________________
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૨૧)],
ઢાળ - ૨ (ધન ધન સંપ્રતિ સાચો રાજા - એ દેશી) ગુણ-પર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલઈ રે; તેહ દ્રવ્ય નિજ જાતિ કહિયઈ, જસ નહિ ભેદ વિચાઈ રે ૨/૧ (૧૦)]
જિનવાણી રંગઈ મનિ ધરિઈ. (આંકણી.) *ગુણ નઇ પર્યાયનું ભાજન કહઈતાં સ્થાનક, જે ત્રિહું કાલઈ = અતીત-અનાગત -વર્તમાનકાલઈ એકસ્વરૂપ હોઈ. પણિ પર્યાયની પરિ ફિરઈ નહીં, તેહ દ્રવ્ય કહિયઈ. નિજ જાતિ કહતાં પોતાની જાતિ; જિમ જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપ-રસાદિક ગુણ-પર્યાયનું ભાજન પુગલ દ્રવ્ય, રક્તવાદિ ઘટાદિ ગુણ પર્યાયનું ભાજન મૃદ્રવ્ય.
તંતુ પટની અપેક્ષાઈ દ્રવ્ય. તંતુ અવયવની અપેક્ષાઈ પર્યાય; જે માટઈ પટનઈ વિચાઈ ! = પટાવસ્થામધ્યૐ (જસ) તંતુનો ભેદ (નહિ ) નથી. તંતુઅવયવઅવસ્થામધ્યઈ અન્યત્વરૂપ ભેદ છઇ. તે માટઈ પુદ્ગલસ્કંધમાંહિ દ્રવ્ય-પર્યાયપણું અપેક્ષાઈ જાણવું.
આત્મતત્ત્વ વિચારોં પણિ દેવાદિક આદિષ્ટદ્રવ્ય, સંસારિદ્રવ્યની અપેક્ષાઈ પર્યાય થાઈ.
કોઈ કહિસ્ય છે જે “ઇમ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થયું, આપેક્ષિક થયું.” તો કહિછે જે “શબલ વસ્તુનો અપેક્ષાઇ જ વ્યવહાર હોઇ. ઇહાં દોષ નથી.” જે સમવાયિકારણત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણ માનઇં છો, તેહનઈં પણિ અપેક્ષા અવશ્ય
ફૂ મો.(૨)માં “જિનના તે’ અશુદ્ધ પાઠ. ( મ.+શાં.માં “કહિઈ” પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. G રાસની ગાથાનો સળંગ ક્રમાંક ( )માં આપેલ છે.
કો.(૩+૫)માં “મન” પાઠ. જે સિ.+કો. (૯)+આ.(૧)નો ટાર્થ “જે ગુણ-પર્યાયનું ભાન હોઈ અને વિવક્ષિત ગુણ-પર્યાયના કાલતાઈ જે રૂપઈ વિવણિત ગુણ-પર્યાયઈ ધરિયા છઈ તે રૂપઈ અનુગત હોઈ ને નિજ નિજ જાતિ પોતાની જાતિ દ્રવ્ય કરીશું. જેહને વિચાર્લ = મધ્યકાલે ભેદ ન પડઈ-અભેદતાતુ.” '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી.
પુસ્તકોમાં “રૂપાદિક' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે. ... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૭+૧૦+૧૧)+લા.(૨)માં નથી. " લી.(૩)માં “દ્રવ્યત્વ સ્થાનકસ્વા... પાઠ. * શબલ = મિશ્રસ્વભાવયુક્ત. જુઓ સમ્યકત્વષસ્થાનચઉપઇ પ્રકા.અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. મો.(૨)માં સકલ' પાઠ.