________________
૪૨૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત “આકૃતિ તે પર્યાય હુઈ, સંયોગ પર્યાય નહીં હોઈ” એવી આશંકા ટાલવાનું કહે
એ છઈ
संयोगो
परामर्श
સંયોગઈ આકૃતિ પરિ, પર્જાય' કહવાય; ઉત્તરાધ્યયનઈ ભાખિ, લક્ષણ પક્ઝાય ૧૪/૧૧ (૨૩૭) શ્રી જિન.
સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહઈવાઈ છી. જે માટઈં પર્યાયનાં લક્ષણભેદરૂપ ઉત્તરાધ્યયનઈ એવી રીતિ (ભાખિ=) કહિયાં છઈ. ૧૪/૧૧||
संयोगोऽपि पर्याय आकृतिरिव प्रकथ्यते स्फुटं ननु। - उत्तराध्ययनकथिताः पर्ययभेदा रीत्याऽनया।।१४/११ ।।
સંયોગ પણ પર્યાય છે હું શ્લોકાર્થ:- ચોક્કસ સંયોગ પણ આકૃતિની જેમ સ્પષ્ટ રીતે પર્યાય જ કહેવાય છે. કેમ કે આ રીતે જ પર્યાયના ભેદો ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલા છે. (૧૪/૧૧)
જ સંયોગ દુઃખનિમિત્ત જ આધ્યાત્મિક ઉપનય :- “સંયોગ, સંસ્થાન વગેરે પર્યાયસ્વરૂપ છે' - આવા કથન દ્વારા તેની વિનશ્વરતા &ી પણ આડકતરી રીતે સૂચવાઈ જાય છે. કારણ કે પર્યાયમાત્ર વિનશ્વર છે. પરંતુ તેમાં નિત્યપણાની
બુદ્ધિથી અને મમત્વબુદ્ધિથી જીવ દુઃખી થાય છે. જીવની આ અજ્ઞાનદશાના લીધે “સંનમૂના નીવેn ૧ પત્તા ટુરવપરસ્પર' આ પ્રમાણે મહાપ્રત્યાખ્યાન પન્નામાં તથા આરિપચ્ચખ્ખાણ પયજ્ઞામાં જણાવેલ A. છે. આવું જાણીને (૧) ઈષ્ટસંયોગનિમિત્તક રાગ અને (૨) અનિષ્ટસંયોગનિમિત્તક દ્વેષ તથા (૩) સ્વકીય
શરીર, સંસ્થાન નિમિત્તક ગમા-અણગમાનો વળગાડ - આ ત્રણ વ્યામોહકારી તત્ત્વોથી સદા દૂર રહેવાની G! હિતશિક્ષા આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષ વગેરેનો મૂળમાંથી ઉચ્છેદ કરવા માટે આત્માર્થી : સાધકે પરદ્રવ્યોની તથા તેના ગુણ-પર્યાયોની ઉપેક્ષા કરવી. જણાઈ જતા પરદ્રવ્યાદિની રુચિ તોડવી. " પરદ્રવ્યાદિને જાણવાનું લક્ષ ન રાખવું. તેમ કર્યા બાદ નિર્મળ આત્મસ્વરૂપની સમજણ દ્વારા અંતર્મુખ છે -સ્વસમ્મુખ થઈને અને એકાગ્ર બનીને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન કરવું. તેવા ધ્યાનયોગથી પોતાના
પરમાનંદનો આસ્વાદ માણવો. આ રીતે પરિપૂર્ણ અખંડ સ્વાનુભવધારા પ્રગટે છે. તેનાથી કોઈ પણ જાતની આકુળતા વ્યાકુળતા વિના ત્રણ કાળના તમામ દ્રવ્યાદિને જાણવામાં સમર્થ એવું સર્વજ્ઞપદ ઝડપથી મળે તેવી સંભાવના છે. તેના પ્રભાવે પંચસૂત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો (૧) જરા-મરણથી રહિત હોય છે, (૨) વેદ-કર્મકલંકથી શૂન્ય હોય છે, (૩) પીડા વગરના હોય છે, (૪) કેવલજ્ઞાન-દર્શનને ધારણ કરનારા હોય છે, (૫) સિદ્ધિનગરમાં વસનારા હોય છે, (૬) નિરુપમ સુખથી યુક્ત હોય છે તથા (૭) સર્વથા કૃતકૃત્ય હોય છે.” (૧૪/૧૧)
‘હુચઈ = થશે? જુઓ મિરંગરત્નાકરછંદ કવિ લાવણ્યસમયરચિત. પુસ્તકોમાં ‘ટાઈલ છઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં ‘પજ્જય’ પાઠ. લા.(૧)નો પાઠ લીધો છે.