________________
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૯)].
૨ ૩
तत्त्वार्थ-सम्मतिग्रन्थौ वरौ निर्ग्रन्थशासने। जानीत तल्लवं चेमं परमार्थं तु सद्गुरोः।।१९।।
૪ સદ્ગુરુ પાસેથી પરમાર્થ પામીએ છે શ્લોકાર્થ :- નિર્ગસ્થ પ્રવચનમાં તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિતક મહાન ગ્રંથો છે. તથા “આ ગ્રંથ તેનો એક અંશ છે' - એમ તમે જાણજો. તથા પરમાર્થ તો સદ્ગુરુ પાસેથી જાણજો. (૧૯)
/ આત્મદશા ઉન્નત બનાવવા તત્પર બનીએ છે. આધ્યાત્મિક ઉપનય - થોડો શાસ્ત્રબોધ મળે ને છકી જવું, અજ્ઞાનીનો તિરસ્કાર કરવો તે ઉદ્ધતાઈ છે છે. તથા મળેલા થોડા શાસ્ત્રબોધમાં જ સંતોષ માનીને નિષ્ક્રિય બની જવું તે આળસ છે. આ ઉદ્ધતાઈ છે અને આળસ બન્નેને ખંખેરી, અલ્પજ્ઞ પ્રત્યે સહાનુભૂતિ રાખી, સદ્ગુરુ પ્રત્યે સમર્પિત બની, દ્રવ્યાનુયોગદર્શક સંમતિતકદિ ગ્રંથો અને આગમ આદિના અભ્યાસમાં લીન બનવું જોઈએ.
& શાસ્ત્રીય ગૂઢાર્થને ઉઘાડવાની ચાવી * એક વખત સાંભળેલ, વાંચેલ, વિચારેલ કે ધારેલ શાસ્ત્રના અર્થને “આટલો જ આ શાસ્ત્રવચનનો અર્થ છે” – એમ દઢ કરી ન દેવો. જેમ જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા, અસંગ આત્મદશા વધતી જશે તેમ તેમ અપૂર્વ અજ્ઞાત અર્થ-પદાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ સ્વયં સ્ફરતા જશે. શાસ્ત્રના એક એક વચન માટે હેલી અદમ્ય ઝૂરણા-તીવ્ર તલસાટ-પ્રબળ મંથન-અહોભાવ-ઊંડો આદર ભાવ હોય તો શાસ્ત્રના ગૂઢાર્થ આપમેળે સ્કુરાયમાન થાય અને પરિણમન પામે. આ રીતે પરિપક્વ જ્ઞાનદશાનું નિર્માણ ઝડપથી થઈ શકે. તેનાથી આપણું પરમપ્રયોજનભૂત સિદ્ધસુખ સંપન્ન થાય. સિદ્ધસુખને વર્ણવતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ પરમાત્મપંચવિંશતિકામાં જણાવેલ છે કે “એક બાજુ સર્વ સુર-અસુરોનું સુખ ભેગું થાય તે પણ એક સિદ્ધના સુખનો અનંતમો ભાગ છે.” (૧૯)
આ પ્રથમ શાખા સમાપ્ત .