________________
૪૦૩
દ્રવ્ય-ગુણ-કાર્યનો રસ +ટબો (૧૩/૧૭)] મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોને કાયમી ધોરણે રવાના કરવા. મિથ્યાત્વાદિને અવસ્તુ = અસત્ તરીકે સમજવા-સ્વીકારવા માટે આ મુજબ વિચારણા કરવી કે :
(૧) જેમ ખડી = ચૂનો અને દીવાલ - આ બન્નેના સંયોગથી જે સફેદાઈ ઉત્પન્ન થાય છે, તે ખડીસ્વરૂપ નથી. કારણ કે જો તે સફેદાઈ માત્ર ખડીસ્વરૂપ જ હોય તો દીવાલમાં સફેદાઈની પ્રતીતિ થઈ ન શકે. દીવાલમાં તેની પ્રતીતિ અસંગત જ બની જાય. કેમ કે દીવાલ અને ખડી બન્ને જુદા જ છે.
(૨) તે સફેદાઈ ભીંતસ્વરૂપ પણ નથી. કારણ કે ખડી-દીવાલસંયોગપૂર્વે પણ દીવાલ તો હાજર જ હતી. તેથી જો તે સફેદાઈ દીવાલસ્વરૂપ હોય તો તથાવિધ સંયોગની પૂર્વે પણ દીવાલમાં સદાઈની પ્રતીતિ થવાની સમસ્યા સર્જાશે.
(૩) ખડી અને દીવાલ ઉભયસ્વરૂપે તે સફેદાઈને માની ન શકાય. બાકી તો ખડી દીવાલસ્વરૂપ બની જાય અથવા દીવાલ ખડીસ્વરૂપ બની જાય - આવી સમસ્યા સર્જાશે. કેમ કે સદાઈ જો ઉભયસ્વરૂપ હોય તો સફેદાઈ દીવાલથી અને ખડીથી અભિન્ન બનવાથી દીવાલ અભિન્ન સફેદાઈથી અભિન્ન ખડી આ થતાં દીવાલ અભિન્ન ખડી થવાની વાત ન્યાયપ્રાપ્ત છે. આવું માનવાથી એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ ધ્યા થતાં કાં દીવાલનો કાં ખડીનો ઉચ્છેદ થશે. પરંતુ આવું તો કોઈને પણ માન્ય નથી જ. આમ સદાઈ નથી તો ખડી સ્વરૂપ કે નથી તો દીવાલસ્વરૂપ કે નથી તો ઉભયસ્વરૂપ. તેથી દીવાલમાં પ્રતીત થતી ન તે સફેદાઈ ભ્રાન્તિનો જ વિષય હોવાથી અવસ્તુ = અસત્ = મિથ્યા જ છે.
તેમ પ્રસ્તુતમાં પણ કહી શકાય છે કે :
(૧) કર્મ અને જીવ - બન્નેના સંયોગથી ઉત્પન્ન થતા અને કર્મના ઉદયથી આવી પડતા મિથ્યાત્વ, [. રાગ વગેરે પરિણામો કર્મસ્વરૂપ નથી. કારણ કે જો તે કર્મસ્વરૂપ હોય તો જીવમાં મિથ્યાષ્ટિપણાની સો કે રાગીપણાની જે પ્રતીતિ થાય છે, તે અસંગત બની જાય. જો તે પરિણામો કર્મસ્વરૂપ હોય તો કર્મ મિથ્યાદૃષ્ટિ છે, કર્મ રાગી છે – તેવી પ્રતીતિ થવી જોઈએ. તેવું તો લોકોમાં જણાતું નથી. તેથી તે | પરિણામોને કર્મસ્વરૂપે માની ન શકાય.
(૨) તથા તે પરિણામોને જીવસ્વરૂપ પણ માની ન શકાય. કારણ કે જો મિથ્યાત્વાદિ જીવસ્વરૂપ હોય તો તો મુક્ત આત્મામાં પણ મિથ્યાદષ્ટિપણાની કે રાગીપણાની આપત્તિ આવીને ઊભી રહેશે. કેમ કે મોક્ષમાં પણ જીવનું સ્વરૂપ તો હાજર જ છે. મોક્ષમાં જૈનમતે જીવનું સ્વરૂપ નાશ ન પામતું હોવાથી જીવસ્વરૂપ મિથ્યાત્વાદિ પરિણામોને મુક્તાત્મામાં પણ માનવાની સમસ્યાને નકારી શકાશે નહિ.
(૩) તેમજ “મિથ્યાત્વ વગેરે પરિણામો કર્મ-જીવઉભયસ્વરૂપ છે' - તેવું પણ માની ન શકાય. કારણ કે ઉપર જણાવ્યું તેમ તેવી પરિસ્થિતિમાં કાં તો કર્મ જીવસ્વરૂપ બની જશે કાં તો જીવ કર્મસ્વરૂપ બની જશે. આવું માનતાં તો કર્મનો કે જીવનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. માટે જ જિનાગમમાં એક દ્રવ્યનું બીજા દ્રવ્યરૂપે સંક્રમણ = પરિણમન થવાનો નિષેધ કરેલો છે. આમ આત્મામાં જે મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોની પ્રતીતિ થાય છે, તે પરિણામો નથી તો કર્મસ્વરૂપ, નથી તો જીવસ્વરૂપ કે નથી તો કર્મ-જીવઉભયસ્વરૂપ. આથી આત્મામાં જણાતા તે મિથ્યાત્વાદિ પરિણામો મૃગજળની જેમ બ્રાન્તિનો જ વિષય હોવાથી અવસ્તુ = અસતુ = મિથ્યા જ છે. આ પ્રમાણે પ્રતીતિ-શ્રદ્ધા કરવી.