SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૨/૪)] ૩૫ ઇમ નર-નારકાદિકદ્રવ્ય જીવદ્રવ્યનો પણિ વિશેષ જાણવો. એ સર્વ નૈગમનયનું મત. ર શુદ્ધસંગ્રહનયનઈં મતě તો સદદ્વૈતવાદઈ એક જ દ્રવ્ય આવઈં તે જાણવું.૮ ॥૨/૪૫ સુ परामर्शः ऊर्ध्वसामान्यशक्तिः सा पूर्वाऽपरगुणादिकम् । पिण्डादिकं प्रकुर्वाणा विविधं मृदिव स्थिरा ।।२/४ ।। J ઊર્ધ્વતાસામાન્યનો વિચાર જી 21 શ્લોકાર્થ :- ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ શક્તિ તે કહેવાય છે કે જે પૂર્વાપર વિવિધ ગુણાદિને ઉત્પન્ન કરવા છતાં સ્થિર હોય છે. જેમ કે વિવિધ મૃતપિંડાદિ આકારને ઉત્પન્ન કરતી સ્થિર માટી. (૨/૪) આ # ઊર્ધ્વતાસામાન્યનો ઉપયોગ આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યના આકાર-અવસ્થા-દશા બદલાય તો પણ દ્રવ્ય પોતાના મૂળભૂતસ્વરૂપે બદલાતું નથી. ઊર્ધ્વતાસામાન્ય આ હકીકતને દર્શાવે છે. આ વાત સતત સાધકની નજર સામે હોય 24 તો અનુકૂળતા-પ્રતિકૂળતા, સુખ-દુ:ખ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, માન-અપમાન, ચડતી-પડતી આદિ અનેક અવસ્થામાં પણ અપરિવર્તનશીલ શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને કેન્દ્રિત કરવાથી રતિ-અરતિના કે રાગ-દ્વેષના તોફાનમાં તણાવાના બદલે કે આઘાત-પ્રત્યાઘાતના વમળમાં ફસાવાના બદલે શુદ્ધ યો સમત્વયોગમાં સાધક આરૂઢ થાય છે. તેનાથી દશવૈકાલિકનિર્યુક્તિહારિભદ્રી વૃત્તિમાં દર્શાવેલ આઠેય પ્રકારના કર્મબંધનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૨/૪) ♦ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy