જ રીતે સિદ્ધસેનીયા કાર્નાિશિકાપ્રકરણની એક કારિકાને પણ અહીં કાંતા દૃષ્ટિમાં જ
ચરિતાર્થ થવાનો, પગપેસારો કરવાનો પરમાર્થથી અવસર મળે છે. ત્યાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ , મુક્ત મનથી સ્પષ્ટપણે જણાવેલ છે કે “આત્મજ્ઞાની કુશળ પુરુષને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે * કોઈ શાસ્ત્રીય વિધિની કે નિષેધની અપેક્ષા મહદ્ અંશે રહેતી નથી. તેવી મર્યાદા તેમને અત્યંત બાંધી તું શકતી નથી. કારણ કે અજ્ઞ વ્યક્તિ માટે રાગાદિજનક ગણાતું આચરણ પણ જ્યારે આત્મસ્થ ભાવે ર કરાય છે, ત્યારે તે જ આચરણ આત્મજ્ઞાની માટે કષાયને પકવવા દ્વારા કષાયને ઉખેડવાનું જ સાધન બી બની જાય છે. આ રીતે ઈન્દ્રિયોને છેતરવા દ્વારા તથા અપ્રશસ્ત રાગ-દ્વેષ-કષાયને પકવવા-ખંખેરવા { દ્વારા તાત્ત્વિક ઔદાસીન્ય પરિણતિ કાંતા દષ્ટિમાં પ્રગટ થાય છે.
# ઔદાસીન્ય અમૃતરસાંજના ૪ આ અંગે વિજયસિંહસૂરિજીએ સામ્યશતકમાં જણાવેલ છે કે “રાગ-દ્વેષનો પૂરેપૂરો ત્યાગ કરીને ઈન્દ્રિયવિષયોમાં આત્માર્થી સાધકની પ્રવૃત્તિ થાય એ (પણ) ઔદાસીન્ય છે. અમર થવા માટેનું તે રસાંજના છે. પૂર્વે (૧૫/૨-૧૦) આ સંદર્ભ દર્શાવેલ તેનું અહીં અનુસંધાન કરવું. મતલબ એ છે કે કેવળ કર્મોદયના ધક્કાથી ઈન્દ્રિયપ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પણ “મારે અને પાંચ ઈન્દ્રિયોને કે ઈન્દ્રિયવિષયોને કોઈ સંબંધ નથી. હું તો તેનાથી તદન જુદો છું, છૂટો છું. ઈન્દ્રિય મારું સ્વરૂપ નથી. કર્માધીન બનેલી ઈન્દ્રિયોને
જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારે તો મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ કરવું છે. હું ઈન્દ્રિયવિષયોનો કર્તા -ભોક્તા નથી. હું તેનો અસંગ સાક્ષીમાત્ર જ છું. પરમાર્થથી તો હું ફક્ત મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ હું જ્ઞાતા-દષ્ટા છું. મારા શુદ્ધઉપયોગઘન-વિજ્ઞાનઘન સ્વભાવમાં જ હું લીન થાઉં છું - આ રીતે રાગ -દ્વેષ વિના થતી ઈન્દ્રિયપ્રવૃત્તિના સમયે પણ તેમાં તદન ઉદાસીનતા ટકી રહેવી એ જ તાત્ત્વિક મોક્ષપુરુષાર્થ છે. આ રીતે સાધક કામવાસનાને જીતે છે.