________________
૨૧
દ્રવ્ય-ગુણ-યાયનો રસ +ટબો (૧/૮)] સારા નિમિત્તોની સાથે પોતાની જાતને જોડી રાખવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. વર્તમાન કાળમાં તો વિશેષ પ્રકારે સાવધાનીપૂર્વક આવું વલણ કેળવવાથી કાળક્રમે પ્રમાદ, અંતરાયકર્મ વગેરે દૂર થતાં નિરતિચાર ચારિત્રજીવન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રગટે” - આ બાબત ગ્રંથકારશ્રીને સારી રીતે ખ્યાલમાં હોવાથી ગુરુચરણકમલને આધીન બનીને ક્રિયામાર્ગમાં તત્પરતા કેળવીને સુવિહિત જ્ઞાની મહાત્મા પ્રત્યે જ આદર ભાવ રાખી, તેમની પ્રશંસા કર્યા વિના કે ગુણાનુરાગ-ગુણાનુવાદના માધ્યમથી તેમનું આલંબન યા લીધા વિના તેઓશ્રી નથી રહી શકતા.
I શ્રીસંઘનું વાતાવરણ તંદુરસ્ત બનાવીએ માટે સહુ આત્માર્થી સાધકે ચતુર્વિધ શ્રીસંઘના પ્રત્યેક સભ્યની નિંદા-ઈષ્ય વગેરેથી દૂર રહી, સ્વસંપ્રદાયના દષ્ટિરાગાદિથી અલિપ્ત બની, સંકુચિતતાનો ત્યાગ કરી, સર્વસમુદાયના સુવિહિત સાધુ- " સાધ્વીજી ભગવંતોના ગુણાનુવાદ-ગુણાનુરાગ દ્વારા શ્રીસંઘ શાસન-સમુદાયનું વાતાવરણ તંદુરસ્ત બનાવી, તું શક્તિ છુપાવ્યા વિના સાધ્વાચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના ચિંતન-મનનમાં ગળાડૂબ બની, ગ્રંથિમુક્ત સો બની મુક્તિમાર્ગે આગેકૂચ કરવી જોઈએ. તેના બળથી સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં સિદ્ધસ્વરૂપને દેખાડતા શ્રીજિનચંદ્રસૂરિએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંત (૧) લોકાગ્ર ભાગસ્વરૂપ મસ્તકમાં રહેલ મણિના સ્થાને છે, (૨) બુદ્ધ છે, (૩) નિરંજન છે, (૪) સર્વજ્ઞ, (૫) સર્વદર્શી, (૬) અનંતસુખયુક્ત તથા (૭) અનંતશક્તિશાળી છે.' (૧/૮)
''
'
'