________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૨/૧૫)].
' દ્રવ્ય-ગુણાદિગ્રાહક ઈન્દ્રિયમાં ભેદ છે શ્લોકાર્થ :- ઘટાદિ દ્રવ્ય આધાર છે. તથા ગુણ-પર્યાય આધેય છે. રૂપાદિ એક ઈન્દ્રિયથી જાણી શકાય છે. તથા ઘટાદિ દ્રવ્ય બે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. (૨/૧૫)
| ( ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરીએ છે આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્ય આધાર છે અને ગુણ-પર્યાય આધેય છે' - આ વાતની મૂલવણી દેવી અધ્યાત્મ જગતમાં એ રીતે થઈ શકે કે સમ્યગુદર્શન આદિ ક્ષાયોપથમિક ગુણોનો, કેવલજ્ઞાનાદિ ક્ષાયિકતા ગુણોનો તેમ જ સંયતત્વ આદિ ક્ષાયોપથમિક પર્યાયોનો, સિદ્ધત્વ આદિ ક્ષાયિક પર્યાયોનો આધાર બનવા માટે આત્મદ્રવ્ય પ્રતિસમય તૈયાર જ છે. આત્મામાં તેવા પ્રકારની યોગ્યતા રહેલી જ છે. તેમ છતાં 2 આત્મા જ્યાં સુધી પોતાની બહિર્મુખદશા છોડે નહિ ત્યાં સુધી તે તે વિશુદ્ધ ગુણ-પર્યાયો પ્રગટ થતાં નથી. બહિરાભદશા છૂટે તો જ નિર્મલ ગુણાદિ પ્રગટે. તેથી જરૂર છે ફક્ત ચિત્તવૃત્તિને આત્મદ્રવ્યની છે સન્મુખ કરી શુદ્ધ ગુણ-પર્યાયોને પ્રાપ્ત કરવાની ઝંખનાની અને સત્ પુરુષાર્થની. જેમ ભૂતલ ઘટનો રસ આધાર બનવા સદા સજ્જ છે, જરૂર છે ફક્ત ઘટને ભૂતલ સન્મુખ કરી ત્યાં સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરવાની. તેમ ઉપરોક્ત બાબતને સમજવી. તે રીતે ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરવાથી, શ્રીકોડિત્રાદિકેવલિચરિત્રમાં શ્રીગુભવર્ધનગણીએ વર્ણવેલું, આત્માના નિત્ય ઐશ્વર્યોના ધામસ્વરૂપ શિવપદ -સિદ્ધપદ ઝડપથી પ્રાપ્ત થાય. (૨/૧૫)