________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬૭)].
૫૨૯ (૧૭) તર્ક વગેરેથી શાસ્ત્રતાત્પર્યને સ્પષ્ટ કરીને પ્રવૃત્તિ કરવા દ્વારા ઐદંપર્યશુદ્ધિ, (૧૮) ઉત્સર્ગ -અપવાદાદિના સંતુલન દ્વારા ભાવશુદ્ધિ, (૧૯) તીવ્ર રાગ-દ્વેષ વિના પ્રવૃત્તિ કરવા દ્વારા પરિણામવિશુદ્ધિ, (૨૦) કાર્ય કરવાની પોતાની શક્તિ-આવડત-ભૂમિકા-પરિસ્થિતિ વગેરે વર્તમાનકાળે છે કે નહિ? તેનો વિચાર કરીને પ્રવૃત્તિ કરવા દ્વારા ઉપયોગશુદ્ધિ, (૨૧) સારા આશયથી કાર્ય કરવા દ્વારા ઉદ્દેશ્યશુદ્ધિ, (૨૨) શુક્લાદિ લેશ્યાશુદ્ધિ, (૨૩) ઔચિત્ય વગેરે જાળવવા દ્વારા વ્યવહારશુદ્ધિ, (૨૪) કઠોર-કડવા -કર્કશ વચનનો ત્યાગ કરવા દ્વારા ભાષાશુદ્ધિ, (૨૫) બીજાની વાતને/વિચારસરણીને સમજવાની સ્વીકારવાની તૈયારી વગેરે સ્વરૂપે નયશુદ્ધિ. આવી શુદ્ધિઓને આગળ કરીને સર્વદા સર્વત્ર પ્રવૃત્તિ કરવાના લીધે ષોડશકમાં જણાવેલી પોતાના આત્માની પુષ્ટિ = પુણ્યાનુબંધી પુણ્યનો સંચય અને શુદ્ધિ = પાપક્ષયજન્ય આત્મનિર્મળતા પ્રકૃષ્ટપણે વધે છે.
ઈ સંજ્ઞાથિલ્યના લીધે ઈચ્છાયોગની વિશદ્ધિ છે આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા વગેરેનું સામર્થ્ય આ કાંતા દૃષ્ટિમાં અત્યંત ઘટતું જાય છે. તેથી જ યોગદષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ વર્ણવેલ ઇચ્છાયોગ, આ અવસ્થામાં અત્યંત વિશુદ્ધ થતો જાય છે અને બળવાન થતો જાય છે.
ન કાંતાદૃષ્ટિમાં તત્ત્વમીમાંસાનો ચમકારો - યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવ્યા મુજબ કાંતા દૃષ્ટિમાં “તત્ત્વમીમાંસા' નામનો ગુણ પ્રગટે છે. મતલબ કે ત્યારે તે સાધક અંદરમાં સંવેદનશીલ હૃદયથી એવું ઘૂંટે છે કે “ઘર, શરીર, વાણી, ઈન્દ્રિય, આમ મન, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ, મનના સંકલ્પ-વિકલ્પ-અંતર્જલ્પ, વિચાર વગેરેથી હું તો અત્યંત જુદો છું. આ બધા પરાયા તત્ત્વ છે, નશ્વર છે. તે મારા નથી. હું તો એકલો છું. હું કેવલ 3 ચૈતન્યસ્વરૂપ છું.” આવી તત્ત્વમીમાંસા છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં પ્રાયઃ હંમેશા પ્રવર્તે છે. તેના કારણે જ સંસારથી .. ઉદ્વિગ્ન બનીને તે સંસારસાગરને તરવાને ઝંખે છે. અહીં જ્ઞાનસારની એક કારિકા યાદ કરવી. ત્યાં ; જણાવેલ છે કે “તેથી અતિભયાનક સંસારસાગરથી જ્ઞાની પુરુષ હંમેશા ઉદ્વિગ્ન હોય છે. સંસારમાં ડૂળ્યા વિના તેને તરવાના ઉપાયને સર્વ પ્રયત્નથી તે ઝંખે છે.” કાંતા દૃષ્ટિમાં પ્રકૃષ્ટપણે વધતી જતી આત્મધર્મશક્તિના કારણે ભોગશક્તિ ક્રમશઃ ધીમે-ધીમે ક્ષય પામતી જાય છે.
+ શ્રાવકજીવનમાં પૂર્વસેવાની પરાકાષ્ઠા છે ‘(૧) લોકનિંદાભીરુતા, (૨) દીન-દુઃખીયા લોકોની સામે ચાલીને ઉદ્ધાર કરવાની રુચિ, (૩) કૃતજ્ઞતા, (૪) ગંભીર-ધીર-ગુણાનુરાગી ચિત્ત હોવાના લીધે દાક્ષિણ્ય, (૫) સર્વત્ર સમ્યફ પ્રકારે નિંદાત્યાગ, (૬) સદાચારી-સજ્જન-સંત લોકોની પ્રશંસા, (૭) આપત્તિમાં દીનતાનો અત્યંત ત્યાગ, તથા તે જ રીતે (૮) સંપત્તિમાં અત્યન્ત નમ્રતા, (૯) અવસરે પરિમિત-પથ્ય બોલવું, (૧૦) બોલેલું પાળવું, (૧૧) સ્વીકૃતવ્રત-નિયમાદિનું પાલન, (૧૨) ધર્મશાસ્ત્રાદિથી અવિરુદ્ધ એવા પોતાના કુલાચારને પાળવા, (૧૩) ખોટા ખર્ચાનો પૂરેપૂરો ત્યાગ, (૧૪) દેવ-ગુરુ-સાધર્મિકભક્તિ વગેરે યોગ્ય સ્થાનમાં = ક્ષેત્રમાં સદા ધનની વાવણી કરવી, (૧૫) વિશિષ્ટ ફળદાયી કાર્ય કરવાને વિશે પક્કડ-ટેક રાખવી, (૧૬) મદ્યપાનાદિ પ્રમાદનો ત્યાગ કરવો. (૧૭) દેશ-કાળ પ્રસિદ્ધ એવા લોકાચારને પાળવા, (૧૮) સર્વત્ર