________________
અધ્યાત્મવૈભવી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ + સ્વોપજ્ઞ ટબામાં અસાર સંસારની ઝાકઝમાળમાં અટવાયેલા જીવોને આંતરિક મોક્ષમાર્ગમાં પા-પા પગલી માંડવાની સૂઝ -શક્તિનું ગર્ભિત રીતે દિગ્દર્શન કરાવ્યું છે. આ બાબત તેઓશ્રીની કૃપાથી જ “અધ્યાત્મઅનુયોગ સ્વરૂપે પ્રથમ ભાગમાં દર્શાવેલ છે. આના માધ્યમે તેઓશ્રીએ આપણી આત્મભૂમિમાં અધ્યાત્મબીજની વાવણી કરી વાત્સલ્યથી માવજત કરી છે. એટલું જ નહિ, અધ્યાત્મ સુધારસથી સભર પદાર્થરૂપી અનેક ફળોનો રસાસ્વાદ પણ ચખાડ્યો છે. એક એક પદાર્થ = ફળ આપણા અંતરાત્માને અનંત તૃપ્તિનો અહેસાસ કરાવી દે તેમ છે.
આ જ અનૂઠા અનુસંધાનને જોડતાં મહોપાધ્યાયજીએ રાસની આગળની ઢાળોમાં દ્વિતીય તબક્કામાં અધ્યાત્મશિખરે આરૂઢ થવાનું અનાદિ કાળનું આપણું અંગત કર્તવ્ય ખૂબ જ આસાનીથી પાર પડે એ માટે અંતિમ પડાવ સુધીની પ્રક્રિયા આત્માર્થી જીવો સમક્ષ ગુપ્તપણે મૂકી છે. તેઓશ્રીની જ અપાર કરુણાદષ્ટિથી એ આધ્યાત્મિક પ્રક્રિયાને વિશેષ રીતે ખોલવાનો અતિ નમ્ર પ્રયાસ અહીં કરાયો છે. આશા છે કે જ્ઞાનજ્યોતિર્ધર એવા મહોપાધ્યાયજીના અખૂટ જ્ઞાનખજાનામાંથી સંપ્રાપ્ત આ અનુસંધાન અતૂટ બને.
પ્રસ્તુત પ્રકાશનના દ્વિતીય ભાગમાં ૧૨ થી ૧૭ ઢાળ/શાખા સુધીના પ્રત્યેક શ્લોકમાં પ્રભુકૃપાથી જે “અધ્યાત્મ અનુયોગ' લખાયેલ છે, તેમાં ૧૨ થી ૧૫ ઢાળ/શાખામાં લખાયેલ “અધ્યાત્મ અનુયોગ તો ઉચ્ચતર કક્ષાના જ્ઞાનપુરુષાર્થીઓને ઉદેશીને જાણવો.
• વિવિધ ઢાળમાં સમાવિષ્ટ “અધ્યાત્મ અનુયોગ'ના પદાર્થો • ઢાળ-૧૨ • શુદ્ધનયને પ્રધાન બનાવતાં સમકિતની પ્રાપ્તિ. • મૂર્વસ્વભાવનું વિસર્જન. • સંસાર-મોક્ષમાં આત્માની સમાનતા. • વિભાવ વળગાડમાંથી છૂટકારો. • સાધક વ્યવહારમાં સુષુપ્ત, આત્મકાર્યમાં જાગૃત. ૦ શુદ્ધાત્મધ્યાનના ૭ ફળ. • જ્ઞાનદર્પણની સ્પષ્ટતા.
રાગનું અકર્તુત્વ. • જ્ઞાનનું રાગ-વિકલ્પાદિમાંથી પૃથક્કરણ. • ગ્રંથિભેદનો પુરુષાર્થ. • નયોની મર્યાદા.
• શુદ્ધાત્મસન્મુખતા. • રાગનો રાગમાં અને જ્ઞાનનો જ્ઞાનમાં વસવાટ. • નિર્વિકલ્પસમાધિ પ્રગટીકરણ...વગેરે.
જ્ઞાનમાં પરપ્રતિભાસની ગૌણતા અને સ્વપ્રકાશસ્વભાવની પારમાર્થિકતા. = ઢાળ-૧૩
• શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવમાં રાગાદિનો અપ્રવેશ. • નિર્વિકલ્પદશાનો પ્રાદુર્ભાવ. • સાત પ્રકારના અધ્યાસમાંથી મુક્તિ. • શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અનુભૂતિ. ભેદજ્ઞાન જાગરણ.
• સાક્ષીભાવનો સહજ સ્વીકાર.