________________
૪૦૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત
આ વાત માત્ર કલ્પનાસ્વરૂપ નથી. પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સાડા ત્રણસો ગાથા પ્રમાણ સિદ્ધાન્તવિચારરહસ્ય ગર્ભિત જે શ્રીસીમંધરજિનસ્તવન રચેલ છે, તેમાં પણ આ વાત નિમ્નોક્ત શબ્દોમાં જણાવી છે કે -
“ભાવ સંયોગજા કર્મઉદયાગતા,
કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતાં;
ખડીયથી ભિત્તિમાં જિમ હોએ શ્વેતતા,
ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા.” (૧૬/૩)
ઉપરોક્ત ગાથા મુજબ મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામો મિથ્યા છે - તે વાતની શ્રદ્ધા-પ્રતીતિ કરવી. અ આ રીતે ‘મિથ્યાત્વ, રાગ આદિ ભાવો અસત્ છે' - તેવું પ્રતીત કરીને તેઓની સાથે આત્માનો શાતૃ -જ્ઞેયભાવ સંબંધ પણ મૂળમાંથી ઉખેડી નાંખવો. જે વસ્તુ વિદ્યમાન જ ન હોય તો આત્મા તેનો શાતા કેવી રીતે ? તથા તે આત્માના શેય કઈ રીતે ? આમ મિથ્યાત્વ, રાગ વગેરે ભાવો મિથ્યા જ છે.
{
ભાવસંસાર મિથ્યા
અધ્યાત્મસાર ગ્રંથમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘શ્વેતદ્રવ્ય ખડી-ચૂનો વગેરેથી દીવાલના આગળના ભાગમાં સફેદાઈ કરેલી હોય તે સફેદાઈનો શ્વેતદ્રવ્યમાં કે દીવાલમાં અંતર્ભાવ થતો નથી. જે પરિણામનો કોઈ સ્વીકાર ન કરે તે પરિણામ મિથ્યા જ હોય, શૂન્ય જ હોય, અસત્ જ હોય. ઢો જે રીતે દીવાલમાં જણાતી સફેદાઈ પરમાર્થથી મિથ્યા છે, તેમ કર્મપ્રપંચસ્વરૂપ મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોને પણ પરમાર્થથી મિથ્યાસ્વરૂપે જ જોવા.' મતલબ કે ઉપરોક્ત ભાવના દ્વારા અંદરમાં મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોને જાણવા-માણવા ખોટી થવાનું નથી. આમ આત્મા અને મિથ્યાત્વ-રાગાદિ પરિણામો વચ્ચે (૧) સ્વ-સ્વામિભાવ સંબંધ, (૨) ઉપાદાન-ઉપાદેયભાવ સંબંધ, (૩) કર્તા-કર્મભાવ સંબંધ, (૪) વ્યાપ્ય-વ્યાપકભાવ સંબંધ, (૫) ભોક્તા-ભોગ્યભાવ સંબંધ, (૬) નિમિત્ત-નૈમિત્તિક ભાવ સંબંધ અને (૭) જ્ઞાતા-Àયભાવ સંબંધ - આ તમામ સંબંધોને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાથી આપણા આત્મામાંથી મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોનો ઉચ્છેદ કરવો સરળ બને. આ જ આશયથી અહીં આ વાત વિસ્તારથી જણાવેલ છે. આ રીતે મિથ્યાત્વ, રાગ વગેરે સ્વરૂપ અપ્રશસ્ત ઉપચરિતસ્વભાવનો ઉચ્છેદ થવાના પ્રભાવે તીર્થોદ્ગાલિપ્રકીર્ણકમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં સિદ્ધસ્વરૂપનું વર્ણન કરવાના અવસરે જણાવેલ છે કે ‘સિદ્ધશિલામાં પણ તે સિદ્ધાત્માઓ વેદરહિત, વેદનાશૂન્ય, નિર્મમ, નિઃસંગ, સંયોગથી વિપ્રમુક્ત, ચંચલપ્રદેશશૂન્ય તથા કાયમ એક જ સંસ્થાનવાળા હોય છે.' (૧૩/૧૭)