________________
૫૩૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત ઔચિત્યનું પાલન કરવું, (૧૯) પ્રાણ ગળામાં આવી જાય, મોત નજર સામે દેખાય તો પણ પોતાના કુળને દૂષણ લાગે તેવા નિંદનીય કાર્યોને ન જ કરવા' - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં પૂર્વસેવાઅન્તર્ગત સ્વરૂપે જે ૧૯ સદાચાર બતાવેલા છે, તે અહીં કાંતા દષ્ટિમાં રહેલા શ્રાવકના જીવનમાં પરાકાષ્ઠાએ પહોંચેલા હોય છે તથા પરિપૂર્ણપણે પરિશુદ્ધ બનેલા હોય છે. કાંતા દૃષ્ટિમાં રહેલા ભાવશ્રાવકની આ અવસ્થામાં સમગ્ર યોગપૂર્વસેવા ભાવની અપેક્ષાએ, શુદ્ધ પરિણામની અપેક્ષાએ પરાકાષ્ઠાને પામે છે. આ મુજબ કાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે. પોતાના નિર્વિકાર જિનસ્વરૂપની ધારણા સ્વરૂપ છઠ્ઠા યોગાંગની અહીં તાત્ત્વિક પ્રાપ્તિ થાય છે. તેના પ્રકર્ષને લીધે પોતાના પરમાત્મસ્વરૂપ સિવાય બીજે ક્યાંય તેને આનંદ આવતો નથી. આથી ષોડશક, યોગદષ્ટિસમુચ્ચય, દ્વિત્રિશિકા પ્રકરણ ગ્રંથમાં જણાવેલ “અન્યમુદ્ નામનો ચિત્તદોષ રવાના થાય છે.
આક્ષેપક જ્ઞાનના પ્રભાવને પિછાણીએ છે યોગદૃષ્ટિ સમુચ્ચય, દ્વાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં જે “આક્ષેપક જ્ઞાન’નું વર્ણન ૨ી કરવામાં આવેલ છે, તે અહીં પ્રગટ થાય છે. આક્ષેપક જ્ઞાન એટલે અપૂર્વ આત્મજાગરણ. તેના પ્રભાવે
સાધક ભગવાનને પોતાના જ વિશુદ્ધ નિર્વિકલ્પ અસંગ સાક્ષીમાત્ર ધ્રુવ ચૈતન્યસ્વરૂપમાં જ પૂરેપૂરી રીતે Lી ડૂબી જવાનો દઢ પક્ષપાત, રસ, રુચિ, ઝંખના રહ્યા કરે છે. તેથી સંસારના ભોગસુખમાં કાયા પ્રવર્તતી dો હોય ત્યારે પણ તેમના અંતઃકરણને આત્મસ્વરૂપ તરફ ખેંચવાનું કામ “આક્ષેપક જ્ઞાન” કરે છે. આક્ષેપક
જ્ઞાનના પ્રભાવે તેને કામભોગો મૃગજળ જેવા તુચ્છ લાગે છે તથા અસાર લાગે છે. તે કામભોગોની રિ સામે ચાલીને હોંશે-હોંશે ઉદીરણા કરતો નથી. તે અંગેની લાંબી-લાંબી કલ્પનાઓમાં તે અટવાતો નથી.
તથા કર્મોદયથી આવી પડેલા ભોગસુખોને અસંગભાવે તે ભોગવે છે. તેથી વિષયભોગો પણ તેમના માટે છે સંસારમાં પરિભ્રમણનું કારણ બનતા નથી. આ અંગે નિમ્નોક્ત શાસ્ત્રવચનોની વિભાવના કરવી. (૧) યો “નિશ્ચયનું આલંબન લેતા સાધકો માટે અંતરંગ પરિણામ જ પ્રમાણભૂત ( કર્મબંધ-નિર્જરાદિ ફલ પ્રત્યે
સ્વતંત્રરૂપે કારણભૂત) છે' - આ મુજબ ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે. (૨) માત્ર બાહ્ય પ્રવૃત્તિના આધારે કર્મબંધ થતો નથી. પરંતુ પરિણામના આધારે કર્મબંધ થાય છે' - આ મુજબ શ્રાવકપ્રજ્ઞપ્તિમાં જણાવેલ છે. (૩) કર્મબંધ-નિર્જરા વગેરે પ્રત્યે “અંતરંગ અધ્યવસાય જ પ્રમાણ છે, ઈન્દ્રિયના વિષયો (ઈન્દ્રિયપ્રવૃત્તિ) નહિ - આ મુજબ વ્યવહારસૂત્રભાષ્યમાં જણાવેલ છે. (૪) કર્મબંધ-નિર્જરા વગેરે બાબતમાં ભાવ પ્રમાણ છે, કાયપ્રવૃત્તિ પ્રમાણ = નિયામક નથી' – આવું ભાવકુલકમાં દર્શાવેલ છે. (૫) “સમ્યગ્દર્શની પાપ ન બાંધે' - આ મુજબ આચારાંગસૂત્રમાં જણાવેલ છે. (૬) “જ્ઞાનીએ કરેલી પ્રવૃત્તિ કર્મબંધનું કારણ બનતી નથી' - આવો હારિભદ્રદાનઅષ્ટકવૃત્તિનો પાઠ પ્રતિમાશતકવૃત્તિમાં ઉદ્ધત છે. મતલબ કે સમ્યગ્દર્શનજન્ય અંતરંગ વિશુદ્ધિ, આક્ષેપક જ્ઞાન, અનાસક્ત પરિણામ વગેરેના કારણે કાંતા દષ્ટિમાં વર્તતા સાધકને ભોગપ્રવૃત્તિ કર્મબંધકારક બનતી નથી. (૭) દ્વાત્રિશિકાવૃત્તિમાં જણાવેલ છે કે “ગ્રંથિભેદ કરનારા સમકિતીને કુટુંબપોષણ વગેરે પ્રવૃત્તિ પણ કર્મબંધકારક નથી.”
જ સાધક ઈન્દ્રિયોને છેતરે છે કાંતા દૃષ્ટિમાં પ્રવેશેલ ભવભીરુ શ્રાવક ભોગપ્રવૃત્તિ સમયે અંદરમાં તીવ્રપણે સંવેદન કરે છે કે “તીવ્ર આસક્તિથી અને રતિની અનુભૂતિથી વણાયેલી એવી આ ભોગપ્રવૃત્તિ એ ખરેખર